locust crisis

સૌરાષ્ટ્રના ખેડૂતોને તીડના સંકટથી બચાવવા જીતુ વાઘાણીની રાજ્ય સરકારને રજૂઆત

સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં પાક ઉપર તીડના આક્રમણથી પરેશાન થયેલા ખેડૂતોને મદદ મળે તે માટે ભાજપ પ્રમુખે રજુઆત કરી છે. ખેડૂતોની મુશ્કેલી સમયે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી રૂપાણી અને કૃષિમંત્રી આર સી ફળદુને રજૂઆત કરી છે. ખેડૂતોને જરૂરી તમામ સહાય સત્વરે મળી રહે તે સુનિશ્ચિત કરવા અંગે ભાજપ પ્રમુખે રજુઆત કરી છે. જીતુ વાઘાણીએ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી લહેરાતા પાક ઉપર તીડના આક્રમણથી પરેશાન થયેલા ખેડૂતોની મુશ્કેલીથી સરકારને તાત્કાલિક સચેત કરી છે.

May 22, 2020, 09:36 PM IST