દેવકાબીચ ચકચારી લૂંટ કેસના આરોપીઓ ઝડપાયા, અમદાવાદથી આવી ચલાવતા હતા લૂંટ
Trending Photos
સ્નેહલ પટેલ/નવસારી: જિલ્લાના ચીખલી બીલીમોરા અને ગણદેવી અને દમણ દેવકા બીચ ખાતે પ્રવાસીઓને તેમજ રાહદારીઓ અને બાઈક પર જતા લોકોને ચપ્પુ બતાવી બે યુવાનોને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. નવસારી જિલ્લાના ચીખલી વાંસદા રોડ પર બાઇક ઉપર જઇ રહેલી બે મહિલાઓને અન્ય બાઈક ઉપર આવેલા બે યુવાનોએ ચપ્પુ બતાવી તેમના પાકીટ લૂંટી લઇ ફરાર થઇ ગયા હતા. જોકે બીલીમોરા તેમજ ગણદેવીમાં પણ આ જ રીતે ચપ્પુ બતાવીને લોકોને લૂંટનારા બે યુવાનો એ હાહાકાર મચાવ્યો હતો.
જે અંગેની ફરિયાદ સિટી પોલીસ મથકે દાખલ થતાં નવસારી એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવાનોએ દમણના દેવકા બીચ ખાતે પણ પ્રવાસીઓને આ જ રીતે ચપ્પુ બતાવી લુંટ ચલાવી હોવાનું જાણવા મળ્યું હતું. જે આધારે નવસારી એલસીબી પોલીસે તપાસ કરતા આ બંને યુવાનો અમદાવાદના દાણીલીમડા ખાતેના રહેવાસી હોવાનું જણાતા પોલીસે અમદાવાદના દાણીલીમડાથી આ બંને યુવાનોને ઝડપી પાડી તેમની પાસે રહેલું ચપ્પુ પણ પોલીસે કબજે કર્યું છે.
આ અંગે પોલીસે તપાસ કરતા લૂંટ માટે બાઈકનો ઉપયોગ થયો હતો. જે બાઈક પણ તેમણે અમદાવાદ ખાતે લૂંટી હોવાનું જાણવા મળ્યું છે. આ બંને લૂંટારૂઓને કોર્ટમાં રજૂ કરી આગામી 14 તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જ્યારે આ બંને લૂંટારું હોય અમદાવાદ શહેર,વડોદરા ગ્રામ્ય,દમણ,સેલવાસ,ખેડા અને નવસારી જિલ્લો મળી કુલ ૧૦ જેટલી લૂંટ કરી હોવાનું કબૂલ્યું છે.
પકડાયેલ આરોપીઓ...
(૧) મહમદ હુસેન અબ્દુલ ખાલિદ પઠાણ (રહે.અમદાવાદ દાણીલીમડા)
(૨) મહમદ ઈલયાસ અલાઉદીન અંસારી (રહે.અમદાવાદ દાણીલીમડા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે