અમદાવાદ: દેશનો દરેક નાગરિક કોઇને કોઇ પ્રકારે આંદોલનનાં માર્ગે: ભાગવત
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) સંઘચાલક મોહન ભાગવત બે દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવેલા છે. મોહન ભાગવતે શનિવારે મણિનગરનાં RSS નાં મુખ્ય કાર્યાલય ડૉ. હેડગેવાર ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે સાંપ્રત સમયમાં ભારતનો રોલ વિષય પર પ્રવસ આપ્યું હતું. દરમિયાન તેમણે સમાજમાં વધી રહેલ હિંસા અને અસંતોષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઇ રહ્યું છે. મિલમાલિક, મજુર, સરકાર, જનતા, વિદ્યાર્થી, શિક્ષકથી માંડીને દેશની તમામ જનતા કોઇને કોઇ રીતે આંદોલન કરી રહી છે. તમામ લોકો દુ:ખી, અસંતુષ્ટ અને સમાજવાદનાં નામે તકરાર કરી રહ્યા છે.
Trending Photos
અમદાવાદ : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) સંઘચાલક મોહન ભાગવત બે દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવેલા છે. મોહન ભાગવતે શનિવારે મણિનગરનાં RSS નાં મુખ્ય કાર્યાલય ડૉ. હેડગેવાર ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે સાંપ્રત સમયમાં ભારતનો રોલ વિષય પર પ્રવસ આપ્યું હતું. દરમિયાન તેમણે સમાજમાં વધી રહેલ હિંસા અને અસંતોષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઇ રહ્યું છે. મિલમાલિક, મજુર, સરકાર, જનતા, વિદ્યાર્થી, શિક્ષકથી માંડીને દેશની તમામ જનતા કોઇને કોઇ રીતે આંદોલન કરી રહી છે. તમામ લોકો દુ:ખી, અસંતુષ્ટ અને સમાજવાદનાં નામે તકરાર કરી રહ્યા છે.
સુરત: બારડોલીમાં ગાડી કેનાલમાં ખાબકતા, પરિવારનાં 3 લોકોનાં મોત નિપજ્યાં
મોહન ભાગવતે જણાવ્યું કે, આપણે વિકસિત વિશ્વમાં વસીએ છીએ તેવું જરૂર કહીશકીએ. આપણી પાસે તમામ પ્રકારની સુવિધા છે, જે અગાઉ નહોતી. આજે 100 વર્ષ અગાઉ પણ નહોતી તેટલી સમૃદ્ધી છે. લોકો આજે પહેલાની તુલનાએ વધારે આરામદાયક જીવન જીવી રહ્યા છે. આજે કોઇ પણ બાબતે માહિતી જોઇતી હોય તો સેકન્ડોમાં મળી જાય છે. આંગળીનાં ટેરવે સમગ્ર વિશ્વની માહિતી રહે છે આ સરળતા નથી તો બીજુ શું છે. પરંતુ માણસ આના કારણે વધારે અસંતોષી બન્યો છે.
રાજકોટ: ગોંડલ નજીક બંધ ઇનોવામાં ગાડી ઘુસી જતા 2નાં મોત, 3 ગંભીર ઘાયલ
મોહન ભાગવતે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વ્યક્ત કરતા જણાવ્યું કે, વિશ્વ બે-બે યુદ્ધો થયા છતા હજી ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઇ રહ્યું છે. આજે દેશમાં દરેક વર્ગ કોઇને કોઇ પ્રકારે આંદોલન સાથે જોડાયેલો છે. વિજ્ઞાને એટલી પ્રગતી કરી છે કે તમામ બાબતો મિનિટોમાં હાજર થાય છે. લોકો નજીક તો આવ્યા છે પરંતુ સામે કટ્ટરતા, હિંસા, ઉગ્રવાદ જેવા જોખમો ઘટવાને બદલે વધી રહ્યા છે. તેવામાં મારી દ્રષ્ટીએ સમગ્ર વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે