હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ: ઝારખંડની 6 સગીર સહિત 30 યુવતીઓને ઝીંગા ફેક્ટરીમાંથી છોડાવવામાં આવી

શહેરના પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં નવસારી પોલીસ અને સુરત પોલીસની કાર્યવાહીથી હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો છે. પલાસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાંથી સગીર વયની 6 અને પુખ્તવયની 24 યુવતીઓ કુલ મળીને 24 યુવતીઓ મળી આવી. ઝારખંડની 30 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. નવસારી પોલીસ અને સુરત પોલીસની કાર્યવાહીથી  હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ થયો છે. પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાં ઝારખંડથી યુવતીઓને લાવી કામ કરાવવામાં આવતું હોવાની જાણ થઇ હતી.

Updated By: Sep 5, 2020, 06:30 PM IST
હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ: ઝારખંડની 6 સગીર સહિત 30 યુવતીઓને ઝીંગા ફેક્ટરીમાંથી છોડાવવામાં આવી

સુરત : શહેરના પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં નવસારી પોલીસ અને સુરત પોલીસની કાર્યવાહીથી હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો છે. પલાસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાંથી સગીર વયની 6 અને પુખ્તવયની 24 યુવતીઓ કુલ મળીને 24 યુવતીઓ મળી આવી. ઝારખંડની 30 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. નવસારી પોલીસ અને સુરત પોલીસની કાર્યવાહીથી  હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ થયો છે. પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાં ઝારખંડથી યુવતીઓને લાવી કામ કરાવવામાં આવતું હોવાની જાણ થઇ હતી.

સુરત: SMC કર્મચારીઓ દ્વારા ફરજ દરમિયાન જ ઓફીસમાં દારૂપાર્ટી, VIDEO થઇ રહ્યો છે વાયરલ

જેથી નવસારી અને સુરત પોલીસ દ્વારા ફેક્ટરીમાંથી સગીર વયની 6 અને પુખ્તવયની 24 યુવતીઓ મળીને કુલ ઝારખંડની 30 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. હાલ તમામ યુવતીને સુરત નારી સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવી છે. પોલીસના અનુસાર એક મહિના પહેલા ઝારખંડથી યુવતીઓને સિલાઇ કામ શીખવવાના બહાને મંજુબેન નામની મહિલા પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાં લઇ આવી હતી. છેલ્લા એક મહિનાથી યુવતીઓ પાસે કામ કરાવવામાં આવતું હતું. પોલીસે હ્યુમન ટ્રાફિકિંગ મુદ્દે મંજુલાબેનની અટકાયત કરી છે. આ સાથે જ ઝારખંડના રાંચી જિલ્લામાં મહિલા વિરુદ્ધ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

જમીન અને ઘર કંકાસથી કંટાળેલા પતિએ પત્ની સાથે કર્યું એવું કૃત્ય કે તમે પણ વરસાવશો ફિટકાર

બારડોલીના ડીવાયએસપી રૂપલ સોલંકીએ જણાવ્યું કે, પલસાણા ખાતે લવાયેલા 30 જેટલી યુવતીઓને હ્યુમન ટ્રાફિકિંગ હેઠળ લવાયેલા હોવાની ફરિયાદ ઝારખંડમાં નોંધાતા સ્ટેટ પોલીસની સુચના મુજબ સુરત નવસારી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી તમામ યુવતીઓને સુરક્ષિત છોડાવી દીધી છે. સિલાઇ કામ શીખવવાના બહાને ઝારખંડની એક મહિલાએ 30 જેટલી યુવતીઓને સુરતના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતી ઝીંગા ફેક્ટરી પલસાણાના માખીનગા ગામની ફેક્ટરી કામ કરવા માટે લવાઇ  હતી. આ 30 યુવતીએ પૈકી 6 સગીર વયની અને 24 પુખ્ત ઉંમરની હોવાનું સામે આવ્યું છે. તમામને છેતરીને મંજુલા દેવી દ્વારા લવાઇ હોવાની માહિતી મળી છે. ઝારખંડના રાંચીમાં ફરિયાદ નોંધાતા બારડોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તમામ યુવતીઓને છોડવામાં આવી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube