ips officer

IAS કે IPS? બંનેમાં કોણ સૌથી વધુ પાવરફૂલ હોય છે અને કોનો દબદબો વધુ હોય છે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એક્ઝામ (UPSC Exam) ને ભારતની સૌથી અઘરી પરીક્ષામાંની એક માનવામાં આવે છે. આ એક્ઝામને પાસ કર્યા બાદ જ આઈએએસ (IAS), આઈપીએસ (IPS), આઈઈએએસ કે આઈએફએસ અધિકારીનું સિલેક્શન થતુ હોય છે. આ તમામ અધિકારીઓનું કામ અલગ અલગ હોય છે અને તેમની ભૂમિકા પણ અલગ હોય છે. આજે અમે તમને જણાવીએ કે, આઈએએસ અને આઈપીએસમાં શુ ભેદ (Difference between IAS and IPS) હોય છે, અને બંનેમાંથી કોણ વધુ પાવરફુલ હોય છે.

Sep 25, 2021, 04:20 PM IST

Success story: તનતોડ મહેનત કરીને કોન્સ્ટેબલથી IPS ઓફિસર બન્યા, ખુબ જ પ્રેરણાદાયક છે Vijay Singh ની કહાની

રાજસ્થાનના ઝૂંઝૂનુંમાં રહેતા વિજયસિંહ ગુર્જરની વર્ષ 2010માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પસંદગી થઈ. ત્યારબાદ પણ તેમણે આકરી મહેનત ચાલુ રાખી અને યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઈપીએસ ઓફિસર બન્યા

Jul 1, 2021, 02:29 PM IST

DIG મહેશ નાયક કોરોના સામેની જંગ હાર્યા, 12 દિવસમાં જ તોડ્યો દમ

  • સમગ્ર ગુજરાતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે તે રીતે જ ગુજરાત પોલીસ તંત્રમાં પણ કોરોના વકરી રહ્યો છે
  • આજની તારીખે રાજ્યમાં અનેક પોલીસ કર્મચારી અને અિધકારી કોરોનાગ્રસ્ત છે

Apr 10, 2021, 07:31 AM IST

વેપારીએ 5 કરોડનાં સોનાના દાગીના લઇને લીધા, IPS અધિકારી મધ્યસ્થી કરી કરોડો ઓછા લેવા ધમકી આપી

બોપલમાં રહેતા સિનિયર સીટીઝન સોનાચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે અમદાવાદનાં એક વ્યક્તિને અત્યાર સુધી 10 કીલો સોનાના દાગીના બનાવી આપ્યા હતા. તેના રૂપિયા આપવાના બદલે સામેની પાર્ટીએ પોલીસની મદદથી દબાણ શરૂ કર્યું હતું. આ અંગે પોલીસ કમિશ્નરમાં અરજી કરવામાં આવી હતી. જેથી અમદાવાદનાં એક આઇપીએસ અધિકારી દ્વારા બંન્ને વચ્ચે મધ્યસ્થી કરવામાં આવી હતી. જો કે નાણા ચુકવનાર પાર્ટી બીજા દિવસે નાણા આપવાની મનાઇ કરી દીધી હતી. જો કે તે વગદાર હોવાથી તેની સામે કંઇ થઇ શકે તેમ નથી તેવું લાગતા સ્યુસાઇડ નોટ લખીને વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

Dec 31, 2020, 07:04 PM IST

આ IPS અધિકારીએ માત્ર 50 રૂપિયામાં કરી CORONA ની સારવાર, લાખોમાં સારવાર કરાવતા લોકો સાવધાન

કોરોના લોકડાઉનમાં જ્યારે આખું વિશ્વ કોરના સામે લડી રહ્યું હતું, ત્યારે ગુજરાત પોલીસ પણ કોરોના કહેર વચ્ચે પોતાની ફરજ પર અડગ હતી ત્યારે ગુજરાત પોલીસની  કરાઈ અકાદમીના એસપી હરેશ દુધાતને અમદાવાદમાં કોરના કેસ વધી રહયા હતા, ત્યારે એસપી હરેશ દુધાતને અમદાવાદમાં લોકડાઉનની ખાસ જવાબદારી સોપવા માં આવી હતી. જે તેમણે ત્રણ થી ચાર મહિના સુધી ખુબ જ ઉમદા રીતે પૂર્ણ કરી ત્યાર બાદ સુરતામાં કોરોના કેસ દિવસેને દિવસે વધુ સામે આવતા હતા.

Nov 12, 2020, 07:49 PM IST
IPS Jay Viru Viral On Social Media PT4M56S

IPS જય વીરુની જોડી ગુજરાતના ગબ્બર પર પડી રહ્યા છે ભારી, આ કાર્ટુન થઇ રહ્યું છે વાયરલ

રાજ્યના નેતાઓ અને કેટલાક અધિકારીઓનાં કાર્ટૂન તો તમે વાયરલ થતા ખુબ જ જોયા હશે. જો કે આ તમામ મોટે ભાગે નેટેગિવ જ હોય છે. મોટે ભાગે પોલીસ અને પોલીસ અધિકારીઓની છબી લોકોનાં મગજમાં ખુબ જ વિપરિત જ હોય છે, પરંતુ હાલમાં રાજ્યના બે IPS અધિકારીઓના કાર્ટૂન સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. ખુબ જ પોઝિટિવ અર્થમાં આ અધિકારીનાં કાર્ટુન વાયરલ થઇ રહ્યા છે. રાજ્યનાં બે આઇપીએસ અધિકારીઓનાં સકારાત્મક કાર્ટુનમાં બંન્નેને ફિલ્મ શોલેના જય વિરૂ દર્શાવવામાં આવ્યા છે. જે ગુજરાતના ગબ્બરો પર ભારે પડી રહ્યા છે.

Oct 19, 2020, 08:40 PM IST

30-40 વર્ષ પહેલા શાળા છોડ્યા બાદ આ દિગ્ગજો ફરી સ્કૂલમાં ભણવા પહોંચ્યા

સામાન્ય રીતે શાળાનું નામ આવે એટલે નાના ભુલકાઓનું દ્રશ્ય નજર સામે આવી જાય પરંતુ કેટલાક એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ 30-40 વર્ષ પહેલા અભ્યાસ કરી ચુક્યા છે. અને આજે ફરી શાળાએ પહોંચ્યા છે. પોતાની શાળાના સમયનાએ સંસ્મરણોને ફરી તાજા કરવા માટે પહોંચ્યા હતા. 
 

May 12, 2019, 11:27 PM IST

અમદાવાદ: નકલી IPS ઓફિસર બની લાખોની છેતરપીંડી કરનાર યુવક ઝડપાયો

અમદાવાદના ચાંદખેડા પોલીસે નકલી IPS બની ફરતા એક યુવકની ધરપકડ કરી છે. આરોપી યુવક લોકોને નોકરી અપાવવાની લાલચ અને પેટ્રોલ પંમ્પનું લાઇસન્સ અપાવવાનું કહી છેતરપિંડી કરતો હતો. આરોપી કેટલા સમયથી આવી છેતરપીંડી કરી રહ્યો હતો અને કેટલા લોકોને સાથે છેતરપીંડી કરી છે તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. 

May 11, 2019, 06:55 PM IST

ગુજરાતના આઇપીએસ અધિકારીની પત્નીના ખાતામાંથી રૂપિયા ઉપાડનાર ગેંગની ધરપકડ

ગુજરાતના આઇપીએસ અધિકારીના પત્નીના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા પડાવનારી ગેંગના ચાર શખ્સોની સાયબર ક્રાઇમ બ્રાંચએ દિલ્લીથી ધરપકડ કરી લીધી છે.  સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં આવેલા આ શખ્સોનો નામ છે, શ્રધ્ધાનંદ , નમન શર્મા , વિવેક જુયાલ , સાયબર ક્રાઇમ બ્રાંચએ આ તમામની દિલ્લીના ગ્રેટર નોઈડા ખાતેથી ધરપકડ કરી છે. 

Apr 20, 2019, 05:39 PM IST

1998ના NDPSકેસમાં પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની સીઆઇડી ક્રાઇમે કરી અટકાયત

1998માં રાજસ્થાનના પાલીના એક વકીલ પર ખોટી રીતે કેસ કરવાની બાબતે સીઆઇડીએ સંજીવ ભટ્ટની અટકાયત કરવામાં આવી છે.

Sep 5, 2018, 10:55 AM IST

રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર 33 IPS અધિકારી અને 9 રેન્જ IGની બદલી

ગાંધીનગરઃ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગે 33 આઈપીએસ ઓફિસર અને 9 રેન્જ આઈજીની બદલી કરી છે. આ સાથે અનેક શહેરોના પોલીસ કમિશનરની પણ બદલી થઈ છે. રાજકોટના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતને વડોદરાના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે તો રાજકોટના પોલીસ કમિશનર તરીકે મનોજ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. 
કોની ક્યાં બદલી?

Jul 17, 2018, 12:04 AM IST

IPS ઓફિસર નિર્લિપ્ત રાયની બદલી, બન્યા અમરેલીના SP

IPS Officer Nirlipt Ray will new SP of of Amreli District

Jun 4, 2018, 10:25 PM IST

બીટકોઈનનો મામલો: CID ક્રાઈમ ટીમ IPSને બંગલેથી ઉપાડીને ગાંધીનગર લઇ આવી

 અમરેલી બિટકોઈન મામલે એલસીબીના પીઆઈ અનંત પટેલની ધરપકડ બાદની પુછપરછમાં LCBના SP જગદીશ પટેલની પણ સંડોવણી બહાર આવતા CID ક્રાઈમે LCBના SP જગદીશ પટેલની રવિવાર સાંજે જ અમરેલીમાંથી ધરપકડ કરી લીધી છે. 

Apr 23, 2018, 11:00 AM IST

આખરે ગુજરાતને મળ્યા કાયમી DGP, શિવાનંદ ઝાએ સંભાળ્યો પોલીસ વડાનો ચાર્જ

ગાંધીનગરઃ રાજ્યના 37માં પોલીસ વડા તરીકે 1983ની બેંચના આઈપીએસ અધિકારી શિવાનંદ ઝાની નિમણુંક કરવામાં આવી છે. તેઓ કાર્યકારી ડીજીપી પ્રમોદ કુમારનું સ્થાન લેશે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદનું આયોજન કરીને શિવાનંદ ઝાના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. શિવાનંદ હાલ આઈબીના ડીજી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ હવે બે વર્ષથી વધુના સમય માટે રાજ્યના ડીજીપી રહેશે.

Feb 28, 2018, 03:45 PM IST