એક સમયે હેલિકોપ્ટર લઈને ઉડનાર હાર્દિક પટેલની 40 સ્ટાર પ્રચારકમાં બાદબાકી, અલ્પેશનો સમાવેશ

Loksabhe Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ છે. ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને કુલ 40 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

એક સમયે હેલિકોપ્ટર લઈને ઉડનાર હાર્દિક પટેલની 40 સ્ટાર પ્રચારકમાં બાદબાકી, અલ્પેશનો સમાવેશ

Loksabhe Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ છે. ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને કુલ 40 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પણ સ્ટાર પ્રચારકમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ આશ્ચર્યજનક સમાચાર એ છે કે એક સમયે કોંગ્રેસમાં હેલિકેપ્ટર લઈને દેશમાં ગમે ત્યાં પ્રચાર કરવા માટે જનાર હાર્દિક પટેલની સ્ટાર પ્રચારકમાંથી બદબાકી કરી નાંખવામાં આવી છે. 

પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો અને છટાદાર ભાષણ માટે જાણીતો હાર્દિક પટેલને એક સમયે કોંગ્રેસમાં જબરું રાજકીય પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેની ટોચના સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરાયો હતો અને હાર્દિક પટેલને ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસે અલગથી હેલિકોપ્ટર ફાળવ્યું હતું. લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ એક સમયે ગુજરાતમાં હાર્દિક પટેલ સૌથી મોટો પ્રચારક બન્યો હતો. કૉંગ્રેસે હાર્દિક પટેલને અલગ-અલગ જગ્યાએ પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર ફાળવ્યું હતું. હાર્દિક પટેલ વધુમાં વધુ પ્રચાર કરી શકે તે માટે કૉંગ્રેસે તેને હેલિકોપ્ટર ફાળવ્યું હતું. 

પાટીદાર આંદોલનમાંથી બહાર આવેલા હાર્દિક પટેલ એક સમયે કોંગ્રેસમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પછી હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બની ગયો હતો. પરંતુ હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ ખરેખર પાર્ટીની ખિસકોલી બનીને રહી ગયો છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી પરંતુ હાર્દિક પટેલની બાદબાકી કરવામાં આવી છે, પરંતુ અલ્પેશ ઠાકોરનો સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

No description available.

ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને કુલ 40 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પણ સ્ટાર પ્રચારકમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય મનસુખ માંડવીયા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનો પણ સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરાયો છે. આ સિવાય રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલ પણ ભાજપના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. ધારાસભ્યોમાં અલ્પેશ ઠાકોર ભાજપના સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવેશ કરાયો છે. જ્યારે રાજ્યમંત્રી મંડળમાંથી ઋષિકેશ પટેલ, ભાનુબેન બાબરીયા, કુંવરજી બાવળીયા સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news