full details

દિલ્હી ચૂંટણી: કોંગ્રેસે 54 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોને મળી તક?

કોંગ્રેસે 8 ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શનિવારે 70 સીટો પૈકી 54 સીટો માટે પોતાનાં ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. પાર્ટીએ અલકા લાંબાને ચાંદીચોક, ગાંધીનગરથી અરવિંદ સિંહ લવલી અને દ્વારકાથી આદર્શ શાસ્ત્રીને ટિકિટ આપી છે. કોંગ્રેસની પહેલી યાદીમાં પ્રદેશ અધ્યક્ષ શુભાષ ચોપડાની પુત્રી શિવાની ચોપડાને કાલકાજી વિધાનસભા સીટ પરથી ટીકિટ આપવામાં આવી છે. બીજી તરફ કીર્તિ આઝાદની પત્ની પૂન આઝાદને સંગમ વિહાર સીટતી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદી આ પ્રકારે છે....

Jan 18, 2020, 09:42 PM IST