Shailesh parmar News

ધારાસભ્ય શૈલેષ પરમારના ઘરે પહોંચી પોલીસ, જુઓ વીડિયો
ગઈકાલે રાત્રે અમદાવાદ (Ahmedabad) ના મેમનગર વિસ્તારમાં ધારાસભ્ય શૈલેષ પરમાર (MLA Shailesh Parmar) ની ગાડીથી પ્રફુલ પટેલ નામના શખ્સનું મોત નિપજ્યું હતું. ત્યારે પરિવારના મોભીનું મોત થયા બાદ પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમની પત્ની પતિના મોત બાદ વિપાલ કરી રહ્યા છે કે, હવે તેમનો પરિવાર કેવી રીતે ચાલશે. ત્યા બીજી તરફ, ધારાસભ્ય શૈલેષ પરમારે 12 કલાક વિત્યા બાદ પણ પીડિત પરિવારને મળવામાં માનવતા દાખવી નથી. મોડી રાત્રે પૂરી ઝડપે આવતી ધારાસભ્યની ઈનોવા કારે એક્ટિવા ચાલકે ટક્કર મારતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ સરવાર દરમિયાન પ્રફુલ પટેલનું મોત નિપજ્યું હતું. જેને લઇને હાલ પોલીસ ધારાસભ્ય શૈલેષ પરમારના ઘરે પહોંચી હતી.
Dec 3,2019, 17:50 PM IST
દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારની કાર અડફેટે એકનું મોત, ડ્રાઈવર ફરાર
Dec 3,2019, 10:01 AM IST

Trending news