Small village News

બનાસકાંઠાના નાનકડા ગામમાં શોપિંગ સેન્ટર મુદ્દે વાતાવરણ તંગ
શહેરના થરાદના રાહ ગામમાં ગોચરમાં ભૂમાફિયાઓ દ્વારા શોપિંગ સેન્ટર બનાવ્યું હોવાના આક્ષેપ સાથે આજે ગામલોકો એકત્રિત થઈને શોપિંગ સેન્ટર તોડી પાડવાની માંગ કરી હતી. જ્યા સુધી શોપિંગ સેન્ટર નહિ તોડાય ત્યાર સુધી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. થરાદ તાલુકાના રાહ ગામમાં છેલ્લા એક વર્ષથી સર્વે નંબર 553 માં બની રહેલું શોપિંગ સેન્ટર વિવાદોમાં છે. આ વિવાદીત શોપિંગ સેન્ટરને લઈને ગામલોકો આક્ષેપ કરી રહ્યા છે કે, ભૂમાફિયાઓ દ્વારા ગામના ગોચરનો સર્વે નંબર બદલીને તેના ભૂમાફિયાઓ દ્વારા ડીએલઆર કચેરી સાથે મિલીભગત કરીને ખોટા રેકર્ડ ઉભ કરી નકશો બનાવી ખોટી સીટ બેસાડી જમીન માલિકીની કરીને તેના ઉપર ખોટી રીતે મોટું શોપિંગ સેન્ટર બનાવી દેવાયુ છે. 
Jul 10,2022, 17:34 PM IST
ગીરસોમનાથના નાનકડા ગામમાં ચાલતું હતું કુટણખાનુ, SP પણ જાણીને ચોંકી ઉઠ્યા અને...
ભોજદે ગીર ગામમાં ચાલતા કુટણખાનાના સ્થળ પરથી બે યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. વિશ્વ પ્રખ્યાત સાસણ ગીર નજીકના ભોજદે ગીરના એક ફાર્મ હાઉસમાં ચાલતા કુટણખાનામાં ડમી ગ્રાહકને મોકલી એએસપીએ એલસીબીને સાથે લઈ દરોડો પાડી બે યુવતીઓને છોડાવેલ હતી. જ્યારે ફાર્મ હાઉસમાંથી સુરતના બે દલાલો અને દેહવિક્રયનો વેપલો ચલાવતા મેંદરડા અને વિસાવદરના એક-એક મળી કુલ ચાર શખ્સોને ઝડપી કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. આ ગેરકાયદેસર ચાલતા કુટણખાના મામલે એલસીબીએ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ પકડાયેલા ચારેય આરોપીઓ તથા ફરાર થઈ ગયેલા ફાર્મ હાઉસના માલિક મળી પાંચ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની દરોડાની કાર્યવાહીના પગલે ગીર પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.
Jun 19,2022, 19:46 PM IST

Trending news