Unhappy News

ચાર લગ્ન કરીને પણ ખુશ નહી થતા યુવકે પાંચમા લગ્ન કર્યા પરંતુ દુલ્હન એવી નિકળી કે યુવક
જિલ્લામા બારેજાના યુવકે લૂંટેરી દુલ્હનના કારણે આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ચાર વખત લગ્નમા નિષ્ફળતા મેળવ્યા બાદ લૂંટેરી દુલ્હનનો શિકાર થતા આપઘાત કર્યો હતો. પોલીસે બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી હતી. જયારે લૂંટેરી દુલ્હન અને તેની માતાની શોધખોળ શરૂ કરી છે. પોલીસ કસ્ટડીમા જોવા મળતા આ આરોપીઓ આશાબેન, રાજુભાઈ અશ્વિન, મુકેશ અને સુફીયાના છે. આરોપીઓએ પૈસાની લાલચમા લૂંટેરી દુલ્હન સાથે બારેજાના યુવકના લગ્ન કરાવ્યા હતા. લગ્નના દસ દિવસમા લૂંટેરી દુલ્હન ફરાર થઈ જતા યુવકે આપઘાત કરી લીધો. ઘટનાની વાત કરીએ તો બારેજામા રહેતા હિતેષ સોલંકીએ વલસાડના રાજુભાઈ અને આશાબેનના સંપર્કમા આવ્યો હતો. આ આરોપીએ દોઢ લાખ રૂપિયા લઈને મુંબઈના રાણી નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. આ રાણી લૂંટેરી દુલ્હન નીકળી હતી. 
Mar 28,2022, 16:46 PM IST
અમદાવાદ: દેશનો દરેક નાગરિક કોઇને કોઇ પ્રકારે આંદોલનનાં માર્ગે: ભાગવત
Feb 16,2020, 23:59 PM IST
સરકારની LRD મુદ્દે જાહેરાત:સવર્ણ/અનામત બંન્ને વર્ગો નાખુશ, આંદોલન યથાવત્ત
LRD ભરતી મુદ્દે મહિલા ઉમેદવારો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો અંત લાવવા રાજ્ય સરકારે આજે નિર્ણય લીધો છે. આ મુદ્દે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરતી બોર્ડનાં ચેરમેન વિકાસ સહાય વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નાયબમુખ્યમંત્રી નીતન પટેલની પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું છે.  આ બેઠકબાદ નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ યોજીને જુનો પરિપત્ર આ ભરતીમાં લાગુ નહી પડે તેવું જણાવ્યું હતું. 1 ઓગષ્ટ 2018નાં પરિપત્રની જોગવાઇને ધ્યાને નહી લેવામાં આવે અને જે ઉમેદવારને 62.5 ટકાથી વધારે માર્ક હશે તેનો સમાવેશ આ ભરતીમાં કરવામાં આવશે અને તેનાં માટે સીટો વધારવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
Feb 16,2020, 21:32 PM IST

Trending news