સમગ્ર અમદાવાદને દબાણ મુક્ત કરાશે, સારંગપુરમાં કામગીરી દરમિયાન ઘર્ષણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ રૂટને સમાંતર થયેલા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે. ત્યારે આજ કામગીરી ગઇકાલે સારંગપુર બ્રીજથી ગોમતીપુર થઇ રખીયાલ તરફ જતા કોરીડોર ઉપર પણ કરાઇ. જેમાં ગઇકાલે 17 દુકાનો તોડી પાડવામાં આવી. પરંતુ તેજ કામગીરી આજે પણ કરવાના આયોજન સમયે વાતાવરણ તંગ બન્યુ. મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ પર થયેલા ધંધાકીય અને રહેણાક પ્રકારના દબાણો દૂર કરવા તંત્ર દ્વારા મોટી મશિનરી અને પોલીસો ખૂબજ મોટો કાફલો ખડકી દેવાયો. પરંતુ કામગીરી શરૂ થાય તે પૂર્વે જ સ્થાનીકોએ ઉગ્ર વિરોધ શરૂ કરી દેતા કામગીરી રોકી દેવાની ફરજ પડી. અસરગ્રસ્તોને વૈકલ્પીક વ્યવસ્થા આપવાની માંગ સાથે મહીલાઓએ ભારે સુત્રોચ્ચાર કરતા એએમસી અને પોલીસ અધિકારીઓ પણ વિચારમાં મૂકાઇ ગયા. તો બીજી તરફ સમગ્ર મામલે સ્થાનીક કોર્પોરેટર સહીત કોંગ્રેસના ધારાસભ્યોએ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કમિશ્નર સાથે મુલાકાત કરી સમગ્ર મામલામાં રાહત આપવાની માંગ કરી.
Trending Photos
અર્પણ કાયદાવાલા/ અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ રૂટને સમાંતર થયેલા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે. ત્યારે આજ કામગીરી ગઇકાલે સારંગપુર બ્રીજથી ગોમતીપુર થઇ રખીયાલ તરફ જતા કોરીડોર ઉપર પણ કરાઇ. જેમાં ગઇકાલે 17 દુકાનો તોડી પાડવામાં આવી. પરંતુ તેજ કામગીરી આજે પણ કરવાના આયોજન સમયે વાતાવરણ તંગ બન્યુ. મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ પર થયેલા ધંધાકીય અને રહેણાક પ્રકારના દબાણો દૂર કરવા તંત્ર દ્વારા મોટી મશિનરી અને પોલીસો ખૂબજ મોટો કાફલો ખડકી દેવાયો. પરંતુ કામગીરી શરૂ થાય તે પૂર્વે જ સ્થાનીકોએ ઉગ્ર વિરોધ શરૂ કરી દેતા કામગીરી રોકી દેવાની ફરજ પડી. અસરગ્રસ્તોને વૈકલ્પીક વ્યવસ્થા આપવાની માંગ સાથે મહીલાઓએ ભારે સુત્રોચ્ચાર કરતા એએમસી અને પોલીસ અધિકારીઓ પણ વિચારમાં મૂકાઇ ગયા. તો બીજી તરફ સમગ્ર મામલે સ્થાનીક કોર્પોરેટર સહીત કોંગ્રેસના ધારાસભ્યોએ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કમિશ્નર સાથે મુલાકાત કરી સમગ્ર મામલામાં રાહત આપવાની માંગ કરી.
આખરે મ્યુનિસિપલ કમિશ્રરનો આખરી આદેશ આવતાની સાથે જ એએમસી અને પોલીસ અધિકારીઓએ ડીમોલીશન કામગીરી શરૂ કરી. પરંતુ ફરી એકવાર મહીલાઓએ હોબાળો મચાવતા મામલો ગરમાયો. એક તબક્કે કેટલાક અજાણ્યા તત્વોમાં સાંપ્રદાયીક સુત્રોચ્ચાર કરતા મામલો તંગ પણ બન્યો. પરંતુ ફરજ પરના પોલીસ અધિકારીઓએ સમયસૂચકતા વાપરીને મામલાને શાંત કરી દીધો. જ્યાં મહીલાઓ રડતી પણ જોવા મળી. આખરમાં એએમસી અધિકારીઓએ કમિશ્નરના આદેશનો અમલ કરવાની શરૂઆત કરી દેતા પોલીસે હળવો લાઠી ચાર્જ કરીને એકઠા થયેલા ટોળાને વિખેરી નાંખ્યુ.
બનાસકાંઠા: શહીદ જવાન સરદારભાઇ ચૌધરીની અંતિમ યાત્રામાં લાખો લોકો ઉમટી પડ્યાં
તો આ તરફ સ્થાનીકો તરફથી કરાયેલી વૈકલ્પીક વ્યવસ્થાની માંગ અંગે મ્યુનિસિપલ કમિશ્નરે મીડિયા સાથે વિસ્તૃત વાત કરી.. જેમાં રહેણાકના મકાનોની સામે નિયત નિતીનિયમો મુજબ મકાન આપવાની વાત કરી. તો આવીજ કામગીરી આગામી દિવસોમાં આજ રૂટ સહીત અન્ય વિસ્તારોમાં પણ કરવાની વાત કરી. નોંધનીય છેકે સારંગપુરથી ઓઢવ રીંગરોડ સુધીના સાડા છ કીલોમીટરના રૂટમાં આવતા બીઆરટીએસના કોરીડોરની સમાંતર થયેલા તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવનાર છે. ત્યારે આજ કામગીરી અન્ય વિસ્તારમાં પણ કરવાની વાત કમિશ્નરે કરતા આગામી દિવસોમાં મોટી કાર્યવાહી કરાશે તેમાં કોઇ શંકા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે