traders

કોરોના મહામારીના 2 વર્ષ બાદ કચ્છી સ્થાનિકો માટે આનંદો! વેપારીઓ 1 કરોડથી વધારે રૂપિયાનો કરે છે વેપાર

કચ્છના બન્ની વિસ્તારનો પ્રખ્યાત કચ્છી મીઠો માવો કે જે કચ્છના બન્ની વિસ્તારના ગામો ભીરંડીયારા, હોડકો, ધોરડો ગામના માલધારીઓ દ્વારા બનાવવામાં આવતું હોય છે..

Nov 25, 2021, 04:09 PM IST

દુબઇનું સટ્ટા બજાર તો બચ્ચુ લાગે એવડું મોટું સટ્ટાબજાર અમદાવાદમાંથી ઝડપાયું, પોલીસને પણ આંખે અંધારા આવ્યા

* એલિસબ્રિજ પોલીસે શેર બજારમાં ડબ્બા ટ્રેડિંગ કરનારાને ઝડપ્યા
* શાશ્વત બ્રોકર્સ અને પીનાક સ્ટોક બ્રોકર બન્ને ઓફિસમાં રેડ
* નામચીન વિકી ઝવેરી અને સૌમિલ ભાવનગરી ઝડપાયા
* સ્ટોક એક્સચેન્જ બોર્ડની આંખમાં ધૂળ નાખી કમાતા હતા લાખો કરોડો રૂપિયા
* ડિમેટ એકાઉન્ટ વગર શેર બજારમાં રોકાણ કરતા આરોપીઓ

Sep 25, 2021, 09:14 PM IST

ગુજરાત સરકારની વેપારીઓને મોટી રાહત, રસીકરણ અંગેની વેપારીઓની સૌથી મોટી માંગ સ્વીકારી

ગુજરાત (Gujarat) માં વેપારી, ફેરિયા, હોટેલ- રેસ્ટોરન્ટ સહિતના વેપારી એકમોના માલિકો, સંચાલકો અને સ્ટાફને કોવિડ-19 (Covid 19)  સામેની વેક્સિન (Vaccine) લેવા માટે 31 જુલાઈને શનિવારે છેલ્લો દિવસ હતો. રસી ન લેનાર વેપારી 1 ઓગસ્ટથી ધંધો કરી શકશે નહી તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. જો કે રસીની અછત અને વેપારીઓની ઉદાસીનતા બંન્નેના કારણે હજી મોટા પ્રમાણમાં વેપારીઓ રસીકરણથી વંચિત છે. જેના કારણે વેપારી એસોસિએશનની માંગ હતી કે, રસીકરણ અંગેની તારીખ લંબાવવામાં આવે. જેના પગલે સરકાર દ્વારા વેપારીઓ માટે ફરજીયાત રસીકરણની તારીખ લંબાવીને 15 તારીખ કરી દેવામાં આવી છે. 

Jul 31, 2021, 07:15 PM IST

Rajkot માં વેપારીઓએ કર્યો મિની લોકડાઉનનો વિરોધ, કહ્યું- દુકાનો ખોલવાની મંજૂરી આપો

રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા કોરોનાને હરાવવા માટે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ (Night Curfew) સાથે દિવસ દરમિયાન ફક્ત મેડિકલ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે

May 11, 2021, 12:48 PM IST

Lockdown થી વેપારીઓની હાલત ખરાબ, બોલ્યા- કેજરીવાલ સરકાર ટેક્સના પૈસા મફતમાં વહેંચી શકે નહીં, અમને પણ મદદ જોઈએ

CAIT On Lockdown: કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે દેશમાં વેપારીઓ પણ ખુબ ચિંતિત છે. કારોબારી ગતિવિધિઓ અટકી જવાની અસર દેશના 8 કરોડ વેપારીઓ પર પડી છે.

May 10, 2021, 10:46 AM IST

ગુજરાતના આ જિલ્લામાં 10 દિવસનું સંપૂર્ણ લોકડાઉન,વહીવટી તંત્ર અને વેપારીઓનો નિર્ણય

સમગ્ર વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા તંત્ર અને વેપારી એસોસીએશન સહિતના મેડિકલ એસોસિએશનના સહયોગથી જિલ્લામાં 10 દિવસના lockdown નું એલાન કરવામાં આવ્યું છે. જે મુજબ આવતી 20 તારીખ એટલે કે મંગળવારથી 10 દિવસ સુધી વલસાડ જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન પાડવામાં આવશે. આજે વલસાડ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વલસાડના જિલ્લાના ધારાસભ્યો કનુભાઇ દેસાઇ, ભરત પટેલ સહિત જિલ્લાના વેપારી એસોસિએશનના હોદ્દેદારો અને અગ્રણીઓ સહિત જિલ્લાના  ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના અગ્રણી તબીબો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 

Apr 18, 2021, 10:59 PM IST

રાજકોટમાં બીજા દિવસે વેપારીઓનો વિરોધ, દુકાનો સજ્જડ બંધ કરી બંધ પાળ્યો

વેપારીઓનું કહેવું છે કે દુકાને ખરીદી કરવા આવતા ગ્રાહકો દુકાન પાસે વાહન પાર્ક કરે એટલે રાજકોટ (Rajkot)  શહેરની ટ્રાફિક પોલીસ ટોઈંગ વ્હિકલ દ્વારા તેમના વાહનો ઉપાડી જાય છે. જેના કારણે ગ્રાહકોને દંડ ફટકારવામાં આવતા તેમના વેપાર ધંધા ઉપર અસર પડી રહી છે. 

Mar 19, 2021, 11:58 AM IST

Bharat Bandh: આજે વેપારીઓનું ભારત બંધ, જાણો શું હશે ખુલ્લું અને શું રહેશે બંધ

દેશના 8 કરોડથી વધુ વેપારીઓએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં સુધારો લાવવા માટે આજે ભારત બંધ  (Bharat Bandh) નું આહ્વાન કર્યું છે. આ નિર્ણયનું સમર્થન કરતા ટ્રાન્સપોર્ટ સંગઠનો (Transporters Association) એ ટ્રકોને પાર્ક કરીને સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધી ચક્કાજામ કરવાનો નિર્ણય લીધો છે. 

Feb 26, 2021, 07:55 AM IST

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની પુષ્કળ આવક, વેપારીઓ ટેકા કરતા ઓછા ભાવે કરી રહ્યા છે માંગણી

* જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં તુવેરની આવક શરૂ 
* યાર્ડમાં દરરોજ ત્રણ થી ચાર હજાર ગુણી તુવેરની આવક
* યાર્ડમાં ખુલ્લી હરરાજીમાં એક હજારથી વધુનો ભાવ
* સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદવાની પ્રક્રિયા શરૂ   
* 1200 રૂપીયા ટેકાના ભાવ પરંતુ હજુ સુધી ખેડૂતો નથી આવતાં

Feb 4, 2021, 11:31 PM IST

સુરતના સિન્થેટિક ડાયમંડની વૈશ્વિક સ્તરે વધતી માંગ, વેપારીઓમાં ખુશીનો માહોલ

રિયલ ડાયમંડની સાથે સાથે સિન્થેટિક ડાયમંડના એક્સપોર્ટમાં આશ્ચર્યજનક વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સિન્થેટિક ડાયમંડની જ્વેલરીના એક્સપોર્ટમાં બે ગણો વધારો જોવા મળ્યો છે. એક્સપોર્ટના આંકડાઓ જોઈ આવનાર દિવસોમાં સુરત સિન્થેટિક ડાયમંડ અને જ્વેલરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો હબ બને તેવી આશા હાલ સર્જાઈ છે. 2020 ની અંદર 1192 મિલિયન ડૉલર એક્સપોર્ટ રિયલ ડાયમન્ડ અને સિન્થેટિક ડાયમન્ડ બંનેની કિંમત ને લઈ તુલના કરી શકાય નહીં. કારણકે નેચરલ ડાયમંડ અને સિન્થેટિક ડાયમંડના કિંમતમાં ખૂબ જ વધારે ફરક હોય છે. 

Dec 19, 2020, 10:51 PM IST

સાબરકાંઠાના પ્રાંતિજમાં સજ્જડ બંધ, કોરોના સંક્રમણને અટકાવવા સ્વયંભૂ કરાયું બંધ

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે વેપારીઓ દ્વારા આપવામાં આવેલ સ્વયંભૂ બંધને બીજા દિવસે પણ બજારો સજજડ બંધ રાખવામાં આવ્યા છે. કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા માટે બજાર સ્વયંભૂ બંધ કરાયું છે. લારી ગલ્લા સહિત તમામ દુકાનો બીજા દિવસે પણ બંધ જોવા મળી હતી

Nov 23, 2020, 12:00 PM IST

57 કલાકના કર્ફ્યૂ બાદ અમદાવાદના જમાલપુર માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, જુઓ તસવીરો

અમદાવાદના જમાલપુર માર્કેટમાં એટલી બધી ભીડ જોવા મળી રહી છે કે, આવી જ પરિસ્થિતિ રહી અને જો લોકોમાં જાગૃતતા નહિ આવે તો શહેરમાં વધતા જતા કોરોનાના કેસ પર કાબુ મેળવવો મુશ્કેલ બની જશે

Nov 23, 2020, 09:19 AM IST

રાજ્ય સરકારના કર્ફ્યૂ બાદ 4 મહાનગરોના રસ્તા પર લોકોની ભીડ, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ફરી કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી 1 હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યાં છે

Nov 23, 2020, 08:56 AM IST

AMCનો મહત્વનો નિર્ણય: ખાણીપીણીની દુકાનો હવે રાતના 12 વાગ્યા સુધી રહેશે ખુલ્લી

કોરોના કાળમાં વધતા કોરોના સંક્રમણને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારના 27 વિસ્તારોમાં રાતે 10 વાગ્યા સુધી ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખવા માટેની સમય મર્યાદા જાહેર કરી હતો. ત્યારે AMC દ્વારા આ સમય મર્યાદામાં વધારો કરી દુકાનદારોને રાતે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે.

Nov 11, 2020, 08:17 PM IST

અમદાવાદ: તહેવારો નિમિત્તે વેપારીઓએ રાખવો પડશે ખાસ ખ્યાલ, AMC ની નવી ગાઇડલાઇન

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાને કારણે સ્થિતી અત્યંક વિકટ છે. સરકાર લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે સતત અપીલ કરતી રહે છે. અમદાવાદ શહેરમાં પણ કોરોના વાયરસના કેસો ખુબ જ મોટા પ્રમાણમાં નોંધાઇ રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તહેવારોને ધ્યાને રાખીને ખાસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જેથી ફેરિયાઓ થકી કે કોઇ જાહેર સ્થળ પર વધારે ભીડ એકત્રીત ન થાય અને કોરોના વાયરસનો ફેલાવો અટકાવી શકાય.

Oct 17, 2020, 11:10 PM IST

કોરોનાના નામે વેપારીઓ કરી રહ્યા છે મનમાની: એક્સપાયરી લખવાના સરકારી નિયમનો વિરોધ

કોરોના બાદ વેપારીઓ મહામંદીનો સામનો કરી રહ્યા છે. તેવામાં કેન્દ્ર સરકારના વધુ એક નિર્ણય લાવતા વેપારીઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 1 ઓક્ટોબરથી મીઠાઈ પર એક્સપાયરી ડેટ લખવી ફરજીયાત કરવાના આદેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મીઠાઈ અને ફરસાણ ઉત્પાદક વેપારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ અને ગુજરાતના પ્રમુખે સ્પષ્ટ કહ્યું કે 'કેન્દ્ર સરકારના આદેશનું પાલન કરવું શક્ય જ નથી'. મીઠાઈ પર એક્સપાયરી ડેટ લખવી શક્ય નહી હોવાનું એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે. 

Sep 27, 2020, 04:49 PM IST

સુરત કાપડના માર્કેટમાં ટેન્ટ-શમિયાનાના વેપારીઓને 300 કરોડનું નુકસાન

બહુ ઓછા લોકો જાણે છે કે સુરત કાપડના માર્કેટમાંથી સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સ ઉપરાંત અન્ય કામ માટે વપરાતું કાપડ પણ મોટા પાયે બનાવવામાં આવે છે અને વેચાય છે અને જેમાં વાર્ષિક ટર્નઓવર બે હજાર કરોડનું ટેન્ટ-શમિયાનાનું છે. જે આજે કોરોના રોગચાળાને કારણે અટવાયું છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને અત્યાર સુધીમાં 300 કરોડનું નુકસાન થયું છે.

Sep 18, 2020, 04:16 PM IST

અમદાવાદ: 27 વેપારીઓ સાથે કરોડોની ઠગાઇ કરનાર ટોળકીના 3 સાગરીતોની ધરપકડ

અમદાવાદ ક્લોથ માર્કેટના 27 વેપારીઓ સાથે કરોડોની ઠગાઇ કરનાર ટોળકી આખરે ઝડપાઇ છે. કાગડાપીઠ પોલીસે મહારાષ્ટ્રથી એક આરોપીને ઝડપી સંખ્યાબંધ ઠગાઈના ગુણાઓનો ભેદ ઉકેલાયો છે. જેમાં એક આરોપી તો નામ બદલી મહારાષ્ટ્ર રહેતો હોવાનુ સામે આવ્યું છે. આરોપીઓએ બીજા વેપારીઓને પણ ઠગ્યા હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. આ મામલે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Jul 19, 2020, 09:51 PM IST

ચાઈનાની આ વાતને ગુજરાતના વેપારીઓએ ચેલેન્જ તરીકે સ્વીકારી

ચાઇનાના સરકારી અખબાર ગ્લોબલ્સ ટાઈમ્સ જણાવ્યું હતુ કે ભારતના લોકો ક્યારે પણ ચીનની વસ્તુઓ નહિ ખરીદે એ બની શકે નહીં અને આ વાતને ગુજરાતના વેપારીઓએ ચેલેન્જ તરીકે સ્વીકાર્યા છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા સરકાર 3000 વસ્તુઓની લિસ્ટ તૈયાર કરવામાં આવી છે, તેમાંથી 500 વસ્તુઓની લિસ્ટ ટ્રેડર્સ દ્વારા સરકારને આપી દેવામાં આવ્યા છે. અને માંગ કરવામાં આવી છે કે આ તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવે અથવા વધારે ટેક્સ લગાડવામાં આવે. સાથે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ગુજરાત પ્રાંતના વેપારીઓ એ જણાવ્યું છે કે ગુજરાત કરોડો વેપારીઓ ચાઇનાની વસ્તુઓ નો વેપાર ખોરવી કાઢશે.

Jun 22, 2020, 05:08 PM IST