'આર્ટિકલ 370'માં PM મોદીના રોલમાં છવાઈ ગયા આ અભિનેતા, ઓળખ્યા તમે? નામ જાણીને ચોંકી જશો
ફિલ્મ આર્ટિકલ 370ના મેકર્સે યામી ગૌતમની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે અને ખરેખર જોઈને તમારા રૂવાડાં ઉભા થઈ જાય. ફિલ્મના ટ્રેલરને ચારેબાજુથી પોઝિટિવ રિએક્શન મળી રહ્યો છે. જો કે ફિલ્મમાં પીએમ મોદીની ભૂમિકા ભજવનાર અભિનેતા હાલ ખુબ ચર્ચામાં છે.
Trending Photos
ફિલ્મ આર્ટિકલ 370ના મેકર્સે યામી ગૌતમની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે અને ખરેખર જોઈને તમારા રૂવાડાં ઉભા થઈ જાય. ફિલ્મના ટ્રેલરને ચારેબાજુથી પોઝિટિવ રિએક્શન મળી રહ્યો છે. જો કે ફિલ્મમાં પીએમ મોદીની ભૂમિકા ભજવનાર રામાયણ ફેમ અભિનેતા અરુણ ગોવિલે પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે. ફેન્સ જોઈને ખુશ તો થઈ ગયા પરંતુ સાથે સાથે તેમને પીએમ મોદીની ભૂમિકામાં જોઈને અચંબિત પણ થયા. ટેલિવિઝિન પર રામની ભૂમિકા ભજવ્યા બાદ અરુણ ગોવિલ હવે આ ફિલ્મ દ્વારા પોતાના લુક અને પરફોર્મન્સથી ફેન્સને ઈમ્પ્રેસ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
ફિલ્મમાં અરુણ ગોવિલ પીએમ મોદીના પાત્રમાં તો ટીવી અભિનેતા કિરણ કરમકર ગૃહમંત્રી અમિત શાહની ભૂમિકામાં જોવા મળશે. 2 મિનિટ 40 સેકન્ડના ટ્રેલરમાં યામીના પાત્રને કાશ્મીરમાં 'ખોવાયેલો મામલો' ગણાવવામાં આવ્યો છે અને એક ઈન્ટેલિજન્સ અધિકારી તરીકે તેનું પાત્ર દમદાર છે. કિરણને નેતાઓ વચ્ચે ભાષણ આપતા જોઈને દરેક દંગ રહી ગયા છે. અરુણ ગોવિલને થોડી વાર માટે પણ જોઈને ફેન્સને મજા પડી ગઈ છે. ફેન્સ તો એમ પણ કહી રહ્યા છે કે ફાઈનલી ભગવાન રામના પાત્રથી અલગ કઈક કર્યું અને તે પણ સારું કર્યું.
આર્ટિકલ 370માં યામીનો રોલ
યામી ફિલ્મમાં ત્યારબાદ એનઆઈએમાં સામેલ થાય છે અને તેણે કાશ્મીરમાં એક મિશનને અંજામ આપવાનો હોય છે. સરકાર કલમ 370 હટાવવા માંગે છે, પછી ભલે તેના માટે કોઈ પણ કિંમત ચૂકવવી પડે. રાજકીય ઉથલપાથલ છતાં યામીનું પાત્ર અને સરકાર બંનેને મજબૂતાઈથી દર્શાવવામાં આવ્યા છે. શાસ્વત સચદેવનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ જબરદસ્ત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે