Chaitra Navratri: અખંડ જ્યોત ઓલવાય તો શું થાય? જાણો નવરાત્રિ વિશે આવી રોચક વાતો

Chaitra Navratri: જ્યોતિષીના જણાવ્યા અનુસાર પૌરાણિક માન્યતાઓ અનુસાર નવ દિવસ સુધી ચાલતા આ મહાપર્વમાં માતાજીની કૃપા મેળવવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. આ દરમિયાન ભક્ત માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે.

Chaitra Navratri: અખંડ જ્યોત ઓલવાય તો શું થાય? જાણો નવરાત્રિ વિશે આવી રોચક વાતો

Chaitra Navratri 2024: બ્રહ્મપુરાણ અનુસાર ચૈત્ર સુદ એકમના પાવન દિને બ્રહ્માજીએ સૃષ્ટિ રચનાનો પ્રારંભ કર્યો હતો. આ બાબતનો ઉલ્લેખ અથર્વવેદ, શતપથ બ્રાહ્મણના ગ્રંથોમાં પણ જોવા મળે છે. એક પૈરાણિક માન્યતા અનુસાર આ પવિત્ર દિવસે ભગવાન રામનું રાજ્યારોહણ થયું હતું. અને આજના જ દિવસે યુધિષ્ઠિરનું રાજ્યારોહણ પણ કરવામાં આવ્યું હતું. નવરત્રિમાં કેમ કરાય છે અખંડ દીવો? કેટલાં પ્રકારની હોય છે નવરાત્રિ? જાણો કઈ વસ્તુનું હોય છે વિશેષ મહત્ત્વ...

ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત:
ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત બપોરે 12:20 થી 12.55 સુધી ઘટસ્થાપન કરવાનું શુભ મુહૂર્ત સવારે શુભ ચોઘડિયામાં 8.12થી 9.44 વાગ્યા સુધી છે. આથી પૂર્વ દિશામાં માતાજીની તસવીર સફેદ કે લાલ કલરના સ્થાપન પર મૂકીને ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવના પાન કે આંબાના પાન, સવા રૂપિયો મૂકીને સ્થાપન કરવું જોઈએ. કુળદેવી, ગાયત્રી, મહાકાળીની ઉપાસના કરવા માટે અને સાધના સિદ્ધ કરવા માટે આ નવરાત્રિનું ખાસ મહત્ત્વ છે.

ઘટસ્થાપનઃ
ઘઉં,મગ, અક્ષત,કળશ,શ્રીફળ,આસોપાલવના પાન કે આંબાના પાન,સવા રૂપિયો, માતાજીની તસવીર સફેદ કે લાલ કલરના કપડા ઉપર મૂકીને સ્થાપન કરવું.ઘણા બધા સાધકો નમક વગરની ચીજવસ્તુ ખાઈ ને ઉપાસના કરતા હોય છે.તેમજ કડવા લીમડાના મોર ના રસ પીવાનું આરોગ્ય માટે આયુર્વેદિક આચાર્યો ઉત્તમ માને છે. કુળદેવી,ગાયત્રી,મહાકાળી, બગલામુખી ઉપાસના કરવાનું શીઘ્ર ફળદાયી માનવામાં આવે છે.ઘણા બધા ભક્તો દેવી કવચ,ગાયત્રી ચાલીસા કે શતક ના પાઠ નિયમિત કરતા હોય છે.જો કોઈ વ્યક્તિ માતાજીની વિશેષ ઉપાસના અનુષ્ઠાન કે ઉપવાસ ન કરી શકતો હોય તે પણ માતાજીની તસવીર ઉપર ગુલાબ,કમળ કે જાસૂદના પુષ્પ અર્પણ કરે તો તેને પણ માતાજી પ્રસન્ન થતા હોય છે.

શા માટે કરાય છે કળશ સ્થાપના?

  • ઘરમાં બીમારીઓ હોય તો કળશ એને દૂર કરવામાં મદદ કરે છે.
  • કળશ સ્થાપનાથી ઘરમાં શાંતિ આવે છે. કળશને સુખ અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે.
  • કળશને ભગવાન ગણેશનું પણ સ્વરૂપ માનવામાં આવે છે, એનાથી કામકાજમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે.
  • નવરાત્રિમાં સ્થાપિત કરવામાં આવતો કળશ આસપાસની નકારાત્મક ઊર્જાને દૂર કરે છે.
  • ઘરમાં રાખવામાં આવતો કળશ વાતાવરણને ભક્તિમય બનાવે છે. એનાથી પૂજામાં એકાગ્રતા વધે છે.

નવરાત્રિમાં કયા મંત્રોના જાપથી થાય છે લાભ?
ચૈત્ર નવરાત્રિમાં દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિમાં તંત્ર ક્રિયાઓ ખૂબ જ વધારે કરવામાં આવે છે. આ દિવસોમાં ભક્તો ખાસ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે તપ કરે છે. નવરાત્રિમાં કોઈપણ ખાસ જાપ કે તપ ગુરુના માર્ગદર્શનમાં જ કરવું જોઈએ. સામાન્ય લોકોએ નવરાત્રિમાં દેવી મંત્રનો જાપ કરવો જોઈએ. દેવીની સામાન્ય પૂજા કરવી જોઈએ. રામનામનો પણ જાપ કરી શકાય છે. નાની કન્યાઓને દાન કરો, તેમનું સન્માન કરો. વિધિ-વિધાન સાથે દુર્ગાસપ્તશતી કે કાલિકા પુરાણનો પાઠ પણ કરી શકાય છે.

નવરાત્રિમાં કઈ વસ્તુનું છે સૌથી વિશેષ મહત્ત્વ?
ચૈત્ર નવરાત્રિ દેવી માતાની પૂજાનો મહાપર્વ છે. આ દિવસોમાં દેવીપૂજા સાથે દાન-પુણ્ય પણ કરવું જોઇએ. જરૂરિયાતમંદ લોકોને ભોજન અને ધનનું દાન કરો. નવરાત્રિમાં વ્રત કરનાર લોકોને કેળા, કેરી, પપૈયું વગેરે ફળનું દાન કરો.

કુલ કેટલાં પ્રકારની હોય છે નવરાત્રિ?
નોરતાં 21 એપ્રિલ રામનોમના દિવસે વણજોયા મુહૂર્તમાં પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે વર્ષમાં કુલ ચારવાર નવરાત્રિ ઊજવવામાં આવે છે, જેમાં ચૈત્ર અને શારદીય નોરતાં મુખ્ય માનવામાં આવે છે. ત્યાં જ, મહા અને અષાઢમાં ગુપ્ત નોરતાં હોય છે. નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના કરવામા આવે છે અને આ દિવસોમા માતા દુર્ગાનાં નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. વર્ષની ચાર નવરાત્રિમાંથી આ નવરાત્રિનું વિશેષ મહત્ત્વ સાધના સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગણાય છે. તેમ જ આધ્યાત્મિક ઊર્જા વધારવા, નવદુર્ગા ઉપાસના કરવા, સહસ્ત્ર અર્ચન, રાજોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન તેમ જ મંત્ર-તંત્રના પ્રયોગ અને પૂજા-પાઠ માટે પણ આ નવરાત્રિ અતિ મહત્ત્વની ગણાય છે.

દેવીનાં કયા સ્વરૂપોની થાય છે આરાધના?

  • એકમ- માતા શૈલપુત્રીની પૂજા અને ઘટ સ્થાપના
  • બીજ- માતા બ્રહ્મચારિણી પૂજા
  • તીજ- માતા ચંદ્રઘંટા પૂજા
  • ચોથ- માતા કુષ્માંડા પૂજા
  • પાંચમ- માતા સ્કંદમાતા પૂજા
  • છઠ્ઠ- માતા કાત્યાયની પૂજા
  • સાતમ- માતા કાલરાત્રિ પૂજા
  • આઠમ- માતા મહાગૌરી
  • રામનોમ- માતા સિદ્ધિદાત્રી
  • દશમ- નવરાત્રિ પારણાં

જ્યોત પ્રગટાવવાનો શું છે નિયમ?
જ્યોતિષીના જણાવ્યા અનુસાર પૌરાણિક માન્યતાઓ અનુસાર નવ દિવસ સુધી ચાલતા આ મહાપર્વમાં માતાજીની કૃપા મેળવવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. આ દરમિયાન ભક્ત માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે. નવરાત્રિના પહેલા દિવસથી જ કળશ સ્થાપના સાથે અખંડ જ્યોત પ્રગટાવવાનો પણ નિયમ છે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસથી નવું સંવત્સર શરૂ થાય છે જે શાલીવાહન શક સંવત તરીકે ઓળખાય છે, જ્યારે વિક્રમ સંવત કારતક સુદ એકમથી શરૂ થાય છે, નવરાત્રિ હિન્દૂ ધર્મમાં ખૂબ પ્રાચીન અને ધાર્મિક પર્વ છે યુગોથી ચાલી આવતી શ્રદ્ધા આજે પણ યથાવત છે, નવરાત્રિ વ્રતનો ઉલ્લેખ શ્રીમદ દેવી ભાગવતમાં પણ જોવા મળે છે, વ્રત આરંભ એકમના દિવસે ઘટ સ્થાપન કરી નવ દિવસ સુધી પૂજા કરાય છે,અને બ્રહ્મચર્ય અને ઉપવાસ કે એકહાર કરીને એક ચિત્તે ભક્તિ કરવામાં આવે છે.

નવરાત્રિમાં કેમ પ્રગટાવાય છે અખંડ દીવો?
અખંડ જ્યોતમાં પ્રગટાવવામાં આવેલો દીવો આર્થિક સંપન્નતાનું સૂચક હોય છે. દીવાનો તાપ દીવાથી 4 આંગળી ઉપર ચારેય બાજુએ અનુભવ થવો જોઈએ. માન્યતા છે કે આ પ્રકારનો દીવો ભાગ્યોદય લાવે છે. જે દીવાની જ્યોત સોના સમાન રંગ આપતી હોય તો એ દીવો તમારા જીવનમાં ધન-ધાન્યની ખોટ પૂર્ણ કરે છે અને વેપાર તથા નોકરીમાં ઉન્નતિનો સંદેશ પણ લાવે છે. નવરાત્રિ સિવાય અનેક લોકો અખંડ જ્યોતને આખું વર્ષ પ્રજ્જ્વલિત રાખે છે. સતત 1 વર્ષ સુધી ચાલતી આ અખંડ જ્યોતથી દરેક પ્રકારનું સુખ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આખું વર્ષ ચાલતી અખંડ જ્યોતથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે. 

અખંડ જ્યોત ઓલવાઈ જાય તો શું થાય?
અખંડ જ્યોત કોઈ કારણ વિના ઓલવાઈ જાય તો અશુભ માનવામાં આવે છે. આ જ્યોતની દીવેટ સતત બદલવી જોઈએ નહીં. દીવાથી દીવો પ્રગટાવવો પણ અશુભ હોય છે. આવું કરવાથી રોગમાં વધારો થાય છે અને માંગલિક કાર્યોમાં વિઘ્ન આવે છે. અખંડ જ્યોતમાં ઘી ઉમેરવું કે એમાં ફેરફાર કરવાનું કામ સાધકે જ કરવું જોઈએ. અન્ય કોઈ વ્યક્તિથી આ કામ કરાવી શકાય નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news