Invest in cryptocurrency News

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરો અને રોજનું 4 ટકા વ્યાજ મેળવો, રાજકોટમાં વેપારીઓ સાથે...
જો તમે ક્રિપ્ટો કરન્સિમાં રૂપીયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વનાં છે. રાજકોટમાં ક્રિપ્ટો કરન્સીના નામે રોકાણની આકર્ષક સ્કીમ આપી રાજકોટનાં એક વકીલ સહિત અનેક લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવી સુરતના ચાર શખ્સોએ છેતરપિંડી આચરી હતી. જેને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રવિવારે બે શખ્સને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં ઉદયપુરની હોટલમાં મેગાટ્રોન લોન્ચિંગ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી 300 રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતનાં રોકાણકારોએ કરોડો રૂપીયાનું રોકાણ કર્યું હોવાનું ખુલ્યું છે. જેને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે.
Dec 20,2021, 23:19 PM IST

Trending news