rapid test

રેપિડ ટેસ્ટને લઈને ડો.શીતલ મિસ્ત્રીનું મોટું નિવેદન, ભરોસો ન રાખો આ ટેસ્ટ પર

રેપિડ ટેસ્ટમાં નેગેટિવ આવેલા 15 થી 65 ટકા દર્દીઓ RTPCR ટેસ્ટમાં પોઝિટિવ આવે છે. આવામાં દર્દીની લાપરવાહી ફેફસાને મોટું નુકસાન પહોંચાડી શકે છે

Sep 20, 2020, 04:06 PM IST

તાત્કાલિક કોરોના રિપોર્ટ આપી શંકાસ્પદને ટ્રેસ કરવાની રણનીતિ પર AMC એ કર્યું ફોકસ

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અનેક વિસ્તારોમાં ડોમ બનાવી કોરોના ટેસ્ટિંગ પોઇન્ટ ઉભા કરાયા.
  • AMC આખરે ફરી એકવાર ટ્રેસિંગ થિયરી પર મજબૂતાઈથી કામે લાગ્યું.
  • કર્ણાવતી ક્લબની સામે આવેલ ખાણીપીણી બજાર સીલ કરવામાં આવ્યું

Sep 15, 2020, 10:47 AM IST

દાવાનળની જેમ અમદાવાદમાં ફેલાયો કોરોના, માત્ર બોડકદેવ-ચાંદલોડિયામાં જ 452 કેસ

  • માત્ર બે જ વોર્ડ બોડકદેવ અને ચાંદલોડિયામાં કોરોનાના 452 પોઝિટિવ કેસ મળી આવ્યા.
  • કોરોના આંકડા અંગે amc ની રમતનો મોટો પર્દાફાશ થયો છે. જોકે, Amc દ્વારા આ મામલે સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી

Sep 11, 2020, 08:19 AM IST

અમદાવાદ : સુરતથી આવતી-જતી ST બસોને ગીતામંદિર ડેપોમાં એન્ટ્રી નહિ મળે

અમદાવાદમાં કોરોનાના પગલે ફરીથી એસટી સેવાને અસર થઈ છે. સુરતથી અમદાવાદ આવતી અને અમદાવાદથી સુરત જતી એસટી બસના સંચાલન મામલે મોટો નિર્ણય લેવાયો છે. સુરતથી આવતી એસટી બસોને હવે ગીતા મંદિર ડેપો ખાતે પ્રવેશ આપવામાં નહિ આવે. પ્રવાસીઓના સ્વાસ્થ્યની સલામતીના કારણે એન્ટ્રી બંધ કરાઇ છે. સુરતથી ખાનગી વાહનોમાં આવતા લોકોનું પણ શહેરમાં પ્રવેશ પહેલા સ્કેનિંગ શરૂ કરાયું છે. એસટી વિભાગ અને amc દ્વારા એક્સપ્રેસ હાઈ વે પર તપાસ થઈ રહી છે. હાઈવે પર રેપિડ ટેસ્ટથી સ્કેનિંગ શરૂ કરાયું છે. થોડા દિવસ પહેલા જ ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ પણ બંધ કરાયું છે. 

Jul 11, 2020, 11:03 AM IST

સુરતથી અમદાવાદ આવનારા 18 કોરોના સંક્રમિત નીકળ્યા, AMC એલર્ટ થયું

સુરતમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદ મનપા તંત્ર એલર્ટ થઈ ગયું છે. સુરતથી આવતા લોકોનું અમદાવાદના એન્ટ્રી પોઇન્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતથી અમદાવાદ આવતા લોકોનું એક્સપ્રેસ વે પર ચેકિંગ વધારવામાં આવ્યું છે. અત્યાર સુધી 360 રેપિડ ટેસ્ટમાં 18 લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. પોઝિટિવ લોકોને અમદાવાદ અને સુરતની હોસ્પિટલમાં ક્વોરેન્ટાઈન કરવામા આવે છે. સુરત પાછા જનારા લોકોને સુરત કોર્પોરેશન દ્વારા ક્વોરેન્ટાઈન અથવા દાખલ કરવાની વ્યવસ્થા કરવામા આવશે. કોરોનાના રેપિડ ટેસ્ટથી ચેકિંગ કરવામા આવી રહ્યું છે. અમદાવાદ શહેરમા પ્રવેશ થતા દરેક રસ્તા પર પોલીસ અને હેલ્થની ટીમો સઘન કાર્યવાહી કરી રહી છે. અમદાવાદમાં ફરીથી કોરોના ના ફેલાય તે માટે કાર્યવાહી મજબૂત બનાવાઈ છે. 

Jul 11, 2020, 07:58 AM IST

કિટમાં ખામી, રાજસ્થાન સરકારે રોક્યા કોરોનાના એન્ટીબોડી રેપિટ ટેસ્ટ

રાજસ્થાનમાં રેપિડ ટેસ્ટ કિટની વિશ્વસનીયતાને લઈને મોટો સવાલ ઊભો થઈ ગયો છે. સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કોરોનાના 100 દર્દીઓના આ કિટ દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાંથી 5 પોઝિટિવ જાણવા મળ્યા છે. 

Apr 21, 2020, 12:13 PM IST