shankarsinh waghela

કેટલાક ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પણ એ શક્ય નથી : ગૃહરાજ્ય મંત્રી

છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાથી દારૂબંધી હટાવવાની ચર્ચા ઉઠી છે. તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સોશિયલ મીડિયા પર દારૂબંધી (liquor ban) હટાવવા માટે અભિયાન પણ ચલાવી રહ્યાં છે. તેઓ દારૂબંધી હટાવવાની તરફેણમાં છે. આવામાં ગાંધી જયંતી નિમિત્તે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોટું નિવેદન આપતા કહ્યું કે, કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ એ શક્ય નથી.

Oct 2, 2020, 12:47 PM IST

ગુજરાતમાંથી દારૂબંધીને હટાવવા આક્રમક મોડમાં આવ્યા શંકરસિંહ વાઘેલા, શરૂ કર્યું અભિયાન

  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે લોકોનો મત માંગ્યો.
  • તેઓએ સોશિયલ મીડિયા પર નામ માત્રની દારૂબંધીના નુકસાન અને દારૂબંધી હટાવવાના ફાયદા ગણાવ્યા

Sep 26, 2020, 03:01 PM IST

છુપાઈ છુપાઈને નથી પીવો દારૂ.... દારૂબંધી વિશે હવે ખૂલીને બોલવા લાગી ગુજરાતની જનતા

  • દમણ, દીવ, ગોવા, મુંબઈ, આબુ કે ઉદયપુર જવા કરતા તો ગુજરાતમાં જ દારૂ પીવા મળે તેવું લોકો કહી રહ્યાં છે.
  • નવી જનરેશન દારૂબંધીના કાયદાને હટાવવાની વાત કરી રહી છે. આવામાં તમારો અભિપ્રાય ZEE 24 કલાકને જણાવો

Sep 12, 2020, 02:59 PM IST

ગુજરાતના મંત્રી રમણ પાટકર કોરોનાની ઝપેટમાં આવ્યા

નેતાઓ કોરોનાની ઝપેટમાં આવવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે ગેનીબેન ઠાકોર બાદ હવે આજે રાજ્યકક્ષાના વન પ્રધાન રમણ પાટકરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કોરોનાની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. રમણ પાટકર ગઈકાલે હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે ગયા હતા. જેના બાદ તેઓમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો. તબિયત નાદુસ્ત હોવાથી તેઓએ આજે કેબિનેટમાં ન આવવાનો પણ નિર્ણય કર્યો હતો, પરંતુ તે પહેલા જ તેઓને હોસ્પિટલ દાખલ કરાયા હતા. 

Jul 8, 2020, 10:06 AM IST

વાવના MLA ગેનીબેન ઠાકોર કોરોનાની ઝપેટમાં, ભરતસિંહ સોલંકી માટે આગામી 24 કલાક મહત્વના

એક પછી એક રાજકીય નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા બાદ હવે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ કોરોનામા સપડાયા છે. ગેનીબેન ગાંધીનગર સદસ્ય નિવાસમાં હોમ ક્વોરેન્ટાઈન થયા છે. શરૂઆતમાં તેઓ ઘરેથી જ કોરોનાની સારવાર લઈ રહ્યાં હતા, પરંતુ હવે ગેનીબહેનને એમએલએ ક્વાર્ટરમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે તેવુ જાણવા મળ્યું છે. 

Jul 7, 2020, 02:08 PM IST

મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં મારા ઉમેદવાર ઉતારીશ : શંકરસિંહ વાઘેલા 

શંકરસિંહ વાઘેલા એનસીપીથી નારાજ હોવાના અને પાર્ટી છોડવા હોવાના અહેવાલ ચર્ચામાં આવ્યા હતા. તો બીજી તરફ, કાર્યકારી અધ્યક્ષ બબલદાસ પટેલે એનસીપીમાંથી રાજીનામુ આપ્યું છે. ત્યારે આજે પત્રકાર પરિષદમાં સામે આવીને શંકરસિંહ વાઘેલાએ અનેક ખુલાસા કર્યાં હતા. તેઓએ જણાવ્યું કે, હું કાર્યકારી અધ્યક્ષ બબલદાસભાઈ અને 10 હજાર જેટલા કાર્યકરોનો આભાર માનું છું, મને એ તમામે શુ કરવું તેના માટે અધિકૃત કર્યો છે. જે નિર્ણય

Jun 4, 2020, 01:19 PM IST

અમિત શાહ સામે સીધી ટક્કર અંગે બાપુ બોલ્યા, હું ચૂંટણી લડવાનો નથી

 ભાજપે પોતાની પરંપરાગત બેઠક ગાંધીનગર પર લાલકૃષ્ણ અડવાણીને હટાવીને અમિત શાહને ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે. ત્યારે હવે કોંગ્રેસ અને એનસીપી આ સીટ પર તેમના કયા ઉમેદવારને લડાવે તેવી ચર્ચાઓ તેજ બની છે. 

Mar 25, 2019, 12:58 PM IST

ચર્ચાના ચગડોળે ચઢી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ MLA નારાયણ પટેલ વચ્ચેની મુલાકાત

 મહેસાણાના સોશિયલ મીડિયામાં ઊંઝાનું રાજકારણ ફરી ગરમાયું છે. તાજેતરમાં જ એનસીપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જેમાં આ વખતે પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું નામ પણ સામેલ છે. સોશિયલ મીડિયામાં ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ શંકરસિંહ વાઘેલા સાથે જોવા મળતા વાત ચર્ચાના ચગડોળે ચઢી છે. 

Mar 2, 2019, 06:09 PM IST

લોકસભા પહેલા જ શંકરસિંહ સક્રિય, બક્ષીપંચ સંમેલનમાં સરકારને અનેક મુદ્દે ઘેર્યાં

 લોકસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ સક્રિય થઈ ગયા છે. તમામ સમાજના પ્રશ્નોને લઈને તેમણે આજે ખેડામાં સંમેલન યોજ્યું હતું. જેમાં તેમણે સરકાર પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ યાત્રાધામ ફાગવેલ ખાતે ભર્યું બક્ષીપંચ સંમેલન બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ અંગે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ફિલ્મ સ્ટાર અનુપમ ખેરની કોઈ પૂછડી પૂછતું નથી. મનમોહનસિંહ જેવા નેતાનો રોલ કરવાની અનુપમ ખેરની કોઈ ક્ષમતા નથી.

Dec 30, 2018, 03:36 PM IST
Shankarsinh waghela at OBC meet in Kheda PT7M35S

બક્ષીપંચ સંમેલનમાં શંકરસિંહ વાઘેલાના આક્રમક તેવર, જુઓ Video

લોકસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ સક્રિય થઈ ગયા છે. તમામ સમાજના પ્રશ્નોને લઈને તેમણે આજે ખેડામાં સંમેલન યોજ્યું હતું. જેમાં તેમણે સરકાર પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ યાત્રાધામ ફાગવેલ ખાતે ભર્યું બક્ષીપંચ સંમેલન બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ અંગે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ફિલ્મ સ્ટાર અનુપમ ખેરની કોઈ પૂછડી પૂછતું નથી. મનમોહનસિંહ જેવા નેતાનો રોલ કરવાની અનુપમ ખેરની કોઈ ક્ષમતા નથી.

Dec 30, 2018, 03:35 PM IST