નવસારીમાં ધોળા દિવસે યુવતીને ઉઠાવી લીધી, પોલીસ અને તંત્ર પર ઉઠી રહ્યા છે સવાલો

દિકરીઓનું હવે રસ્તા પર નિકળવું પણ મુશ્કેલ હોય એવી સ્થિતિ નવસારીના ગણદેવી નગરમાં જોવા મળી છે. ગણદેવીના રામજી મંદિર પાસેથી પસાર થતી સગીરાને શહેરના જ એક નરાધમે પોતાની પીકઅપમાં અપહરણ કરી તેની અસમત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જેમ તમે બચીને નીકળેલી સગીરાની આપવીતી સાંભળ્યા બાદ તેના પિતાની ફરિયાદને આધારે ગણદેવી પોલીસે આરોપીને દબોચી લીધો છે.
નવસારીમાં ધોળા દિવસે યુવતીને ઉઠાવી લીધી, પોલીસ અને તંત્ર પર ઉઠી રહ્યા છે સવાલો

નવસારી : દિકરીઓનું હવે રસ્તા પર નિકળવું પણ મુશ્કેલ હોય એવી સ્થિતિ નવસારીના ગણદેવી નગરમાં જોવા મળી છે. ગણદેવીના રામજી મંદિર પાસેથી પસાર થતી સગીરાને શહેરના જ એક નરાધમે પોતાની પીકઅપમાં અપહરણ કરી તેની અસમત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જેમ તમે બચીને નીકળેલી સગીરાની આપવીતી સાંભળ્યા બાદ તેના પિતાની ફરિયાદને આધારે ગણદેવી પોલીસે આરોપીને દબોચી લીધો છે.

ગણદેવી નગરની એક આદિવાસી પરિવારની 15 વર્ષીય સગીરા ગત 22 મેના રોજ સાંજે પોતાના ઘરેથી કોઈક કામ અર્થે નીકળી હતી. દરમિયાન શહેરના રામજી મંદિર નજીકથી પસાર થતી હતી, ત્યારે આચનક ગણદેવીની જ લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતો 25 વર્ષીય વિક્રમ ઉર્ફે ભલીયો ભરવાડ તેની પીકઅપ વાન લઈને આવ્યો અને સગીરાને જબરદસ્તી પીકવાનમાં બેસાડી અપહરણ કરી લઈ ગયો હતો. બાદમાં તેને અજરાઈ જવાના માર્ગ પર અવાવરૂ જગ્યાએ લઈ જઈ, તેની સાથે શારીરિક અડપલા કરી, ગાલ પર ચુંબન કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.

જેનો સગીરાએ પ્રતિકાર કર્યો અને ત્યાંથી નાસવામાં સફળ રહી હતી. પીડીતાએ ઘટના સ્થળેથી ભાગી ઘરે પહોંચી. પરિવાજનોને તેની સાથે ઘટેલી ઘટનાની હકીકત વર્ણવતા પિતાએ તેને હિંમત આપી હતી. બાદમાં પિતાએ સમગ્ર મુદ્દે ગણદેવી પોલીસે પોસ્કો અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી આરોપી નરાધમ વિક્રમ ઉર્ફે ભલીયો ભરવાડની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news