kevadia

પાંચ દિવસ બંધ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ વાંચીને ફરવા જવાનો પ્રોગ્રામ બનાવજો, નહિ તો ધક્કો પડશે

કેવડિયા (Kevadia) ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પાંચ દિવસ બંધ રહેશે. હાલ સ્ટેચ્ચુ ઓફ યુનિટી માત્ર ગુજરાતમા જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણીને પગલે પાંચ દિવસ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ (tourists) માટે બંધ રહેશે. 28, 29, 30, 31 ઓક્ટોબરે કાર્યક્રમને લઈને કેવડિયા પ્રવાસન સ્થળ બંધ રહેશે. પ્રોટોકોલ મુજબ ઓનલાઈન ટિકિટ બંધ કરી દેવાઈ છે. હાલ ઓનલાઈન ટિકિટ બુકિંગ થતું નથી. 

Oct 17, 2021, 03:12 PM IST

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે: PM મોદી 31 ઓક્ટોબરે કેવડિયામાં હાજર રહેશે, અધિકારીઓનો ધમધમાટ

2021 માં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી કેવડિયા ખાતે ભવ્ય રીતે કરવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રીયકક્ષાનો સમારોહ કેવડિયા ખાતે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે. કેદ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ કેવડિયા ખાતે સમિક્ષા બેઠક યોજી હતી. 

Oct 8, 2021, 11:22 PM IST

ઓક્ટોબર મહિનાના અંતમાં ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી શકે છે PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. 

Oct 7, 2021, 03:41 PM IST

6 સિંહના બદલામાં ગુજરાતને મળ્યો ‘ઈલેક્શન’ ગેંડો, જૂનાગઢનું બિહાર સાથે એનિમિલ એક્સચેન્જ

ગુજરાત પાસે સિંહો (Asiatic lions) નો ખજાનો છે. ત્યારે ગુજરાત મોટાપાયે એનિમલ એક્સચેન્જ કરે છે. ત્યારે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ગુજરાતમાં 6 સિંહોના બદલામાં બિહારથી એક ગેંડો આવ્યો છે. બિહારના ઝૂ સાથે એક્સચેન્જ પ્રોગ્રામમાં 6 ગુજરાતથી 6 સિંહ મોકલવામાં આવ્યા છે, તેની સાથે એક ગેંડો લાવવામાં આવ્યો છે. બિહારથી લાવવામા આવેલ આ ગેંડાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મૂકવામાં આવશે. 

Sep 23, 2021, 12:33 PM IST

ઈલેક્શન મોડમાં આવ્યા નીતિન પટેલ, હિન્દુત્વને લઈને આપ્યું વધુ એક મોટું નિવેદન

ગુજરાતમાં 2022માં વિધાનસભા ચૂંટણી છે અને રાજકીય પક્ષો ઈલેક્શન મોડમાં આવી ગયા છે. આવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક પછી એક ચોંકાવનારા નિવેદન કરી રહ્યાં છે. તેમનુ વધુ એક નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. હિન્દુત્વ (Hinduism) ના મુદ્દા બાદ હવે નીતિન પટેલે ગૌમાતા પર આપેલા નિવેદનથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ (Nitin Patel) અલાહાબાદ હાઈકોર્ટના ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાના સુચન પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, હિન્દુ ધર્મમાં અને સંસ્કૃતિમાં ગૌમાતા હજારો વર્ષથી પૂજનીય છે અને વર્ષોથી આપણે ગૌમાતાને માતાની જેમ જ પૂજીએ છીએ. ભારત સરકાર અને રાજ્ય સરકાર પણ ગૌમાતાની સુરક્ષા માટે કટિબદ્ધ છે. અને ગુજરાતમાં તો ગૌહત્યા પર પ્રતિબંધ છે અને તેની સામે કડક કાયદો છે. ગૌહત્યા કરનારાઓને કડક સજા કરી જેલમાં પૂર્યા છે અને હજુ કરતા રહીશું.

Sep 3, 2021, 10:16 AM IST

કેવડિયામાં રાજનાથ સિંહે કહ્યું, ગુજરાતની પર્ફોમન્સ પોલિટિક્સની શરૂઆતે દેશની રાજનીતિ બદલી નાંખી

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કારોબારીમાં સંબોધન કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સફળતાનું કારણ એ છે કે ભાજપે સત્તાથી લોકોનું જીવન બદલ્યું

Sep 2, 2021, 12:38 PM IST

Sardar Sarovar Dam પાસે અનુભવાયો ભૂકંપનો આંચકો, 50 કિમી દૂર હતું કેંદ્ર બિંદુ

ઈન્સ્ટીટ્યુટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ, ગાંધીનગર (Gandhinagar) ના જણાવ્યા પ્રમાણે આજે સવારે 11:09 કલાકે કેવડિયા (Kevadia) માં 1.2ની તિવ્રતાનો ભૂકંપ (Earthquake) નો આંચકો નોંધાયો હતો.

Jul 8, 2021, 01:42 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનશે એવુ ભૂલભૂલૈયા ગાર્ડન, જેને આખું વિશ્વ જોતુ રહી જશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે કેવડિયા જેવુ ખોબા જેવડુ ગામ વિશ્વભરમા ફેમસ થઈ ગયુ છે. કેવડિયા (kevadia) માં એક બાદ એક અનેક આકર્ષણો ઉમેરાઈ રહ્યા છે. ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યુ છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી (statue of unity) ખાતે 5 એકર જમીનમાં ભુલભુલૈયા ગાર્ડન તૈયાર કરાઇ રહ્યો છે. જેમાં આવનાર દરેક પ્રવાસીને રસ પડશે. 

Jun 27, 2021, 03:54 PM IST

ગુજરાતની વર્લ્ડ ફેમસ ટુરિઝમ સાઈટ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકાશે

 • ગત માર્ચ મહિનામાં કોરોનાંની પ્રથમ લહેરના કારણે લગભગ 6 મહિના સ્ટેચ્યુ બંધ રહયું હતું
 • આજથી ફરીથી આ સ્થળ શરૂ કરાશે. આ સાથે જ હોટલો અને ટેન્ટ સિટીઓની પણ ઇન્ક્વાયરી શરૂ થઈ ગઈ

Jun 8, 2021, 08:03 AM IST

પીએમ મોદીના સપનાનું છે આ શહેર, જેને યુરોપ જેવુ બનાવવા લેવાયો મોટો નિર્ણય

 • ગુજરાતનું આ નાનકડુ શહેર કેવડિયા પણ યુરોપ જેવું દેખાશે. યુરોપની તર્જ પર કેવડિયાનું ડેવલપમેન્ટ થશે
 • કેવડિયા દેશનું પહેલું ઈલેક્ટ્રિક વ્હીકલ શહેર બનશે, જ્યાં પ્રવાસીઓને અવરજવર માટે માત્ર ઈલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરાશે

Jun 6, 2021, 10:01 AM IST

ગુજરાતના આ ડેસ્ટિનેશન પર લગ્ન કરવા તલપાપડ છે માલેતુજારો, પહાડીઓ વચ્ચે થાય છે જોડીઓનું મિલન

Condé Nast Traveller આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ મેગેઝીનમાં બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ સ્થળ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ની ટેન્ટ સિટી (Tent City) નો સમાવેશ કરાયો 

Mar 25, 2021, 04:56 PM IST

Statue of Unity પર રેકોર્ડબ્રેક મુસાફરો નોંધાયા, ગીરના સિંહોને જોનારા વિઝીટર્સ પણ વધ્યા

 • સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો
 • સાસણ ગીર જંગલમાં પણ રેકોર્ડબ્રેક 8 લાખ મુસાફરો નોંધાયા

Mar 16, 2021, 07:56 AM IST

ગુજરાતમાં PM મોદીનું આગમન, કેવડિયામાં સેનાના જવાનોનું મનોબળ વધારતું સંબોધન કરશે

 • નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ ઓલ ઈન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સ દિલ્હી બહાર યોજવા પર ભાર મૂક્યો હતો
 • આ વર્ષે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સાંનિધ્યમાં કોન્ફરન્સ યોજાઈ છે
 • ZEE 24 કલાક પ્રધાનમંત્રી મોદીના ગુજરાત કાર્યક્રમની પળપળની ખબર સૌથી પહેલા આપને બતાવી રહ્યું છે

Mar 6, 2021, 07:58 AM IST

Rajnath Singh ની હાજરીમાં કેવડિયા ખાતે યોજાયું ડિફેન્સના સાધનોનું પ્રદર્શન

કેવડિયા ટેન્ટ સિટી (Kevadia Tent City) ખાતે આજથી શરૂ થયેલ સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સ (Joint Commander Conference) જે 3 દિવસ ચાલનારી છે. આ કોંફરન્સમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ (Defense Minister Rajnath Singh) એ પણ હાજરી આપી હતી.

Mar 5, 2021, 10:55 PM IST

કેવડિયાથી આવ્યા સારા સમાચાર, આવતીકાલે PM Modi ગુજરાતને આપશે મોટી ભેટ

 • પ્રધાનમંત્રી મોદી આવતીકાલે કેવડિયામાં નવા પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવશે
 • સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનારા મુસાફરોને અંડર વોટર હોટલનુ નવુ નજરાણુ મળશે

Mar 5, 2021, 12:31 PM IST

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ વધતા ઓનલાઇન ટિકિટની મર્યાદા હટાવાઇ

હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનું લોકાર્પણ કેવડિયામાં કરવામાં આવ્યું અને પ્રધાનમંત્રી આશાવાદ છે કે, હવે આવનારા દિવસોમાં રોજના 1 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવશે

Jan 23, 2021, 10:56 AM IST