લોકસભા ચૂંટણી 2019 પરિણામ: વડોદરામાં રંજનબેન સામે ટક્યું નહીં કોંગ્રેસ

ગુજરાત લોકસભા ચૂંટણીના ટ્રેન્ડમાં હાલ ભાજપ છવાયેલું છે. ત્યારે વડોદરાની લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ 721422 મત સાથે આગળ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ 219520 મત સાથે પાછળ રહેતા ભાજપના ઉમેદવાર 482126 મતની લીડ સાથે આગળ રહ્યાં છે.

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: વડોદરામાં રંજનબેન સામે ટક્યું નહીં કોંગ્રેસ

વડોદરા: ગુજરાત લોકસભા ચૂંટણીના ટ્રેન્ડમાં હાલ ભાજપ છવાયેલું છે. ત્યારે વડોદરાની લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ 721422 મત સાથે આગળ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ 219520 મત સાથે પાછળ રહેતા ભાજપના ઉમેદવાર 482126 મતની લીડ સાથે આગળ રહ્યાં છે. જો કે, 2014માં તે સમયના ગુજરાતના સીએમ અને ભાજપ ઉમેદવાર નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટણી જીત્યા અને વડાપ્રધાન બન્યા હતા. ત્યારપછી પેટ ચૂંટણીમાં વર્ષ 2014માં ફરી ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટના નામનો પરચમ લહેરાયો હતો. જોકે, આજે ફરી વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ મોટી લીડ સાથે વડોદરાની બેઠક પોતાના નામે કરે તેવું દેખાઇ રહ્યું છે.

આઝાદી બાદ પહેલીવાર વર્ષ 1952માં લોકસભાની વડોદરા બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. ત્યારબાદ 1989માં જનતા દળના ઉમેદવાર અહીંથી જીત્યા હતા. જો કે, વર્ષ 1991માં પ્રથમ વખત અહીંથી ખાતુ ખોલ્યું હતું અને ત્યારબાદ 1996માં ફરી કોંગ્રેસના ખાતે આ બેઠક ગઇ હતી. જો કે, 1998માં ફરી ભાજપે આ બેઠક પરથી કેસરીયો લહેરાવ્યો હતો. અને જયાબેન ઠક્કકર વડોદરા બેઠક પરથી સાંસદ બન્યા હતા. ત્યારબાદ 1998થી 2004 સુધી તેઓ સતત ચૂંટાયા હતા. વર્ષ 2009માં બાળકૃષ્ણ શુક્લ અને ત્યારબાદ 2014માં તે સમયના ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી જીત્યા હતા અને વડાપ્રધાન બન્યા હતા. જોકે ત્યારબાદ વર્ષ 2014ની પેટા ચૂંટણીમાં ફરી ભાજપની જીત થઇ હતી અને રંજનબેન ભટ્ટે કેસરીયો લહેરાવ્યો હતો. અને હાલ તેઓ આ બેઠક પરથી જીત તરફ આગળ વધી રહ્યાં છે.

O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes
1 PRASHANT PATEL (TIKO) Indian National Congress 239296 0 239296 24.05
2 ROHIT MADHUSUDAN MOHANBHAI Bahujan Samaj Party 5854 0 5854 0.59
3 RANJANBEN BHATT Bharatiya Janata Party 721422 0 721422 72.49
4 GOHIL RINKU Yuva Jan Jagriti Party 3040 0 3040 0.31
5 JAT SUBHAS SINGH BRIJLAL All India Hindustan Congress Party 839 0 839 0.08
6 TAPAN DASGUPTA SOCIALIST UNITY CENTRE OF INDIA (COMMUNIST) 722 0 722 0.07
7 MOHSIMMIYA (SAIYAD MOHSIN BAPU) Bahujan Mukti Party 702 0 702 0.07
8 LION DR. YASINALI POLRA New All India Congress Party 1420 0 1420 0.14
9 SANTOSH S. SOLANKI Bhartiya Manavadhikaar Federal Party 655 0 655 0.07
10 NIMESH PATEL (KAMROL) Independent 721 0 721 0.07
11 PATEL KALIDAS (KALIDAS M. PATEL ALIAS NAPOLEON) Independent 1095 0 1095 0.11
12 DR. RAHUL VASUDEVBHAI VYAS Independent 2677 0 2677 0.27
13 SINDHI MAHEBUBKHAN YUSUFKHAN (VAKIL) Independent 3365 0 3365 0.34
14 NOTA None of the Above 13370 0 13370 1.34
  Total   792603 0 792603  

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news