દાહોદની ચડ્ડી બનિયાન ગેંગથી સાવધાન! દિવસે કડિયા કામ, સાથે રેકી..., 4 જિલ્લાઓના 15 ગુનાનો ભેદ ઉકેલાયો

નવસારી જિલ્લામાં ઘરફોડ ચોરીના વધી રહેલા કિસ્સાઓને પગલે નવસારી જિલ્લા એલસીબી પોલીસે ગુનાઓને શોધી કાઢવા માટેનું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સમગ્ર જિલ્લાના પોલીસ સ્ટેશનને સાથે રાખીને શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા તત્વો પર નજર રાખવામાં આવી હતી.

દાહોદની ચડ્ડી બનિયાન ગેંગથી સાવધાન! દિવસે કડિયા કામ, સાથે રેકી..., 4 જિલ્લાઓના 15 ગુનાનો ભેદ ઉકેલાયો

ધવલ પરીખ/નવસારી: શિયાળાની શરૂઆતની સાથે ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધી જતા હોય છે. તેવી જ રીતે નવસારી શહેરમાં પણ ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધ્યા છે. ઘરફોડ ચોરીના કિસ્સાને ડામવા માટે જિલ્લા એલસીબી પોલીસે ધરેલા અભિયાનમાં દાહોદની ચડ્ડી બન્યાં ગેંગનો ખુલાસો કરી 15 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી 8 આરોપીઓની ધરપકડ કરી છે.

નવસારી જિલ્લામાં ઘરફોડ ચોરીના વધી રહેલા કિસ્સાઓને પગલે નવસારી જિલ્લા એલસીબી પોલીસે ગુનાઓને શોધી કાઢવા માટેનું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સમગ્ર જિલ્લાના પોલીસ સ્ટેશનને સાથે રાખીને શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા તત્વો પર નજર રાખવામાં આવી હતી. જેમાં જિલ્લાના એરૂ ગામેથી ચોરી કરવા જતી ટોળકીને ઝડપી પાડી છે. મૂળ દાહોદ જિલ્લાના અને કડિયાકામ કરી ગુજરાન ચલાવતા ચડ્ડી બનીયાન ગેંગના આઠ સભ્યોની 6 લાખના મુદ્દા માલ સાથે ધરપકડ કરી છે. 

આરોપીઓ નામ...
1. ટીટુભાઈ માવી, 2. વનાભાઈ મેડા, 3. રાજેશ ઉર્ફે ગોજો પરમાર, 4. કનેશ ગનાવા, 5. નસરૂ પરમાર, 6. ધર્મેશ માવી, 7. મુકેશ ભુરીયા, 8. નરેશ ડામોર...તમામ રહેવાસી દાહોદ જિલ્લા છે.

દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવીને નવસારીના વિવિધ બાંધકામ પ્રોજેક્ટમાં કડિયા કામ કરી ગુજરાન ચલાવતા હતા. કામ કરવાની સાથે પોતાના રહેણાંક નજીક મકાનોમાં રેકી કરતા હતા અને દાહોદ જિલ્લામાંથી પોતાના સાગરીતોને ટેલીફોનિક સંપર્કો કરીને ચોરી કરવા માટે બોલાવતા હતા. સાથે મળીને મોઢા પર માસ્ક બાંધી માત્ર ચડ્ડી અને બનીયાન પહેરીને ચોરીને અંજામ આપતા હતા. 

મોટાભાગે બંધ ઘરોને નિશાન બનાવતી આ ટોળકીએ અત્યાર સુધીમાં નવસારી વલસાડ ભરૂચ અને આણંદ જિલ્લાઓમાં 15 થી વધુ ઘરફોડ ચોરીઓ કરી છે તમામ સાધનો જિલ્લા એલસીબી પોલીસે ધરપકડ કરી છે અને હજુ વધુ ગુનાઓ કર્યા છે કે કેમ ? અને કર્યા છે તો કયા જિલ્લાઓમાં કર્યા છે ? એની તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news