navratri

સુરત : 50 વર્ષમાં પહેલીવાર અંબાજી મંદિરના દરવાજા ભક્તો માટે બંધ રહેશે

નવરાત્રિમાં માતાજીની ઝલક પામવા કલાકો સુધી ભાવિ ભક્તો લાઈનોમાં ઊભા થતાં હોય છે. પરંતુ આ વખતે કોરોના કારણે ભક્તો પહેલીવાર માતાજીની પ્રતિમાની ઝલક સાક્ષાત મેળવી શકશે નહિ

Oct 11, 2020, 08:22 AM IST

સોશિયલ મીડિયા પર ચીમકી મળ્યા બાદ 5 તબીબોએ નોંધાવી ફરિયાદ, અપાયું પ્રોટેક્શન

 • સોશિયલ મીડિયામાં પોસ્ટરના માધ્યમથી 5 ડોકટરોને બતાવવામાં કલાકાર વિરોધી બતાવવામાં આવ્યા.
 • ગુજરાતમાં વધતાં કોરોનાના સંક્રમણને કારણે પાંચેય ડોક્ટરોએ મીડિયાના માધ્યમથી ચાલુ વર્ષે ગરબાની પરવાનગી ન મળે તે માટે અપીલ કરી હતી

Oct 10, 2020, 12:33 PM IST

‘બેકારી શું કહેવાય તે ભાન કરાવીએ આ ટોળકીને...’ નવરાત્રિ કેન્સલ થતા કલાકારોએ ખૂલીને કર્યો તબીબોનો વિરોધ

નવરાત્રિ (navratri) માં ગરબાના આયોજનને પરવાનગી ન મળવાનો મામલે કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર ડોક્ટરોનો વિરોધ શરૂ કર્યો છે. ડોક્ટરોના ઘર અને ક્લિનિક બહાર કલાકારોના માધ્યમથી કાર્યક્રમ કરવાની ચીમકી આપી

Oct 10, 2020, 09:58 AM IST

અહો વૈચિત્રમ ! ગરબાના ટોળામાં કોરોના થાય પણ ચૂંટણીની જાહેર સભામાં ન થાય !

કોરોના મહામારીના કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ વધે નહી તે માટે રાજ્ય સરકારે નવરાત્રીમાં કોઇ પણ પ્રકારના ગરબા યોજી શકાશે નહી તેવી ગાઇડલાઇન સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. લોકોનાં ટોળા થાય તેવી સ્થિતીમાંક કોરોના સંક્રમણનો ભય વધી જાય છે જો કે સંક્રમણ માત્ર ગરબામાં જ થાય જો લોકોનાં ટોળા ચૂંટણીના આયોજન કે રેલીમાં થાય તો તેમને સંક્રમણ ન થાય ! વિધાનસભાની 8 બેઠકો પરની પેટાચૂંટણી દરમિયાન પ્રચારની છુટ આપવામાં આવી છે. જેને લઇને નાગરિોકમાં રોષ જોવા મળી રહ્યો છે. 17થી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી છે. અને તે જ સમયે ચૂંટણી પ્રચાર થશે. 

Oct 9, 2020, 11:19 PM IST

શક્તિની સાધનાથી પૂરી થશે તમારી ઇચ્છા, આ એક પૂજાથી પ્રસન્ન થશે જગદંબા

શક્તિની ઉપાસનાનો મહાપર્વ એટલે નવરાત્રિ કહેવામાં આવે છે. આ પાવન પર્વની એક એક તિથી પર એક એક શક્તિની સાધના, આરાધના તેમજ પૂજાનું વિધાન છે. એક વર્ષમાં કુલ ચાર વખત ચૈત્ર, અશ્વિની, અષાઢ અને માગ માસમાં નવરાત્રિ આવે છે

Oct 9, 2020, 01:29 PM IST

નવરાત્રિ વિશે ગુજરાત સરકારની મોટી જાહેરાત, શેરી ગરબાને પણ મંજૂરી નહિ

 • સરકારની સ્પષ્ટ સૂચના બાદ હવે ગુજરાતમાં શેરી ગરબાનું આયોજન નહિ કરી શકાય તે ક્લિયર થઈ ગયું.
 • 16 ઓક્ટોબરથી અમલ થનારી રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા મુજબ કોઈપણ પ્રકારના ગરબાના આયોજનને રાજ્ય સરકારે મંજૂરી આપી નથી

Oct 9, 2020, 10:25 AM IST

મોટી જાહેરાત : નવરાત્રિથી લઈને દિવાળી સુધીના તહેવારોની ઉજવણી માટે સરકારે બહાર પાડી ગાઈડલાઈન

 • હવે સરકારે આપેલી સુચના મુજબ જ ગુજરાતીઓએ તહેવારોની ઉજવણી કરવાની રહેશે 
 • નવરાત્રિ દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિ ની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે.
 • લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં ૧૦૦ વ્યક્તિઓ ભાગ લઇ શકશે

Oct 9, 2020, 09:21 AM IST

નવરાત્રિ અંગે મોટા સમાચાર, અનલોક-5ની ગાઈડલાઈન મુજબ મળી શકે છે છૂટછાટ

અનલોક 5 ની ગાઇડલાઇન મુજબ 200 લોકો એકઠા થઇ શકે તેવી શરતો સાથે નવરાત્રિ મામલે સરકાર વિચારણા કરી રહી છે

Oct 4, 2020, 03:22 PM IST

Breaking : આ વર્ષે નવરાત્રિએ નહિ નીકળે રૂપાલની પલ્લી

મહાભારતના સમયકાળથી રૂપાલ ગામે પલ્લી (rupal ni palli) યોજાતી રહે છે. જોકે, આ પલ્લી હવે આ વખતે નહિ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો 

Oct 1, 2020, 11:39 AM IST

6 મહિનાથી બેરોજગાર ગુજરાતી કલાકારોએ સરકાર પાસે કરી 10 હજારની લોનની માંગણી

 • સંગીતની દુનિયાના માધ્યમથી જીવન નિર્વાહ કરતા કલાકારો માત્ર 10,000 રૂપિયાની લોન મળે તેના માટે પણ પ્રયાસ કરી રહ્યા છે.
 • આ કલાકારો કોઈપણ વ્યવસાય કરવા તૈયાર છે. પરંતુ 6 મહિના બાદ કોઈ નવો વ્યવસાય શરૂ કરવા પૂરતા નાણાં પણ તેમની પાસે નથી

Oct 1, 2020, 10:09 AM IST

કલાકારોની પીડા, ‘નવરાત્રિ નહિ તો ડિસેમ્બર સુધી અમને રોજગારીની કોઈ તક નહિ મળે...’

 • નવરાત્રિમાં મોટાપાયે ગરબા આયોજકોને મોટા ગરબા માટે મંજૂરી આપવાની કોઈ શક્યતા ન હોવાનું ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું.
 • ડાયરેક્ટર ગ્રીષ્મા ત્રિવેદીએ જણાવ્યું કે, ગરબાની પરવાનગી નહિ મળે તો કલાકારોની સ્થિતિ કથળશે એ નક્કી છે

Oct 1, 2020, 08:22 AM IST

સુરતમાં કપડા તૈયાર કરનાર બ્યુટીક અને જ્વેલરીકારોએ શરૂ કરી નવરાત્રિની તૈયારી

નવરાત્રિના પર્વને લઇ હવે ગણતરીના જ દિવસો બાકી છે તેમ છતા આ વખતે નવરાત્રિનુ આયોજન કરવુ કે કેમ તે અંગે અંસમજસની સ્થિતિ સર્જાય છે. 

Sep 30, 2020, 10:22 PM IST

નવરાત્રિ થશે કે નહિ તે સવાલ પર નીતિન પટેલે આપ્યો આ જવાબ

 • ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે હાલ કોઈ નિર્ણય નથી લેવાયો.
 • નવરાત્રિના ખાનગી આયોજન પોતાની રીતે સ્વૈચ્છિક રીતે જાહેરાત કરી દીધી છે કે, તેઓ ગરબાનું આયોજન નહિ કરે

Sep 30, 2020, 03:26 PM IST

125 વર્ષમાં પહેલીવાર રાજકોટની ગરુડ ગરબીની પરંપરા તૂટશે, જ્યાં બાળાઓને બીમારી થતી નથી તેવી માન્યતા છે

 • છેલ્લા 125 વર્ષથી રાજકોટમાં ગરુડની ગરબીનું આયોજન કરવામાં આવતું હતું.
 • દરબારગઢની ઉપરથી મા જગદંબા નીચે ગરબી રમવા આવે છે તેવી માન્યતાના આધારે લાકડાનું ગરુડ બનાવાયું હતું

Sep 27, 2020, 12:49 PM IST

લો ગાર્ડન ચણિયાચોળી ખરીદતા પહેલા આ માહિતી જરૂર જાણી લેજો

 • નવરાત્રિ અહીં લો ગાર્ડન પાસે દર વર્ષે ભારે ભીડ જોવા મળે છે. પરંતુ હાલ કોરોના સંક્રમણને કારણે સ્થિતિ થોડી અલગ છે.
 • શહેરના મધ્યમાં આવેલુ આ માર્કેટ ચણિયાચોળી માટે ખૂબ જાણીતું છે

Sep 26, 2020, 03:42 PM IST

અમદાવાદીઓ માટે સારા સમાચાર, નવરાત્રિમાં ખુલ્લુ રહેશે નગરદેવીનું મંદિર

 • નગરદેવીનું મંદિર નવરાત્રિમાં ખુલ્લુ રહેશે તે જાણ થતા જ ભક્તોમાં ઉત્સાહ ફેલાયો
 • કોરોનાકાળમાં લોકડાઉનમાં પણ લાંબો સમય સુધી નગરદેવીનું મંદિર બંધ કરવામાં આવ્યું હતું

Sep 26, 2020, 12:08 PM IST

સાહિત્યકાર ભગવતીકુમાર શર્માના અધૂરા રહી ગયેલા ગરબાને પૂરા કરશે સુરતનું એક ગ્રૂપ

આ ગરબા રસિકોનું ગ્રુપ ભગવતીકુમાર શર્મા દ્વારા લખાયેલા તેમના અંતિમ ગરબા પર ગરબા કરશે

Sep 24, 2020, 04:13 PM IST

નવરાત્રીનું આ વર્ષે આયોજન થશે કે કેમ? ભાજપના પ્રદેશ પ્રમુખે આડકતરી રીતે કર્યો ઇશારો

રાજ્યમાં આ વર્ષે નવરાત્રી (Navratri 2020) આયોજન અંગે સરકારનું (Government of Gujarat) કોઇ જ સ્પષ્ટ વલણ નથી. તેવામાં કોરોનાને પરાજીત કરીને બહાર આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે મહત્વની વાત કરી હતી. નવી ગાઇડલાઇન અનુસાર કોઇ પણ કાર્યક્રમમાં 100 થી વધારે લોકો એકત્ર થઇ શકે છે. ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમને નવરાત્રી અંગે પુછવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ધ્યાન આપી રહ્યા છે. કંઇ રીતે આયોજન કરી શકાય તે અંગે તેઓ વિચારી રહ્યા છે. ખેલૈયાઓ ગાઇડલાઇન સાથે રાખીને આયોજન કરી શકાય અથવા તો આયોજન કરવું કે નહી તે અંગે મન મોકળુ રાખીને નિર્ણય લેવાશે.

Sep 21, 2020, 11:54 PM IST

નવરાત્રિ યોજવી કે નહિ તે અસમંજસ વચ્ચે સુરત મનપાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન 

ગુજરાતમાં નવરાત્રિ યોજવી જોઈએ કે નહિ તે અંગે અસમંજસ છે. સરકારે હજી નિર્ણય લીધો નથી, અને નવરાત્રિ યોજવા અંગે પરમિશન આપી નથી. આવામા સુરતમાં ચોંકાવનારુ ચિત્ર સામે આવ્યું છે. ગુજરાતમાં નવરાત્રિ અંગે અસમંજસ  વચ્ચે સુરત મનપાએ પોતાના બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં ગરબા યોજવા ટેન્ડર પાડવામાં આવ્યા છે. મનપાએ ટેન્ડર બહાર પાડતા લોકોમાં કૂતૂહલતા સર્જાઈ છે. એક તરફ નવરાત્રિ ન યોજવા લોકોમાં અપીલ થઇ રહી છે, તો બીજી તરફ સુરત મનપા દ્વારા ટેન્ડર બહાર પડાયા છે. 

Sep 17, 2020, 02:17 PM IST

નવરાત્રિ યોજવા મુદ્દે આમને-સામને થયા તબીબો અને કલાકારો, સામસામે આક્ષેપબાજી થઈ

 • અમદાવાદ મેડિકલ એસોસિએશને (AMA) સરકારને પત્ર લખીને મંજૂરીઓ ન આપવા માંગ કરી.
 • એએમએના પત્ર બાદ જાણીતા નિર્દેશક અભિલાષ ઘોડાએ તબીબોની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને તેમને લૂંટારા ગણાવ્યા

Sep 13, 2020, 02:07 PM IST