હાથરસ કાંડ: CBI ઘટના સ્થળે પહોંચી, પોલીસે આખા વિસ્તારને ઘેરી લીધો

હાથરસ ગેંગરેપ (Hathras Gang Rape) મામલે તપાસ માટે સીબીઆઈ (CBI) ની ટીમ આજે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે આખા વિસ્તારને ઘેરી લીધો છે. પીડિત પરિવાર ભારે સુરક્ષા વચ્ચે આજે લખનઉથી હાથરસ પાછો ફર્યો છે. લખનઉની હાઈકોર્ટ બેન્ચમાં આ કેસની સુનાવણી માટે પીડિત પરિવારના પાંચ સભ્યો ગઈ કાલે લખનઉ ગયા હતા. 
હાથરસ કાંડ: CBI ઘટના સ્થળે પહોંચી, પોલીસે આખા વિસ્તારને ઘેરી લીધો

લખનઉ: હાથરસ ગેંગરેપ (Hathras Gang Rape) મામલે તપાસ માટે સીબીઆઈ (CBI) ની ટીમ આજે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે આખા વિસ્તારને ઘેરી લીધો છે. પીડિત પરિવાર ભારે સુરક્ષા વચ્ચે આજે લખનઉથી હાથરસ પાછો ફર્યો છે. લખનઉની હાઈકોર્ટ બેન્ચમાં આ કેસની સુનાવણી માટે પીડિત પરિવારના પાંચ સભ્યો ગઈ કાલે લખનઉ ગયા હતા. 

પીડિત પરિવાની સાથે હાજર રહેલા એસડીએમએ જણાવ્યું કે તમામને કડક સુરક્ષા વચ્ચે લખનઉ લઈ જવાયા હતા અને કોર્ટમાં પેશી બાદ પાછા હાથરસ આવ્યા છે. એસડીએમએ વધુમાં કહ્યું કે તેમની સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અત્રે જણાવવાનું કે હાઈકોર્ટે પીડિત યુવતીના મોડી રાતે અંતિમ સંસ્કાર કર્યાના મામલાને સંભીરતાથી લેતા સુનાવણી શરૂ કરી છે. 

કોર્ટે લગાવી ફટકાર
પીડિત પરિવારના જણાવ્યાં મુજબ તેમણે કોર્ટને જણાવ્યું કે કઈ રીતે પ્રશાસને તેમને પુત્રીને અંતિમવાર જોવા પણ ન દીધી. ચૂપચાપ તેના અંતિમ સંસ્કાર કરી દેવાયા. જેના પર કોર્ટે અધિકારીઓને ફટકાર લગાવી હતી. અત્રે જણાવવાનું કે પ્રશાસને કાયદો વ્યવસ્થાનો હવાલો આપતા પીડિતાના રાતે અંધારામાં અંતિમ સંસ્કાર કરી દીધા હતા. 

રાહુલે બહાર પાડ્યો વીડિયો
આ બાજુ રાહુલ ગાંધીએ આ મુદ્દે સતત યોગી સરકાર પર પ્રહાર કરવાનું ચાલુ રાખ્યું છે. તેમણે એક વીડિયો બહાર પાડીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે ઉત્તર પ્રદેશમાં જાતિવાદના કારણે લોકોએ શારીરિક અને માનસિક યાતનાઓનો સામનો કરવો પડે છે. કોંગ્રેસ નેતાએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે આ વીડિયો એમના માટે છે જે સચ્ચાઈથી દૂર ભાગી રહ્યા છે. આપણે બદલીશું, દેશ બદલાશે. આ વીડિયોમાં અનેક લોકો એમ કહેતા જોવા મળે છે કે જાતિવાદના કારણે તેમને ભેદભાવનો સામનો કરવો પડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news