નીલ ચંદ્ર પર ઉતર્યો ત્યારે તેની ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા? વિજ્ઞાનીઓને ફરી શરૂ કરવી પડી સમયની ગણતરી

NASA want a time zone on the moon : નાસાના વિજ્ઞાનીઓએ ચંદ્ર અને પૃથ્વીના સમયની સરખામણી શોધી કાઢી છે, જેનાથી ભવિષ્યમાં ચંદ્ર પર થઈ રહેલા સંશોધન વિશે વધુ માહિતી મેળવી શકાય
 

નીલ ચંદ્ર પર ઉતર્યો ત્યારે તેની ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા? વિજ્ઞાનીઓને ફરી શરૂ કરવી પડી સમયની ગણતરી

NASA's Moon mission : આપણા માટે બ્રહ્માંડની દુનિયા હંમેશાથી રહસ્યમયી રહી છે. પૃથ્વી બાદ પણ કોઈ ગ્રહ પર જીવન છે ખરું તે હજી માનવો શોધી શક્યા નથી. માણસો બ્ર્રહ્માંડના અનેક ગ્રહો પર પહોંચી ગયા છે, પરંતુ હજી પણ તેના રહસ્યો ઉકેલી શક્યા નથી. વૈજ્ઞાનિકો ચંદ્ર પર તો પહોંચી ગયા, પણ હજી પણ ચંદ્ર પર વસવાના ખ્વાબ જોઈ શક્યા નથી. આ માટે નાસાના વિજ્ઞાનીઓએ પૃથ્વી અને ચંદ્રના સમયના ફરકની ગણતરી શરૂ કરી છે. આ રીતે અવકાશયાત્રીઓની ચંદ્રયાત્રાની ગણતરીઓ સરળ બનશે. 

પૃથ્વીની સરખામણીમાં ચંદ્ર પર કેટલી વધારે ઝડપથી સમય પસાર થાય છે તેની ગણતરી નાસાના વિજ્ઞાનીઓએ કરી નાંખી છે. નાસાના વિજ્ઞાનીઓએ કરેલી ગણતરી અનુસાર, ચંદ્ર પર પૃથ્વીની સરખામણીમાં 57.50 માઈક્રોસેકન્ડ વધારે ઝડપથી સમય પસાર થાય છે. 

Add Zee News as a Preferred Source

21 જુલાઈ 1969 ના રોજ અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે પહેલીવાર ચંદ્ર પર પગ મૂક્યો હતો. ત્યારે પૃથ્વીના સ્ટાન્ડર્ડ સમય અનુસાર વહેલી સવારના 2.56 કલાક વાગ્યા હતા. પરંતુ નીલની ઘડિયાળમાં ચંદ્ર પર શું સમય હતો તે હજી સુધી જાણી શકાયુ નથી. ત્યારે કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં કામ કરતા ભૌતિક શાસ્ત્રીઓની ટીમે ચંદ્રના સમયની ગણતરી શોધી કાઢી છે. 

આ ટીમ દ્વારા એઆરએક્સફોર પ્રિપ્રિન્ટ સર્વર મૂકવામાં આવ્યું હતું. પૃથ્વી પર જેમ યુનિવર્સલ કોઓર્ડિનેટેડ ટાઈમ યુટીસી છે, તેમ હવે ચંદ્ર પર એલટીસી નક્કી કરાશે. 

ચંદ્ર પર ભવિષ્યમાં થનારી માનવ પ્રવૃત્તિઓનું સંકલન કરવા માટે ચંદ્રનો સમય એક મહત્વનુ પરિબળ છે. ચંદ્રનો સમય નક્કી થાય તો લેન્ડર, રોવર અને ઓર્બિટરના તમામ એકમો વચ્ચે સંકલન સાધવામાં સરળતા રહે. જેથી પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સંકલન પણ યોગ્ય રીતે કરી શકાય. 

ચંદ્ર પર નાસા, ચીન, ભારત, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના યાન મોકલીને સંશોધન કરી રહ્યા છે. આવામાં ચંદ્ર પરના સમયની સચોટ માહિતી હોવી જરૂરી છે, તો જ આગળનું સંશોધન થઈ શકશે તેવુ વિજ્ઞાનીઓ સમજી ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news