close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

prashant patel

Congress Pramukh Prashant Patel's Resignation's Demand PT2M2S

લોકસભા ચૂંટણીમાં હાર બાદ વડોદરા કોંગ્રેસમાં આંતરિક કકળાટ ચરમસીમાએ

લોકસભા ચૂંટણીમાં હાર બાદ વડોદરા કોંગ્રેસમાં આંતરિક કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે, નગર શિક્ષણ સમિતિના વિપક્ષી નેતા નરેન્દ્ર જયસ્વાલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલના રાજીનામાની માગ કરી છે

May 28, 2019, 08:10 PM IST

કોંગ્રેસના હારેલા આ ઉમેદવારે કહ્યું, ‘રાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ આપીશ રાજીનામુ....’

2019ના ઈલેક્શનમાં ભાજપની આંધીમાં કોંગ્રેસ ધોવાઈ ગયું છે. દેશભરમાં કોંગ્રેસ માત્ર 90 સીટ પર આવીને સમેટાઈ ગયું. ત્યારે ગઈકાલે સાંજે જ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારનો સ્વીકાર કર્યો હતો. આ સાથે જ તેમના રાજીનામાની પણ વાતો સામે આવી છે. આવામાં વડોદરા કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યુઁ છે કે, ‘કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ આપીશ રાજીનામુ....’

May 24, 2019, 12:06 PM IST

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: સુરેન્દ્રનગરમાં ફરી લહેરાશે કેસરીયો

ભાજપનો ટ્રેન્ડ ફરી ગુજરાતમાં છવાયો છે. ગુજરાતની જનતાએ રાજ્યની તમામ બેઠક પર ભાજપના ઉમેદવારોને મોટી લીડ સાથે આગળ છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડૉ. મહેન્દ્રભાઇ મુંજાપરા 452597 મત સાથે આગળ છે

May 23, 2019, 04:56 PM IST

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: વડોદરામાં રંજનબેન સામે ટક્યું નહીં કોંગ્રેસ

ગુજરાત લોકસભા ચૂંટણીના ટ્રેન્ડમાં હાલ ભાજપ છવાયેલું છે. ત્યારે વડોદરાની લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ 721422 મત સાથે આગળ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ 219520 મત સાથે પાછળ રહેતા ભાજપના ઉમેદવાર 482126 મતની લીડ સાથે આગળ રહ્યાં છે.

May 23, 2019, 04:18 PM IST
Loksabha Election 2019 Vadodara Candidate Prashant Patel's Reaction About Result PT6M26S

લોકસભા ચૂંટણી 2019ના પરિણામને લઈને વડોદરાના ઉમેદવાર પ્રશાંત પટેલએ શું કહ્યું

લોકસભા ચૂંટણી 2019ના પરિણામને લઈને વડોદરાના ઉમેદવાર પ્રશાંત પટેલએ ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે અને પોતાની જીતનો પણ આશાવાદ વ્યક્ત કર્યો

May 21, 2019, 06:10 PM IST

અરેરેરે!!! જે ટાંકીમાંથી લોકોના ઘરોમાં પીવાનું પાણી પહોંચતુ હતું, તેમાંથી 8 ટ્રેક્ટર ભરીને કાદવ નીકળ્યો

ગઈકાલે વડોદરામાં પાણીની ટાંકીની સફાઈના મુદ્દે કોંગ્રેસે હલ્લાબોલ બોલાવ્યું હતું. જે ટાંકીની સફાઈ મુદ્દે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા, તેમાંથી 8 ટ્રેક્ટર ભરીને કાદવ નીકળ્યો હતો. આ એ જ પાણીનો સંપ છે, જેમાંથી આ વિસ્તારના લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. હજી ત્રણ મહિના પહેલા જ સાફ કરેલી ટાંકીના સંપમાંથી દુર્ગંઘ મારતો કાદવ નીકળતા તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. 

May 17, 2019, 08:31 AM IST

વડોદરામાં ટાંકીની સફાઈ મુદ્દે કોંગ્રેસનું હલ્લાબોલ, કોંગ્રેસ પ્રમુખ ખુદ ઉતર્યા ટાંકીમાં

ગુજરાતભરમાં હાલ પાણીની ટાંકીઓની સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે, જેથી વરસાદ આવતા પાણીનો નવો સ્ટોક તેમાં ઠાલવી શકાશે. તો બીજી તરફ, રાજ્યમાં મોટાભાગના નળોમાં દૂષિત પાણી આવવા લાગી જાય છે. જેનો મતલબ કે, ટાંકીની સફાઈ કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી નથી. ત્યારે વડોદરા કોંગ્રેસે આ મુદ્દે હલ્લાબોલ કર્યું હતું. વડોદરા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ તરસાલીમાં ચાલી રહેલી ટાંકીમાં ઉતર્યા હતા, અને સફાઈ કામગીરીમાં કેવી રીતે લોલમલોલ ચાલે છે તેવા આક્ષેપો કર્યા હતા. 

May 16, 2019, 12:41 PM IST

વડોદરા: કોંગ્રેસનો પ્રચાર કરવા આવેલી અમીષા પટેલે કર્યા ભાજપના વખાણ

બોલીવુડ એક્ટર અમીષા પટેલ આજે વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ કોંગ્રેસના ઉમેદવાર સાથે બેસીને ગુજરાતમાં બીજેપીના શાસનના વખાણ કર્યા હતા. અમીષા પટેલે કહ્યું કે, ગુજરાતે જે પ્રગતિ કરી તે પ્રશાંસાને લાયક છે. આવીજ રીતે ગુજરાતની જેમ દેશના અન્ય રાજ્યો પણ ચાલે તો દેશનો ચહેરો બદલાઇ શકે છે. 
 

Apr 21, 2019, 05:59 PM IST
Loksabha Election 2019 Vadodara Amisha Patel Join Road Show Of Congress PT2M42S

જુઓ વડોદરાના પ્રશાંત પટેલના સમર્થનમાં ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલનો રોડ શો

વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના સમર્થનમાં ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ જોડાયા હતા, પ્રશાંત પટેલનો રોડ શો રાજમહેલ રોડથી શરૂ થયો જે સયાજીગંજ સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ પાસે પુરો થયો

Apr 21, 2019, 02:10 PM IST

ભારતીય જનતા પાર્ટી વેપારીઓ અને તાનાશાહીઓના હાથમાં છે: શત્રુધ્ન સિન્હા

બિહારી બાબુ શત્રુધ્ન સિન્હા વડોદરામાં કોંગ્રેસના પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે આવેલા ચાર રસ્તા પાસે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના સમર્થનમાં સભા કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને ભાજપ પર પ્રહારો કર્યા હતા,
 

Apr 20, 2019, 06:34 PM IST
Medan ma maharthi with Vadodara congress candidate Prashant Patel PT8M58S

વડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ સાથે મેદાનમાં મહારથી

વડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ સાથે મેદાનમાં મહારથી. 1997માં પ્રશાંત પટેલ એમ એસ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. 2015ની સાલમાં અનુજ પટેલના રાજીનામા બાદ પ્રશાંત પટેલને વડોદરા કોંગ્રેસના પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. એ સમયે તે વડોદરામાં કોંગ્રેસના ઈતિહાસના સૌથી યુવા પ્રમુખ બન્યા હતા.

Apr 13, 2019, 06:05 PM IST
Vadodara Congress Candidate Prashant Patel's Road Show PT3M33S

લોકસભા ચૂંટણી 2019 માટે વડોદરાથી કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલ ભર્યું ફોર્મ...

વડોદરા: કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલે રોડ શો બાદ કલેક્ટર કચેરી પહોંચી ભર્યું ફોર્મ...જ્યુબીલી બાગથી કલેક્ટર કચેરી સુધી રોડ શો...

Apr 2, 2019, 02:20 PM IST

પૂર્વ સાંસદ સત્યજીતસિંહની ફેસબુક પોસ્ટથી હોબાળો, લખ્યું-કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે

વડોદરા સહિત રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન યોજાવાનું છે તે પહેલા જ વડોદરા કોંગ્રેસમાં જુથબંધી છતી થઈ છે. વડોદરા કોગ્રેસના પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડે ફેસબુક પર પોસ્ટ કરી પોતાની વ્યથા ઠાલવી છે. 

Apr 1, 2019, 01:40 PM IST
Walk The Talk: Zee 24 Kalak Made Conversation With Vadodara Lok Sabha Seat_s Both Candidates PT22M23S

વોક ધ ટોકઃ વડોદરા લોકસભા બેઠકના બંને ઉમેદવાર સાથે ઝી 24 કલાકે કરી ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019ઃ વોક ધ ટોક કાર્યક્રમ અંતર્ગત ઝી 24 કલાકે વડોદરા લોકસભા બેઠકના બંને ઉમેદવાર રંજન ભટ્ટ અને પ્રશાંત પટેલ સાથે કરી ખાસ વાતચીત...ચૂંટણીને લઈને તેમની કેવી છે તૈયારી...વોક ધ ટોક વડોદરા લોકસભા બેઠક પરથી

Mar 28, 2019, 06:10 PM IST

હું કોગ્રેસનો નહી પરંતુ લોકોનો ઉમેદવાર બનીશ: પ્રશાંત પટેલ

વડોદરા લોકસભા બેઠક માટે કોગ્રેસે પ્રશાંત પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પ્રશાંત પટેલને ઉમેદવાર જાહેર કરતાં જ કોગ્રેસ ખેમામાં ઉત્સાહનો માહોલ છવાયો છે.

Mar 8, 2019, 08:23 AM IST

ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા ગુજરાતની ચાર સીટો પર કોંગ્રેસેના ઉમેદવાર જાહેર

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવામાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા ગુજરાતની ચાર લોકસભાની સીટો પર ચૂંટણીને લઇને ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ પશ્રિમ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરની સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. 

Mar 7, 2019, 10:38 PM IST

વડોદરા: પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય, કોંગ્રેસે દુર કર્યા સંગઠનના 180 હોદ્દેદારો!

કોંગ્રેસની પેટા ચૂંટણીમાં હાર બાદ વડોદરા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે સંગઠનના તમામ 180 હોદ્દેદારોને હોદ્દા પરથી દુર કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પ્રમુખના નિર્ણય લેતાની સાથે જ કોંગ્રેસ કાર્યલય પર હોદ્દેદારો દોડી આવ્યા હતા.  

Jul 10, 2018, 02:43 PM IST

જાણો કોણ છે 'AAP'ને અશાંત કરનાર વકીલ પ્રશાંત પટેલ

ઓફિસ ઓફ પ્રોફિટના મામલામાં દિલ્હીના સત્તાધારી પક્ષના 20 ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવ્યા છે

Jan 20, 2018, 02:51 PM IST