ચૂંટણી પૂરી થતા જ મસમોટો ઝટકો, હાઈવેની મુસાફરી મોંઘી થઈ, આજથી ટોલ ટેક્સમાં થયો મોટો વધારો
એકબાજુ દેશ જ્યાં ચૂંટણી પરિણામોની કાગડોળે રાહ જોઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ જનતાને એક મોટો ઝટકો આપ્યો છે. દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે.
Trending Photos
લોકસભા ચૂંટણીના તમામ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું અને હવે આવતી કાલે પરિણામનો દિવસ છે. એકબાજુ દેશ જ્યાં ચૂંટણી પરિણામોની કાગડોળે રાહ જોઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ જનતાને એક મોટો ઝટકો આપ્યો છે. દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે.
કેટલો વધ્યો ટોલ ટેક્સ
NHAI એ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો ઝીંક્યો છે. જેના કારણે આજથી વાહનચાલકોએ તમામ ટોલ પ્લાઝા પર 5 ટકા વધુ ટેક્સ આપવો પડશે. મળતી માહિતી મુજબ હાઈવે યૂઝર ફી વાર્ષિક સંશોધન હેઠળ 1 એપ્રિલથી લાગૂ કરવાની હતી પરંતુ લોકસભા ચૂંટણીના કારણે આ વધારો ટાળવામાં આવ્યો હતો.
NHAI ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નવા દર 3 જૂન 2024થી લાગૂ થશે એટલે કે આજથી નવા ટોલ ટેક્સ લાગૂ થઈ ગયા. તેમણે કહ્યું કે ટોલ ફીને સંશોધિત કરવી એ વાર્ષિક કવાયતનો એક ભાગ છે જે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સના આધારે મોંઘવારીમાં ફેરફાર સાથે જોડાયેલો છે. તેમણે જણાવ્યું કે નેશનલ હાઈવે નેટવર્ક પર લગભગ 855 યૂઝર ફી બેસ્ડ પ્લાઝા છે જેના પર રાષ્ટ્રીય રાજમાર્ગ ટેક્સ નિયમ 2008 મુજબ યૂઝર ફી લેવાય છે. તેમાંથી લગભગ 675 પબ્લિક ફંડેડ છે અને 180 કન્સેશનર્સ દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
ત્રણથી પાંચ ટકાનો વધારો
સમાચાર એજન્સી રોયટર્સ મુજબ NHAI ના એક અધિકારીના જણાવ્યાં મુજબ સોમવાર એટલે કે 3 જૂનથી ટોલ ટેક્સમાં 3થી 5 ટકા સુધીનો વધારો લાગૂ કરાયો છે. ચૂંટણી દરમિયાન ટોલ દરોમાં સંશોધનને ટાળવામાં આવ્યું હતું. પરંતુ હવે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આથી આ દરો 3 જૂનથી લાગૂ થઈ જશે.
અત્રે જણાવવાનું કે ટોલ ટેક્સ એક એવો ટેક્સ છે જે વાહન ચાલકોએ કેટલાક ઈન્ટરસ્ટેટ એક્સપ્રેસ વે, નેશનલ અને સ્ટેટ હાઈવે પર પસાર થતા ભરવો પડે છે. NHAI હેઠળ તેઓ આવે છે જો કે દ્વિચક્કી વાહનોને તેમાં છૂટ મળેલી છે. વિપક્ષી દળો અને અનેક વાહનચાલકો ટોલ ટેક્સમાં થતા વાર્ષિક વધારાનો વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે તેનાથી જરૂરી વસ્તુઓનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે છે અને મુસાફરો પર બોજો પડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે