Turns News

VADODARA:નાના ભાઇની ટુ વ્હીલર લેવાની જીદે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને બનાવી દીધો કરોડપતિ
વડોદરાના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરે નાનાભાઇએ સ્કૂલમાં જવા માટે ટુ-વ્હીલર ખરીદી આપવાની જીદ કરતા નાના ભાઈની જૂની સાઇકલને મોડિફાઇ કરીને ઇલેક્ટ્રિક સાઇકલ બનાવી અને મહિને એક લાખ રૂપિયાની કમાણી શરૂ થઇ ગઈ હતી. નાનાભાઇએ સ્કૂટર ખરીદવાની જીદ કરતા પહેલીવાર ઇલેક્ટ્રિક સાઇકલ તૈયાર કરનાર એન્જિનિયર વિવેક પાગેએ જણાવ્યું હતું કે, જ્યારે મેં ઇલેક્ટ્રિક બાઇક બનાવી ત્યારે મને તેના માર્કેટિંગનો કોઇ અનુભવ નહોતો પણ હિંમત કરીને મે ફ્લેશ મોટર બાઇકના નામે સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. જોકે રોકાણના અભાવે મારે આ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા જ પડતો મૂકવો પડ્યો હતો. ત્યાર બાદ મેં 2 વર્ષ સુધી ડિઝાઇન એન્જિનિયર તરીકે કામ કર્યું, જ્યાં હું ઇલેક્ટ્રિક પેનલ ડિઝાઇન કરતો હતો. 
Jul 13,2021, 23:54 PM IST
એરોનોટિક્સ એન્જિનિયરે ચાલુ કર્યો MD ડ્રગ્સનો કારોબાર, આ રીતે ચલાવતો સમગ્ર કારોબાર
કરોડ પ્રતિબંધિત એમ ડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્રણ આરોપીની પૂછપરછમાં મુખ્ય આરોપી એવા એરોનોટીક્સમાં એન્જિનિયરિંગ કરનારા સંકેત અન્ય લોકો સાથે મળું એમ ડી ડ્રગ્સ બનાવતો હતો. પોલીસે સંકેતના મિત્ર પ્રજ્ઞેશ ઠુમ્મર અને અગાઉ પકડાયેલા સલમાન ઝવેરીના ખાસ મિત્ર મોહંમદ સુફીયાન ઉર્ફે બાબા મેમણની ધરપકડ કરી છે. વરાછા એલ.એચ રોડ પર રંગ અવધૂત સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના દુધાળા ગામનો રહેવાસી પ્રજ્ઞેશ પ્રવિણ ઠુમ્મર એમડી ડ્રગ્સ બનાવવામાં મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે સંકેતની ધરપકડ બાદ કડોદરા ખાતે એક કેમિકલ ફેકટરીમાં દરોડા પડ્યા હતાં. આ ફેકટ્રીમાં સંકેતે જ પ્રજ્ઞેશ ઠુમ્મરને એમડી બનાવવાની રીત શીખવી હતી.
Sep 27,2020, 18:25 PM IST

Trending news