Home stay project News

કેવડિયા: સરકાર આદિવાસીઓને હોમસ્ટે હેઠળ તમામ રાસ રચીલું વસાવી આપશે
 સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માં આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે અહીં આવતા પ્રવસીઓ નજીકના ગામોમાં રહી શકે અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે સરકારના CSR ફંડમાંથી આ આદિવાસીઓના ઘરમાં હોમ સ્ટેની સુવિધા  બનાવવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની બનાવવામાં આવી છે. આ પ્રતિમાને લગભગ 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. જેને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. હાલની વાત કરીયે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દર રોજ 15,000 થી 20,000 પ્રવાસીઓ આવી રહ્યા છે. જેમના રેહવાની સગવડ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ગામોમાં હોમ સ્ટેનો પ્રોજેક્ટ સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવી રહ્યો છે.
Feb 17,2020, 23:49 PM IST

Trending news