Lrd protest News

પહેલા રોજગારી પછી ચૂંટણી : સરકારી નોકરીમાં ભરતી માટે યુવાનોની પેટાચૂંટણી બહિષ્કારની
ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવાની માંગ સાથે ડિજીટલ અભિયાન શરૂ કરાયું છે. સાથે જ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે. શિક્ષિત બેરોજગાર યુવાનોએ આજથી 10 લાખ ટ્વિટના લક્ષ્યાંક સાથે નવું હેશટેગ શરૂ કર્યું છે. સરકારે જાહેર કરેલા મહેકમ મુજબ ભરતી કરવામાં આવે તેવી માંગ યુવાનો દ્વારા કરાઈ છે. જો ચૂંટણીની તારીખ જાહેર કરી શકાતી હોય તો પરીક્ષાની તારીખોનું એલાન કેમ ન કરી શકાય તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. વધુમાં વધુ ટ્વિટના માધ્યમથી પોતાનો અવાજ સરકારના કાન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ કરાયો છે. ત્યારે વધુમાં વધુ ટ્વિટ થતા જ ટ્વિટર પર આ હેશટેગ ટ્રેન્ડિંગમાં આવી ગયું છે. અત્યાર સુધી આ હેશટેગમાં 26 હજારથી વધુ ટ્વિટ થઈ ચૂકી છે. 
Jul 16,2020, 15:42 PM IST
સરકારી ભરતી આંદોલન અચાનક છોડનાર યુવરાજસિંહનો આરોપ, ઉત્તર ગુજરાતની લોબી રાજકારણ રમી ર
Jul 12,2020, 11:14 AM IST
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની આજે બપોરે 3 વાગે સરકાર યોજાનારી બેઠક પર સૌની નજર
શિક્ષિત બેરોજગારોની અટકી પડેલી ભરતી પ્રક્રિયા સંદર્ભે આજે મહત્વની બેઠક ગાંધીનગરમાં યોજાશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્યો સાથે બેઠક યોજાશે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ આ બેઠકમાં હાજરી આપશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચેમ્બરમાં બપોરે ત્રણ વાગ્યે બેઠક યોજાશે. જેમાં દિનેશ બામણીયા, યુવરાજસિંહ જાડેજા, પૂર્વી પટેલ, પ્રવિણ રામ, નીરવ જોષી, કમલેશ સોલંકી અને શરદ સાધુ સહિત લોકો સરકાર સાથે બેઠક કરશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં યોજાનારી બેઠકમાં સંકલન સમિતિના સભ્યોએ પોતાની કોર કમિટી નક્કી કરી છે. 
Jul 10,2020, 11:59 AM IST
LRD ભરતીમાં સરકારની જાહેરાત છતા આંદોલન યથાવત, હવે પુરુષો પણ પિક્ચરમાં આવ્ય
અનામત આંદોલન મામલામાં પરિપત્ર મામલે સરકારની જાહેરાતથી અસંતોષ બિનઅનામત વર્ગનું આંદોલન યથાવત છે. તો બીજી તરફ, LRD ભરતીમાં સરકારના નિર્ણય બાદ પણ અનામત વર્ગની મહિલા ઉમેદવારોનું આંદોલન ગાંધીનગરમાં ચાલુ જ છે. તો સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલાઓના આંદોલનનો આજે 70મો દિવસ છે. 1-08-2018નો ઠરાવ રદ્દ કરવા આંદોલન ચાલુ રહેશે તેવુ તેઓનું કહેવુ છે. સરકાર ઠરાવ રદ્દ કરશે તો જ અનામત વર્ગનું આંદોલન પૂર્ણ થશે. સરકાર ઓબીસી, એસસી અને એસટી સમાજને ગેરમાર્ગે દોરતી હોવાનો આક્ષેપ છે. આવામાં આજે એલઆરડી મહિલા અનામતમાં રાજ્ય સરકારે મંત્રણા માટે આંદોલનકારીઓને બોલાવ્યા છે. ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આંદોલન કરતા લોકોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મંત્રણા માટે બોલાવવામાં આવ્યા છે. 
Feb 17,2020, 11:55 AM IST

Trending news