government help

અકસ્માતમાં મોતને ભેટનાર જુડો પ્લેયર્સના પરિવાર માટે ગુજરાત સરકારે જાહેર કરી સહાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) અરણેજ બગોદરા ધોરીમાર્ગ પર બુધવાર તા.ર૯મી ડિસેમ્બરે વ્હેલી સવારે તૂફાન જીપકાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત (Accident) માં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિઓના પરિવારને રૂપિયા 4 લાખની સહાય (government help) આપવાની જાહેરાત કરી છે. સાથે જ ભૂપેન્દ્ર પટેલે આ માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મૃતકોના આત્માની શાંતિની પ્રાર્થના પણ કરી છે. મુખ્યમંત્રીએ એવો નિર્ણય પણ કર્યો છે કે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓના પરિવારને વ્યક્તિ દીઠ રૂ. પ૦ હજારની સહાય અપાશે. આ સહાય મુખ્યમંત્રી રાહતનિધિ (cm fund) માંથી આપવામાં આવશે. 

Dec 29, 2021, 02:27 PM IST

ગુજરાત સરકારે ખેડૂતો માટે 546 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, જાણો કેવા ખેડૂતોને મળશે આ સહાય

  • અતિવૃષ્ટિથી નુકસાની પામેલ ચાર જિલ્લાઓના ખેડૂતોને સહાય કરવામાં આવશે
  • 22 તાલુકાના 682 ગામોને લાભ આપવાનો નિર્ણય કર્યો છે. 2.82 લાખ ખેડૂતોને લાભ મળવાનો છે

Oct 20, 2021, 02:35 PM IST