close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાષ્ટ્રીય સમાચાર : કમલેશ તિવારી હત્યાકાંડ આરોપી અશફાક, મોઈનુદ્દીન પર 2.50 લાખનું ઈનામ જાહેર

હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાને અંજામ આપીને ફરાર થઈ જનારા બે હત્યારાઓ ઉપર ઉત્તર પ્રદેશ પોલીસે ઈનામ જાહેર કર્યુ છે. અશફાક અને મોઈનુદ્દીન પઠાણ પર અઢી-અઢી લાખનું ઈનામ જાહેર કરાયું છે.

Viral Raval Viral Raval | Updated: Oct 21, 2019, 11:45 AM IST
રાષ્ટ્રીય સમાચાર : કમલેશ તિવારી હત્યાકાંડ આરોપી અશફાક, મોઈનુદ્દીન પર 2.50 લાખનું ઈનામ જાહેર
ફાઈલ તસવીર

લખનઉ: હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાને અંજામ આપીને ફરાર થઈ જનારા બે હત્યારાઓ ઉપર ઉત્તર પ્રદેશ પોલીસે ઈનામ જાહેર કર્યુ છે. અશફાક અને મોઈનુદ્દીન પઠાણ પર અઢી-અઢી લાખનું ઈનામ જાહેર કરાયું છે. આ દરમિયાન સંદિગ્ધ હત્યારાઓ શાહજહાપુરમાં જોવા મળ્યા છે. ત્યારબાદ એસટીએફએ હોટલો અને મદરેસાઓના વેઈટિંગ રૂમોમાં તાબડતોબ દરોડા પાડ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સંદિગ્ધ જોવા મળ્યા છે. હાલ એસટીએફ શાહજહાપુરમાં ડેરા જમાવીને બેઠા છે અને કડકાઈથી આરોપીઓની તપાસ કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો કમલેશ તિવારીની હત્યાના સંદિગ્ધ હત્યારાઓ લખીમપુર જિલ્લાના પલિયાથી ઈનોવા ગાડી બુક કરાવીને શાહજહાપુર પહોંચ્યા હતાં. 

વધુ એક હિન્દુવાદી નેતાને મળી ધમકી, 'એક મહિનામાં તારા હાલ પણ કમલેશ તિવારી જેવા થશે'

સંદિગ્ધોનું લોકેશન શાહજહાપુર મળતા જ એસટીએફએ મોડી રાતે 4 વાગે અનેક હોટલો અને મદરેસાઓ તથા વેઈટિંગ રૂમો પર દરોડા પાડ્યાં. રેલવે સ્ટેશન પર હોટલ પેરેડાઈસમાં લાગેલા કેમેરાના સીટીટીવી ફૂટેજમાં બંને સંદિગ્ધ હત્યારાઓ જોવા મળ્યાં. બંને સંદિગ્ધોએ રેલવે સ્ટેશન પર ઈનોવા ગાડી છોડી દીધી અને પગપાળા રોડવેઝ બસ સ્ટેન્ડ તરફ જતા જોવા મળ્યા છે. એસટીએફએ ઈનોવા ગાડી કબ્જે કરી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સંદિગ્ધ શાહજહાપુરમાં જ ક્યાક છૂપાયેલા છે. એસટીએફના દરોડાથી હોટલવાળા પણ સ્તબ્ધ છે. 

જુઓ LIVE TV

નોંધનીય છે કે હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ અને હિન્દુ મહાસભાના પૂર્વ નેતા કમલેશ તિવારીની શુક્રવારે ધોળે દિવસે તેમની ઓફિસમાં ઘૂસીને નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી. તેમને તત્કાળ ટ્રોમા સેન્ટર લઈ જવાયા પરંતુ સારવાર દરમિયાન દમ તોડ્યો. ભગવા વસ્ત્રો પહેરીને આવેલા હુમલાખોરોએ મીઠાઈનો ડબ્બો સોંપવાના બહાને ખુર્શીદ બાગ વિસ્તારમાં આવેલા તેમના કાર્યાલયમાં ઘૂસ્યા હતાં. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...