Election card scam News

બનાસકાંઠામાં મનરેગા કૌભાંડ બાદ નકલી ચૂંટણી કાર્ડ કૌભાંડ બહાર આવ્યું
લાખણી ખાતે આવેલ સી.એસ.સી. સેન્ટર ઉપર અમુક પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરી બિનઅધિકૃત રીતે નકલી ચૂંટણી કાર્ડ એક ઈસમ કાઢી આપતો હોવાની માહિતીને આધારે દિયોદર પ્રાંત અધિકારીએ લાખણી ખાતેના સી.એસ.સી. સેન્ટરના સંચાલક વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. લાખણીના એક શિક્ષકનું ચૂંટણી કાર્ડ નંબર IK02211340 ખોવાઇ ગયેલ હોવાથી નવીન ચૂંટણી કાર્ડની જરૂરિયાત ઉભી થઇ હતી. લાખણી ગ્રામ પંચાયત કચેરી આગળના ભાગે આવેલ નેશનલ સી.એસ.સી.સેન્ટર ખાતે ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરી આપવામાં આવતા હોવાની માહિતી મળી હતી. તેઓ સી.એસ.સી. સેન્ટર ધરાવતા યુવક પાસે જઇ ચૂંટણી કાર્ડ બનાવવા જણાવતા ચૂંટણી કાર્ડમાં સુધારો કરીને ચૂંટણી કાર્ડ કાઢી આપ્યું હતું. જે સુધારાવાળી પ્રિન્ટ શિક્ષક લાખણી તાલુકા સેવા સદન ખાતે ખરાઇ કરાવવા જતાં ચૂંટણી કાર્ડમાં બિન અધિકૃત રીતે ચેડાં કરાયો હોવાની તંત્રને જાણ થઇ હતી.
Sep 5,2020, 23:05 PM IST

Trending news