hathras case

Hathras Case: CBIએ દાખલ કરી ચાર્જશીટ, ચારેય આરોપી પર રેપ અને હત્યાનો આરોપ

ઉત્તર પ્રદેશ (Utter Pradesh)ના હાથરસ (Hathras)માં 19 વર્ષની છોકરી સાથે કથિત ગેંગરેપ અને હત્યા કેસમાં CBIએ ચારેય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. CBIએ તેમની ચાર્જશીટમાં પીડિતાના છેલ્લા નિવેદનને આધાર બનાવ્યો છે

Dec 18, 2020, 06:03 PM IST

હાથરસ ગેંપરેપ કેસના આરોપીઓને ગાંધીનગર FSL લવાયા, તમામના નાર્કોટેસ્ટ કરવામાં આવશે

ઉત્તર પ્રદેશના બહુ ચર્ચિત હાથરસ ગેંગરેપ કેસના આજે ચારે આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલમાંથી ગાંધીનગર એફ.એસ.એલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આ આરોપીઓના નાર્કોટેસ્ટ સહિતના ટેસ્ટ કરવામાં આવશે

Nov 23, 2020, 02:03 PM IST

હાથરસ કાંડ: ચારેય આરોપીઓને લઇને ગુજરાત પહોંચી CBI, 'સત્ય' જાણવા માટે કરાવશે આ ટેસ્ટ

હાથરસ ગેંગરેપ અને હત્યા (Hathras Case)ના ચારેય આરોપીઓના બ્રેન મેપિંગ (Brain Mapping) અને પોલીગ્રાફ ટેસ્ટ  (Polygraph Test) કરાવશે. આ ટેસ્ટ ગુજરાતના ગાંધી નગર સ્થિત CFSL લેબમાં કરાવવામાં આવશે.

Nov 22, 2020, 11:26 PM IST

હાથરસ કેસ: HC કરશે CBI તપાસની નિગરાણી, રિપોર્ટ બાદ કેસ ટ્રાન્સફર પર નિર્ણય-સુપ્રીમ કોર્ટ

હાથરસ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલ હાથરસ કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરતા કહ્યું કે કેસમાં થઈ રહેલી સીબીઆઈ તપાસ ચાલુ રહેશે અને તેની નિગરાણી અલાહાબાદ હાઈકોર્ટ કરશે. કોર્ટે CBI તપાસ બાદ હાઈકોર્ટને રિપોર્ટ સોંપવાના પણ નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કેસ ઉત્તર પ્રદેશથી દિલ્હી ટ્રાન્સફર કરવાની પરિજનોની અપીલ પર કહ્યું કે હાલ CBI તપાસ ચાલુ છે. તપાસ પૂરી થયા બાદ આ મામલે કોર્ટ કોઈ નિર્ણય આપશે. 

Oct 27, 2020, 01:14 PM IST

હાથરસ મામલે સુનાવણી પૂરી, સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો 

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras) માં 14 સપ્ટેમ્બરના રોજ અનુસૂચિત જાતિની યુવતી સાથે થયેલા કથિત સામૂહિક બળાત્કારની ઘટનામાં ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે (Supreme Court)  ચુકાદો અનામત રાખ્યો છે અને આ સાથે જ કેસને અલાહાબાદ હાઈકોર્ટમાં મોકલવા માટે સંકેત આપ્યો છે. કોર્ટે કહ્યું કે પહેલા હાઈકોર્ટમાં સુનાવણી થવા દો, ત્યારબાદ અમે તેના પર નજર રાખી શકીએ છીએ. સુનાવણી દરમિયાન પીડિતા તરફથી વકીલ સીમા કુશવાહાએ પોતાની વાત રજુ  કરી. આ બાજુ યુપી સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ રજુ કરી. 

Oct 15, 2020, 03:58 PM IST

હાથરસ કાંડ: CBI ઘટના સ્થળે પહોંચી, પોલીસે આખા વિસ્તારને ઘેરી લીધો

હાથરસ ગેંગરેપ (Hathras Gang Rape) મામલે તપાસ માટે સીબીઆઈ (CBI) ની ટીમ આજે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે આખા વિસ્તારને ઘેરી લીધો છે. પીડિત પરિવાર ભારે સુરક્ષા વચ્ચે આજે લખનઉથી હાથરસ પાછો ફર્યો છે. લખનઉની હાઈકોર્ટ બેન્ચમાં આ કેસની સુનાવણી માટે પીડિત પરિવારના પાંચ સભ્યો ગઈ કાલે લખનઉ ગયા હતા. 

Oct 13, 2020, 12:12 PM IST

હાથરસ કાંડઃ હાઈકોર્ટે યૂપી સરકારને લગાવી ફટકાર, પીડિત પરિવારે અદાલતમાં રાખી 3 માગ

યૂપીના ચર્ચિત હાથરસ કાંડને સ્વયં ધ્યાને લેતા સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેચે મામલાની સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે યૂપી સરકારને પણ ફટકાર લગાવી હતી. 

 

Oct 12, 2020, 06:12 PM IST

હાથરસની 'સાચી હકીકત' જાણવા પીડિતાના ગામ પહોંચી CBI, અનેક લોકોની પૂછપરછની તૈયારી

પશ્ચિમ ઉત્તર પ્રદેશના ચર્ચિત હાથરસ કાંડ (Hathras Case)ની તપાસ શરૂ કરવા માટે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)ની ટીમ રવિવારે સાંજે ચાંદપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારના બૂલાગઢી ગામમાં પહોંચી ગઈ છે. 
 

Oct 11, 2020, 09:47 PM IST

Hathras Case: CBIએ હાથરસ મામલે FIR દાખલ કરી, તપાસ માટે ટીમ બનાવી 

CBIએ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras) માં 14 સપ્ટેમ્બરના રોજ અનુસૂચિત જાતિની યુવતી સાથે થયેલા કથિત સામૂહિક બળાત્કારની ઘટનાની તપાસ હવે પોતાના હાથમાં લઈ લીધી છે. આ મામલે FIR પણ નોંધી લેવાઈ છે. આ યુવતીનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 

Oct 11, 2020, 01:59 PM IST

હાથરસ ગેંગરેપ કેસ CBIએ કર્યો ટેકઓવર, યોગી સરકારે કરી હતી ભલામણ

હાથરસ કેસને સીબીઆઈએ ટેકઓવર કરી લીધો છે. યોગી સરકારે હાથરસ કાંડની તપાસ માટે સીબીઆઈને ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારના ડીઓપીટી વિભાગના નોટિફિકેશન બાદ સીબીઆઈએ હાથરસ કેસને પોતાના હાથમાં લીધો છે. 
 

Oct 10, 2020, 09:55 PM IST

હાથરસ કાંડઃ 'ફેક નક્સલ ભાભી' થઈ વાયરલ, લોકો પૂછી રહ્યું છે- આખરે આ કોણ છે?

Hathras case news: પોલીસ એક શંકાસ્પદ મહિલાને શોધી રહી છે જે હાથપસ પીડિતાના ઘરમાં સંબંધી બનીને રહેતી હતી. ટ્વિટર પર #FakeNaxalBhabhi હેશટેગની સાથે યૂઝરો આ વિશે ટ્વીટ કરી રહ્યાં છે. 
 

Oct 10, 2020, 04:31 PM IST

હાથરસ કેસમાં વિદેશી ફંડિંગ? DRI એ એક કરોડ રૂપિયા સાથે ટ્રાવેલ એજન્ટને દબોચ્યો

હાથરસ ઘટના (Hathras Case) બાદ યુપી (Uttar Pradesh) માં સાંપ્રદાયિક તોફાનો કરાવવાના ષડયંત્ર મામલે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે કેન્દ્ર સરકારની ગુપ્તચર એજન્સી ડાઈરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ એક કરોડની રોકડ રકમ સાથે લખનઉથી એક મોટા ટ્રાવેલ એજન્ટની ધરપકડ કરી છે. પકડાયેલ વ્યક્તિ હવાલા કારોબારી હોવાનું કહેવાય છે. 

Oct 8, 2020, 02:00 PM IST

હાથરસ કેસ: આરોપીઓએ SPને લખ્યો પત્ર, ખોટા કેસમાં ફસાવ્યા હોવાની આપી દલીલ

હાથરસ કેસ (Hathras Case) માં આરોપીઓએ SPને પત્ર લખ્યો છે. પત્રમાં ખોટા કેસમાં ફસાવ્યા હોવાની દલીલ આપી છે. આરોપી સંદીપ, રામુ, લવકુશ અને રવિએ પત્ર લખ્યો છે. આરોપીઓએ પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવ્યા છે. મુખ્ય આરોપી સંદીપે પત્રમાં સમગ્ર વારદાતનો ઘટનાક્રમ જણાવ્યો છે. આરોપીનું કહેવું છે કે તેની પીડિતા સાથે ઓળખ હતી અને ફોન પર વાતચીત થતી હતી. મુખ્ય આરોપી સંદીપે જણાવ્યું કે આ કેસમાં આરોપી બનાવવામાં આવેલા રવિ અને રામુ તેના પરિવાર સાથે સબંધ ધરાવે છે અને તેના કાકા છે. 

Oct 8, 2020, 09:26 AM IST

હાથરસ કેસઃ ગામ છોડવા ઈચ્છે છે પીડિતાનો પરિવાર, કહ્યું- અમને ધમકી મળે છે

હાથરસ કાંડને લઈને દરરોજ નવા ઘટનાક્રમ વચ્ચે પીડિતાના પરિવારનું મોટુ નિવેદન સામે આવ્યું છે. ગેંગરેપ પીડિતાના પરિવારે કહ્યું કે, તે ગામ છોડવા ઈચ્છે છે. તેમણે જણાવ્યા પ્રમાણે આરોપી પક્ષની પંચાયતોને કારણે લોકો ડરેલા છે. તેમનું કહેવું છે કે અમારા પર દબાવ બનાવવામાં આવી રહ્યો છે અને ધમકીઓ મળી રહી છે. 

Oct 7, 2020, 06:05 PM IST

જામનગરમાં બીજી દીકરીની લાજ લૂંટાઈ, સગીરા પર દુષ્કર્મની ઘટના બની

જામનગરમાં ગેંગરેપની ઘટના હજી તાજી જ છે. સપ્તાહમાં સગીરા સાથે દુષ્કર્મનો બીજો કિસ્સો સામે આવ્યો છે. જેથી સ્થાનિક લોકોમાં પણ રોષ ફેલાયેલો જોવા મળ્યો 

Oct 7, 2020, 08:04 AM IST

હાથરસ કેસમાં નવો વળાંક, પીડિતાના ભાઈ અને આરોપી વચ્ચે 100થી વધુ વખત ફોન પર થઈ વાત

ઉત્તર પ્રદેશ પોલીસે પોતાની તપાસમાં જાણ્યું કે, પીડિત પરિવાર અને મુખ્ય આરોપી સંદીપ ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં હતા. પીડિત પરિવાર અને સંદીપ વચ્ચે ફોન પર વાતચીતનો સિલસિલો પાછલા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થયો હતો.

Oct 6, 2020, 07:49 PM IST

હાથરસ કેસઃ સુપ્રીમનો યૂપી સરકારને આદેશ, પરિવારની સુરક્ષા પર દાખલ કરો એફિડેવિડ

Hathras Case Latest News: હાથરસ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઘણી મહત્વની ટિપ્પણીઓ કરી છે. એક પીઆઈએલ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યૂપી સરકારને કહ્યું કે, તે 8 ઓક્ટોબરે કોર્ટને જણાવે કે હાથરસ કાંડમાં પરિવારની સુરક્ષા માટે શું પગલા ભર્યા છે. 

Oct 6, 2020, 04:07 PM IST
Sweepers Strike In Jamnagar PT4M29S

હાથરસ કેસ: તાબડતોબ મધરાતે કેમ કરાયા પીડિતાના અંતિમ સંસ્કાર? UP સરકારે આપ્યો જવાબ

હાથરસ કેસ (Hathras Case) પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સુનાવણી અગાઉ ઉત્તર પ્રદેશ સરકારે (UP Government) સોગંદનામું દાખલ કર્યું. સોગંદનામામાં રાજ્ય સરકારે અત્યાર સુધી થયેલી તપાસની વિગતો આપી. યુપી સરકારે પોતાના સોગંદનામામાં એમ પણ કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં CBI પાસે તપાસ કરાવવામાં આવ અને તપાસની નિગરાણી સુપ્રીમ કોર્ટ કરે. આ સાથે જ કેટલાક લોકો અંગત સ્વાર્થ માટે તથ્યોને પોતાની રીતે રજૂ કરી રહ્યા છે. 

Oct 6, 2020, 12:53 PM IST
Sweeper On Strike In Ahmedabad PT4M1S

અમદાવાદમાં સફાઈકર્મીઓ હડતાળ પર

Sweeper On Strike In Ahmedabad

Oct 6, 2020, 11:55 AM IST