navsari police

નવસારીમાં જમીનના નાનકડા શેઢામાટે લોહીયાળ જંગ, જેઠ દ્વારા વહુની હત્યા કરી નંખાઇ

કહેવાય છે ને કે "જર જમીન અને જોરૃ કજિયાના છોરું" એવી જ ઘટના ઘટી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં જ્યાં ખેતરના શેઢાના કારણે પારિવારિક સંબંધોની હત્યા કરી નાખી છે. ખેતરની સરહદને લઇને ગુસ્સે ભરાયેલા જેઠ દ્વારા વહુની હત્યા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાક્રમ કંઈક એવો બન્યો હતો જેમાં ચીખલીના કુકેરી ગામના તોરવણી ફડીયાના ખેતરમાં એક મહિલા જેનું નામ રમીલાબેન દિપકભાઈ પટેલ ઉંમર વર્ષ 45 છે. તે પોતાના પરિવાર સાથે રહેતી હતી તેણી ગામના ખેતરમાં કામ કરતી વેળાએ આ મહિલાને તેના સંબંધી દ્વારા કોદાળીના બે ઘા મારતાં ગંભીર ઈજા થઇ હતી.

Jul 25, 2021, 11:19 PM IST

વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ રાખનારા શિક્ષકને લગ્નના મંડપમાં જ એટલો માર પડ્યો કે...

ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉંચો જઇ રહ્યો છે. ખાસ કરીને સ્ત્રી પરનાં ગુનાઓમાં ગુજરાતમાં અચાનક વધારો થઇ રહ્યો છે. ત્યારે એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. આરોપી બીજો કોઇ નહી પરંતુ તેનો જ ગુરૂ છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી વધારે એક ઘટના નવસારીમાંથી સામે આવતા ચકચાર મચી ગઇ છે. ગુરૂને જ્યારે માતા પિતાથી પણ ઉંચુ સ્થાન મળ્યું છે ત્યારે આ લંપટ ગુરૂએ સંબંધો લજવ્યા છે. 

Feb 8, 2021, 09:35 AM IST

દેવકાબીચ ચકચારી લૂંટ કેસના આરોપીઓ ઝડપાયા, અમદાવાદથી આવી ચલાવતા હતા લૂંટ

જિલ્લાના ચીખલી બીલીમોરા અને ગણદેવી અને દમણ દેવકા બીચ ખાતે પ્રવાસીઓને તેમજ રાહદારીઓ અને બાઈક પર જતા લોકોને ચપ્પુ બતાવી બે યુવાનોને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. નવસારી જિલ્લાના ચીખલી વાંસદા રોડ પર બાઇક ઉપર જઇ રહેલી બે મહિલાઓને અન્ય બાઈક ઉપર આવેલા બે યુવાનોએ ચપ્પુ બતાવી તેમના પાકીટ લૂંટી લઇ ફરાર થઇ ગયા હતા. જોકે બીલીમોરા તેમજ ગણદેવીમાં પણ આ જ રીતે ચપ્પુ બતાવીને લોકોને લૂંટનારા બે યુવાનો એ હાહાકાર મચાવ્યો હતો. 

Oct 8, 2020, 10:55 PM IST

હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ: ઝારખંડની 6 સગીર સહિત 30 યુવતીઓને ઝીંગા ફેક્ટરીમાંથી છોડાવવામાં આવી

શહેરના પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં નવસારી પોલીસ અને સુરત પોલીસની કાર્યવાહીથી હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો છે. પલાસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાંથી સગીર વયની 6 અને પુખ્તવયની 24 યુવતીઓ કુલ મળીને 24 યુવતીઓ મળી આવી. ઝારખંડની 30 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. નવસારી પોલીસ અને સુરત પોલીસની કાર્યવાહીથી  હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ થયો છે. પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાં ઝારખંડથી યુવતીઓને લાવી કામ કરાવવામાં આવતું હોવાની જાણ થઇ હતી.

Sep 5, 2020, 06:27 PM IST

હેલ્મેટ વગર રેલી કાઢનારા નવસારીના કોંગ્રેસી કાર્યકર્તાઓને ટ્રાફિક પોલીસે પકડાવ્યો મેમો

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં શુક્રવારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી. જોકે, આ ગાંધી સંદેશ યાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટૂવ્હીલર ચલાવતા સમાયે હોલ્મેટ પહેર્યા ન હતા. આથી હેલ્મેટ વગર બાઇક ચલાવનારા કોંગ્રેસના કાર્યકર્તાઓને નવસારી જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો પાઠવવામાં આવ્યા છે. 

Sep 28, 2019, 09:53 PM IST