Life luxury living life News

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, હંમેશા કરતો રહે છે પાર્ટી
નવી દિલ્લીઃ સામાન્ય રીતે કોઈપણ સ્પોર્ટસ કે ફિલ્મોથી જાણીતી બનેલી સેલિબ્રિટિ કેવી લાઈફ સ્ટાઈલ જીવે છે તે જાણવાનો બધાને રસ હોય છે. પણ અહીં વાત કરીશું ક્રિકેટ જગતના એવા કમાલના ખેલાડીની જે દુનિયામાં અનોખો છે. મેદાનમાં તેની બેટિંગ જેટલી તોફાની છે, રિયલ લાઈફમાં તેની જીદંગી એના કરતા પણ વધારે તોફાન અને મોજ-મસ્તીથી ભરેલી છે. અમે વાત કરી રહ્યાં છીએ દુનિયાના સૌથી સ્ફોટક બેટ્સમેન અને યુનિવર્સ બોસના નામે જાણીતા વેસ્ટઈન્ડિઝના ધુઆધાર બેટ્સમેન ક્રિસ ગેલની. Chris Gayle જેવી લકઝરીયસ લાઈફ કોઈ ખેલાડી નહીં જીવતું હોય. તે જમૈકાની પહાડિયોં વચ્ચે પોતાના આલીશાન બંગલામાં શાનથી રહે છે. ગેલને વાઈન, પાર્ટી અને ગર્લ્સનો શોખ છે. તે પોતાના ઘરે જ પત્નીની સામે જ પોતોની જૂની ગર્લફ્રેન્ડ્સ સાથે મળીને પાર્ટી કરતો હોય છે. એટલું જ નહીં ક્રિસ ગેલ પાસે મર્સિડીઝ, લૈમ્બોર્ગિની, લૈંડ ક્રૂઝર જેવી શાનદાર ગાડીઓ અને હાર્લી ડેવિડસનનું બાઈક છે.   
May 31,2021, 13:42 PM IST

Trending news