navratri

  Rasratri 2019: Garba With Geeta Rabari PT5M21S

રાસરાત્રિ 2019: મુંબઈથી ગીતા રબારી સાથે ગરબાની રમઝટ

આજે આઠમું નોરતું છે. રાજ્યભરમાં ખેલૈયાઓ ગરબે રમી રહ્યાં છે.

Oct 6, 2019, 10:55 PM IST
 Rasratri 2019: Maher Samaj Traditional Ras Garba PT6M47S

રાસરાત્રિઃ પોરબંદરથી નિહાળી મહેર સમાજના પરંપરાગત રાસ-ગરબા

રાસરાત્રિઃ પોરબંદરથી નિહાળી મહેર સમાજના પરંપરાગત રાસ-ગરબા

Oct 6, 2019, 10:50 PM IST
 Rasratri: Maha aarti at Umiya Dham PT14M49S

સુરતઃ આઠમાં નોરતે ઉમિયાધામમાં મહાઆરતીનું આયોજન

સુરતઃ નોરતાના આઠમાં દિવસે સુરતમાં ઉમિયાધામ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીમાં 30 હજારથી વધુ લોકો હાજર રહ્યાં હતા.

Oct 6, 2019, 10:45 PM IST

અનોખી પરંપરા: આ ગામમાં યુવાનો ચણિયાચોળી પહેરી કરે છે ગરબા

પાલનપુર વિસ્તારમાં એક અનોખું ગામ છે, જ્યાં પુરુષો ચણિયાચોળી પહેરી દિવસે ગરબે ઘૂમે છે અને શરીર પર કોરડા જીલે છે. પરંપરા મુજબ અહીં પુરુષો મહિલાઓ બની માતાજીને રીજવે છે. આ અનોખી પરંપરાને જોવા લોકોનો મેળાવડો ઉમટે છે.
 

Oct 6, 2019, 05:07 PM IST
Navratri special raas at Rajpipla PT2M2S

રાજપીપળા ખાતે બાળકો માટે અનોખી નવરાત્રી

રાજપીપળા ખાતે બાળકો માટે અનોખી નવરાત્રી

Oct 6, 2019, 01:40 PM IST
Navratri special raas at Porbandar PT2M7S

પોરબંદરના અનોખા ગરબા, સ્ત્રીઓને નથી મળતી એન્ટ્રી

પોરબંદરની વાત કરીએ તો છેલ્લા 93 વર્ષથી પ્રાચીન સંસ્કૃતિની જ્યોત જલતી રાખતી દીવેચા કોળી સમાજની ભદ્રકાલી માતાજીના મંદિરે વિશિષ્ટ ગરબીનું આયોજન થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માઈકના પ્રદૂષણથી મુક્ત ગરબાઓની રમઝમાટ બોલાવવામાં આવી રહી છે. આદ્યશક્તિના પર્વે ભદ્રકાલી માતાજીની ગરબીમાં સ્ત્રીઓને ગરબા ગાવાની અને લેવાની મનાઈ છે.

Oct 6, 2019, 01:35 PM IST
Shakti upasana in Gujarat PT5M38S

સમગ્ર ગુજરાતમાં આજે શક્તિ ઉપાસના

આઠમા નોરતે મા મહાગૌરીની આરાધના થાય છે ત્યારે આજે દુર્ગાષ્ટમીના પાવન અવસર પર રાજ્ય સહિત દેશભરના મંદિરોના ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ મંદિરોમાં હોમ-હવન અને નવચંડી યજ્ઞ યોજાઈ રહ્યા છે. જેમણે નોરતાના નવ દિવસ ઉપવાસ ન કર્યા હોય તે લોકો પણ આજે આઠમનો ઉપવાસ રાખે છે. આજે દુર્ગાષ્ટમીના રોજ જ્યાં જ્યાં માતાજીના સ્થાપન કર્યા હોય ત્યાં હવન કરવામાં આવે છે. આદ્ય શકિતના અનુષ્ઠાન માટે આજનો દિવસ અતિ ઉત્તમ હોવાથી માંઇ ભક્તો આખો દિવસ પૂજા અર્ચનામાં લીન જોવા મળશે.

Oct 6, 2019, 12:55 PM IST
Palli of Tatdamata PT1M31S

તોતડા માતાની અનોખી પલ્લી

નવરાત્રી એટલે મા આદ્ય શક્તિની આરાધના. શહેરના કાલુપુરમાં આવેલી રાજા મહેતાની પોળમાં વર્ષોથી તોતડા માતાજીની પલ્લી નીકળવામાં આવે છે. અહિયાના સ્થાનિક લોકોની માન્યતા છે કે તોતડા માતાની પલ્લી અને મંદિરમાં આજના દિવસે પૂજા અર્ચના કરવાથી તોતડું બોલતા લોકોની બાધા પુરી થઈ જાય છે. સ્થાનિક લોકો સિવાય અહીંયા અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના લોકો અહીંયા અચૂક આવે છે અને માતાજીની પૂજા અને અર્ચના કરે છે.

Oct 6, 2019, 12:50 PM IST
Navratri special raas at Botad PT2M8S

બોટાદ ખાતે અનોખી નવરાત્રીનું આયોજન

બોટાદ ખાતે અનોખી નવરાત્રીનું આયોજન

Oct 6, 2019, 12:45 PM IST
Navratri special raas at Dhanasar PT49S

પાટણના ધનાસરા ગામે આજે પણ પ્રાચીન ગરબાની પરંપરા યથાવત

હાલ ખેલૈયાઓ ડીજેના તાલે ગરબા ઘુમી માતાની આરાધના કરે છે ત્યારે પાટણના ધનાસરા ગામે આજે પણ પ્રાચીન ગરબાની પરંપરા યથાવત છે. સરસ્વતિ તાલુકામાં આવેલા ધનાસરા ગામના લોકો આજે પણ ગામઠી વેશભુષામાં ઓટી ગરબાની પરંપરા જાળવી રહ્યા છે. આ ગરબામાં કોઈ મ્યુઝિક સિસ્ટમ કે લાઉડ સ્પીકરનો ઉપયોગ નથી કરાતો, પરંતુ લોકો જાતે જ ગરબા ગાઈને માતાજીની આરાધના કરે છે.

Oct 6, 2019, 12:15 PM IST
Rainfall in most parts of Ahmedabad PT2M57S

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ

અમદાવાદ શહેરમાં આજે બપોરના સમયે એસ.જી હાઇવે,પ્રહલાદ નગર, ઘાટલોડિયા, ગોતા, બોડકદેવ, સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

Oct 5, 2019, 07:40 PM IST
Bhakti Sanagam 05102019 PT22M11S

ભક્તિ સંગમ: નવરાત્રિમાં હિંગળાજ માતાના દર્શનનું વિશેષ મહત્વ

હિંગળાજ માતા મંદિર પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાનમાં આવેલી હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકામાં આવેલા મકરાણાના તટીય ક્ષેત્ર હિંગળાજ ખાતે આવેલું હિંદુ મંદિર છે. આ મંદિર હિંદુ ધર્મની 51 શક્તિપીઠ પૈકીની એક માનવામાં આવે છે, અને કહેવાય છે કે અહીં સતી માતાના શરીરને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે કપાઇ જવાને કારણે અહીં એમનું બ્રહ્મરંધ્ર (માથું) પડ્યું હતું.

Oct 5, 2019, 10:10 AM IST
Shilpa Bajaj Make Navratri Wear In Surat PT4M24S

સુરતની એક મહિલાએ વેસ્ટમાંથી બેસ્ટ થીમ પર બનાવ્યા નવરાત્રીના વસ્ત્રો

સામાન્ય રીતે નવરાત્રી પર્વમાં લોકો અન્યથી કંઈક અલગ દેખાવા માટે બહારથી અલગ અલગ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસની ખરીદી કરતા હોય છે. ત્યારે સુરતમાં એક ખેલૈયા ધારા પોતે તૈયાર કરેલા કપડા નવરાત્રીના નવ દિવસ પહેરશે. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતી શિલ્પા બજાજ પોતે ફેશન ડિઝાઈનર છે અને સાથોસાથ તેને ગરબાનો પણ એટલોજ શોખ છે. શિલ્પાએ આ વર્ષે વેસ્ટમાંથી બેસ્ટ થીમ તૈયાર કરી છે. જૂની સાડી, કપડામાંથી તેને નવરાત્રીના નવે નવ દિવસ અલગ અલગ વસ્ત્રો તૈયાર કર્યા છે. આ ડ્રેસ તૈયાર કરવામાં તેનીને 15 દિવસનો સમય લાગયો છે. આ ડ્રેસની બહાર 1500થી 3500 કિંમત છે. જો કે, શિલ્પાને આ ડ્રેસ માટે ખૂબ જ ઓછી કિંમત લાગી છે. વેસ્ટ માંથી બેસ્ટ આ ડ્રેસ આ નવરાત્રીમાં કઈક અલગ જ ઉભરી આવશે.

Oct 4, 2019, 03:45 PM IST

અમદાવાદ એરપોર્ટ પર ગરબા કરાયા, મુસાફરો પણ જોડાયા...

ગુજરાતીઓને ગરબા (Garba) માટે ગ્રાઉન્ડની જરૂર હોતી નથી, આ ઉત્સાહને તેઓ ગમે ત્યારે ગમે તે સ્થળે માણી શકે છે. આ વાતનું મજબૂત ઉદારણ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર જોવા મળ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. આજે છઠ્ઠા નોરતે અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ નવરાત્રિ (Navratri 2019) ના રંગમાં રંગાયું હતું. અમદાવાદ એરપોર્ટ (Airport) પર ગરબા રમાયા હતા. અમદાવાદ એરપોર્ટ પરની આ તસવીરો જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે, હકીકતમાં આ એરપોર્ટ છે કે ગરબા ફ્લોર.

Oct 4, 2019, 11:04 AM IST
Bhakti Sanagam 04102019 PT28M12S

ભક્તિ સંગમ: નવરાત્રિમાં રણુના તુળજા ભવાની માતાના દર્શનનું વિશેષ મહત્વ

પાદરાના રણુ ગામે આવેલા તુળજા ભવાનીમાતાજીના મંદિરમાં નવરાત્રી પર્વને લઇને ભક્તો વેહલી સવારથી દર્શનાર્થે ઉમટી રહ્યાં છે. પાદરા વડોદરા સહિત આસપાસના અનેક સ્થળો પરથી માંઇ ભક્તો દર્શનાથે આવી રણુ તુળજા ભવાની માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Oct 4, 2019, 09:40 AM IST

ગુજરાતના આ શહેરમાં વસતા મુસ્લિમ પરિવાર બનાવે છે ‘રાસ-ગરબાના દાંડિયા’

સમગ્ર ગુજરાતમાં આષો નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે અને ગુજરાતનું યુવા ધન ગરબાના હિલોળે ઝૂમવા થનગની રહ્યું છે. ત્યારે ગરબા અને રાસ રમવામાં વપરાતા દાંડિયા ક્યાં અને કેવી રીતે બને છે એ વિષે બહુ ઝૂઝ લોકો જ જાણતા હશે. ગુજરાત અને અન્ય રાજ્યો સાથે વિશ્વના અનેક દેશોમાં જ્યાં જ્યાં ગુજરાતી વસ્યા છે ત્યાં પંચમહાલના ગોધરાથી મુસ્લિમ બિરાદરો દ્વારા બનાવેલ દાંડિયાથી રાસ રમાય છે. જો કે હાલ મંદીની અસર અહીં પણ જોવા મળી રહી છે. 

Oct 3, 2019, 06:35 PM IST
Bhakti Sanagam 03102019 PT26M30S

ભક્તિ સંગમ: નવરાત્રિમાં ચોટીલાના ચામુંડા માતાના દર્શનનું વિશેષ મહત્વ

માતા ચામુંડા ચામુંડી અને ચર્ચિકા તરીકે પણ ઓળખાય છે. તે સપ્ત માતાઓમાંની એક મનાય છે. તે ઉપરાંત ચોસઠ જોગણીઓ કે એક્યાસી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. ચંડ અને મુંડ નામનાં રાક્ષસોને મારનાર દૈવી સ્વરૂપ એટલે ચંડી ચામુંડાનું છે. માતા ચામુંડાને ક્યારેક પાર્વતી, ચંડી અને કાલિનું સ્વરૂપ પણ મનાય છે. માતા ચામુંડાનો નિવાસ મોટાભાગે વડનાં વૃક્ષમાં મનાય છે. હિંદુ ધર્મ ઉપરાંત જૈન ધર્મમાં પણ ચામુંડા માતાનું ઘણું મહત્વ મનાયું છે.

Oct 3, 2019, 09:10 AM IST
Bhakti Sanagam 01102019 PT26M4S

ભક્તિ સંગમ: નવરાત્રિમાં શક્તિપીઠ બહુચરાજી ચાચર ચોકનું વિશેષ મહત્વ

શક્તિપીઠ બહુચરાજી (Bahucharaji) માં નવરાત્રિ (Navratri 2019) નું ખૂબ વિશેષ મહત્વ સંકળાયેલું છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી બહુચરાજી આવી મા બહુચરના દરબારમાં શિશ ઝુકાવી ધન્યતાની અનુભૂતિ કરે છે. મહેસાણા (Mehsana) જિલ્લાના પવિત્ર શક્તિપીઠ (Shaktipeeth) બહુચરાજીમાં મા બહુચર બિરાજમાન છે. અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા બહુચરના દર્શનાર્થે પધારે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓના સઘળા કસ્ટ મા બહુચર દૂર કરી મનોકામના પણ પૂર્ણ કરે છે. ત્યારે ખાસ કરીને નવરાત્રિમાં શક્તિપીઠ બહુચરાજી ચાચર ચોકનું વિશેષ મહત્વ રહ્યું છે.

Oct 1, 2019, 11:15 AM IST

નવરાત્રીના બીજા દિવસે પણ વરસાદી માહોલ, અમદાવાદ અને ગાંધીનગરમાં ગરબા રદ્દ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આસો મહિનામાં અષાઢી વાતાવરણ છવાયું છે. દરમિયાન ભારે વરસાદના કારણે અમદાવાદ શહેર પાણીપાણી થયું છે. અમદાવાદ શહેરમાં વરસાદના પાણી ગરબા મેદાનો પર ભરાઈ જતાં મોટાભાગના ગરબાના આયોજનો રદ કરવાની ફરજ પડી છે. રાજ્ય સરકાર દ્વારા આયોજીત વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ સહીતના મોટા ગરબા રદ થયા છે. 

Sep 30, 2019, 11:34 PM IST
Surat 30092019 PT3M50S

રાસરાત્રી: જાણો સુરતી લાલાઓ કઇ રીતે ઉજવી રહ્યા છે નવરાત્રી...

રાસરાત્રી: જાણો સુરતી લાલાઓ કઇ રીતે ઉજવી રહ્યા છે નવરાત્રી...

Sep 30, 2019, 11:00 PM IST