Shivansh case News

ગુજરાતને સૌથી વધારે મુંઝવી રહેલો સવાલ! હવે શિવાંશ કોની પાસે રહેશે? આ રહ્યો જવાબ
ગુજરાતમાં બહુ ગાઝેલા શિવાંશ કેસ જાણે કોઇ થ્રિલર રાઇડ હોય તેમ એક પછી એક ચોંકાવનારા વળાંકો આવ્યા હતા. આખરે સમગ્ર કેસ પરથી પરદો ઉચકાયો ત્યારે સમગ્ર ગુજરાત દિગમુઢ બની ગયું હતું. હાલ શિવાંશની માતાનું મોત થઇ ચુક્યું છે. જ્યારે શિવાંશના પિતા હવે જેલમાં જાય તે નક્કી છે તેવામાં શિવાંશનું કોણ તે એક મોટો સવાલ થાય છે. આ અંગે કાયદાના નિષ્ણાંતો અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હાલ તો શિવાંશના ડિએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સચિન અને હિનાના મૃતદેહમાંથી પણ ડીએનએ સેમ્પલ લેવાશે. આ તમામ સેમ્પલ મેચ કરાવીને શિવાંશ આ બંન્નેનું જ બાળક હતું તે સાબિત કરવામાં આવશે. જો કે આ રિપોર્ટ આવતા 15 દિવસ લાગી શકે છે. 
Oct 10,2021, 23:37 PM IST
શિવાંશ કેસ ઉકેલનાર અભય ચુડાસમા-મયુર ચાવડાનું નામ સાંભળીએ આજે પણ આતંકવાદીઓ થથરે છે
ગુજરાતમાં બહુ ગાજેલા હાઇપ્રોફાઇલ બાળક શિવાંશના કેસમાં ગણત્રીની કલાકોમાં જ નરાધમ પિતાને ઝડપી પાડનાર ટીમમાં સૌથી મહત્વની ભુમિકા ભજવનાર બંન્ને ઉચ્ચ અધિકારીઓએ કુશળતા પુર્વક આ કેસ સોલ કર્યો છે. ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા અને મયુર ગાંધીનગર એસપી મયુર ચાવડાની આ જોડી ભલભલા કુખ્યાત આરોપીનો દાંત ખાટા કરી ચુકી છે. દેખાવે સૌમ્ય દેખાતી આ જોડી જ્યારે એક્શન મોડમાં આવે છે ત્યારે ભલભલા અસામાજિક તત્વો અને આતંકવાદીઓ પણ થથરી ઉઠે છે. આ જોડી અગાઉ પણ એવા કારનામા કરી ચુકી છે કે, જે જોઇને ભલભલા પોલીસ અધિકારીઓ મોમાં આંગળા નાખી ગયા હતા. શિવાંશ કેસમાં 24 કલાક જેટલા સમયમાં શિવાંશને રઝળતો મુકી જનાર પિતાની ન માત્ર ઓળખ કરી પરંતુ તેના પિતાની ધરપકડ પણ કરી લીધી હતી.
Oct 11,2021, 19:16 PM IST

Trending news