Illegal buildings News

સમગ્ર અમદાવાદને દબાણ મુક્ત કરાશે, સારંગપુરમાં કામગીરી દરમિયાન ઘર્ષણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ રૂટને સમાંતર થયેલા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે. ત્યારે આજ કામગીરી ગઇકાલે સારંગપુર બ્રીજથી ગોમતીપુર થઇ રખીયાલ તરફ જતા કોરીડોર ઉપર પણ કરાઇ. જેમાં ગઇકાલે 17 દુકાનો તોડી પાડવામાં આવી. પરંતુ તેજ કામગીરી આજે પણ કરવાના આયોજન સમયે વાતાવરણ તંગ બન્યુ.  મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ પર થયેલા ધંધાકીય અને રહેણાક પ્રકારના દબાણો દૂર કરવા તંત્ર દ્વારા મોટી મશિનરી અને પોલીસો ખૂબજ મોટો કાફલો ખડકી દેવાયો. પરંતુ કામગીરી શરૂ થાય તે પૂર્વે જ સ્થાનીકોએ ઉગ્ર વિરોધ શરૂ કરી દેતા કામગીરી રોકી દેવાની ફરજ પડી. અસરગ્રસ્તોને વૈકલ્પીક વ્યવસ્થા આપવાની માંગ સાથે મહીલાઓએ ભારે સુત્રોચ્ચાર કરતા એએમસી અને પોલીસ અધિકારીઓ પણ વિચારમાં મૂકાઇ ગયા. તો બીજી તરફ સમગ્ર મામલે સ્થાનીક કોર્પોરેટર સહીત કોંગ્રેસના ધારાસભ્યોએ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કમિશ્નર સાથે મુલાકાત કરી સમગ્ર મામલામાં રાહત આપવાની માંગ કરી.
Jan 2,2020, 23:36 PM IST

Trending news