શું Champions Trophy 2025 માટે બધી ટીમો પાકિસ્તાન જવા તૈયાર થશે? ICC આપ્યો જવાબ

ICC એ પાછલા સપ્તાહે પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીનો અધિકાર આપ્યો હતો. તેનાથી બે દાયકા કરતા વધુ સમય બાદ પાકિસ્તાનમાં મોટી ટૂર્નામેન્ટની વાપસી થશે. 

શું Champions Trophy 2025 માટે બધી ટીમો પાકિસ્તાન જવા તૈયાર થશે? ICC આપ્યો જવાબ

નવી દિલ્હીઃ ICC 2025 Champions Trophy: પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની સોંપ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલને વિશ્વાસ છે કે એક દાયકા કરતા વધુ સમય સુધી ત્યાં રમવાને લઈને વિરોધ બાદ હવે ટીમોએ આ વૈશ્વિક ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવામાં કોઈ મુશ્કેલી થશે નહીં.

આઈસીસીએ પાછલા સપ્તાહે પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીનો અધિકાર આપ્યો હતો. તેનાથી બે દાયકા કરતા વધુ સમય બાદ પાકિસ્તાનમાં મોટી ટૂર્નામેન્ટની વાપસી થશે. છેલ્લે પાકિસ્તાને પોતાની ધરતી પર 1996 વિશ્વકપના રૂપમાં આઈસીસી ટૂર્નામેન્ટની યજમાની કરી હતી. તે વિશ્વકપમાં ભારત અને શ્રીલંકા સહ-યજમાન હતા. 

તમામ ટીમો આવશે પાકિસ્તાનઃ આઈસીસી
શ્રીલંકા ટીમની બસ પર 2009માં લાહોરમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી પાકિસ્તાન કોઈ આંતરરાષ્ટ્રીય ટીમોની યજમાની કરી શક્યું નથી. આઈસીસીના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ મીડિયા રાઉન્ડટેબલ દરમિયાન ન્યૂઝ એજન્સીના સવાલના જવાબમાં કહ્યું- તેનો જવાબ હા છે, અમે અત્યાર સુધી જે જોઈ રહ્યું છીએ તે પ્રમાણે ચોક્કસ હા, (ટીમો યાત્રા કરશે).

બાર્કલેએ આગળ કહ્યુ- આઈસીસી ક્રિકેટ આયોજન ઘણા વર્ષો બાદ પાકિસ્તાનમાં પરત આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં જે થયું તેને છોડી આ કોઈ મુદ્દા વગર આગળ વધી રહ્યું છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે સુરક્ષાની ચિંતાઓને કારણે પાકિસ્તાનના પ્રવાસ પર રમાનારી દ્વિપક્ષીય સિરીઝ રમવાની ના પાડી દીધી હતી. 

બાર્કલે ભાર આપીને કહ્યુ કે, જો આઈસીસીને લાગે છે કે પાકિસ્તાન સફળતાપૂર્વક તેનું આયોજન નહીં કરી શકે તો તેને યજમાનીનો અધિકાર ન આપત. તેમણે કહ્યું- જો અમને પાકિસ્તાનની યજમાની પર શંકા હોત તો અમે તેને અધિકાર આપત નહીં. 

ટૂર્નામેન્ટમાં ભારતની ભાગીદારી એક શંકા બનેલી છે, કારણ કે ભારતમાં આતંકી હુમલા બાદ રાજકીય તણાવને કારણે બંને પાડોશી દેશો વચ્ચે 2012થી કોઈ દ્વિપક્ષીય ક્રિકેટનું આયોજન થયું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news