Unlock1 News

સામૂહિક આત્મહત્યામાં ખુલાસો : બંને સગા ભાઈઓએ પુત્રોને ફરવા લઈ જવાનું કહીને મોત આપ્યુ
Jun 19,2020, 11:18 AM IST
અમદાવાદમા બે સગાભાઈઓએ પરિવાર વિખેર્યો, 6 લોકોની સામૂહિક આત્મહત્યાની ઘટનાથી ચકચાર
અમદાવાદના વટવા વિસ્તારમાં એક જ પરિવારના 6 વ્યક્તિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. વટવાના પ્રયોસા રેસિડન્સીમાં બે સગાભાઈઓ પોતાના પરિવારને લઈને આપઘાત કર્યો છે. સામૂહિક આપઘાતના પ્રયાસથી વટવા પોલીસ દોડતી થઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જોકે, બે સગા ભાઈઓ બાળકો કેમ આપઘાત કર્યો તે કારણ હજી સામે આવ્યું નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કોઈ અંતિમ ચિઠ્ઠી કે બીજુ કંઈ હાથ લાગે છે કે નહિ તે તપાસ શરૂ કર્યો છે. જોકે, આ દુખદ ઘટનાથી રેસિડન્સીમાં ગમગીનીનો માહોલ છવાયો છે. પોલીસ એમ પણ તપાસ કરી રહી છે કે, શું કોરોનાકાળમાં આવેલી મંદીના કારણે આ પરિવાર આર્થિક તંગીથી કંટાળીને આત્મહત્યા કરી છે કે કેમ. 
Jun 19,2020, 8:39 AM IST
વડોદરામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન આક્રમક બન્યું, હાઈવે પર ચક્કાજામ કરીને ટાયર સળગ
સરકાર દ્વારા વધારાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામે આજે ગુજરાત કોંગ્રેસ જિલ્લા મથકોએ ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે તેવી જાહેરાત કરી હતી. ત્યારે આજે અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરાયા હતા. તો અનેક જિલ્લાઓમાં કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. ત્યારે વડોદરા જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરોએ દુમાડ ચોકડી પાસે હાઇવે પર ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાએ હાઇવે પર ટાયર સળગાવ્યા હતા. પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટની આ માટે અટકાયત કરી છે. વિરોધ દર્શાવવા માટે કોંગ્રેસ કાર્યકરો ટ્રક પર ચડ્યા હતા અને હાઇવેના વાહનોને રોક્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી.
Jun 17,2020, 15:36 PM IST
અમદાવાદમાં આયુષ વિભાગમાં ડેપ્યુટેશન પર ગયેલા મહિલા તબીબ કોરોના સાથે દ્વારકા પરત ફર્ય
Jun 16,2020, 15:20 PM IST
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે ગુજરાત કોંગ્રેસ આવતીકાલે કરશે વિરોધ પ્રદર્શન
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાની ચિંતા નથી, પણ રાજ્યની તિજોરી પર થયેલી અસરની ચિંતા વધારે છે. આ આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે. અમિત ચાવાડાએ ગુજરાત સરકાર સામે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, નીતિન પટેલ lockdown ના કારણે રાજ્યની તિજોરી પર ભારે આર્થિક નુકસાન થયાનો દાવો કરે છે. તો સવાલ એ છે કે શું lockdown માં ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને નુકસાન થયું નથી? તેમનું બજેટ ખોરવાયું નથી? તેમનું આર્થિક ભારણ વધ્યું નથી? સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને જે આર્થીક નુકસાન થયું તેનો અભ્યાસ કર્યો નથી? લોકડાઉનના કારણે અનેક લોકોની નોકરી ઓ છુટી ગઇ ધંધા રોજગાર ઠપ્પ થયા પણ એની ચિંતા સરકારે કરી નથી?
Jun 16,2020, 13:50 PM IST
આરોગ્ય કમિશનરનું મોટું નિવેદન, ‘મેટ્રો શહેરોમાંથી એક પણ કોરોના દર્દીઓને અન્ય જિલ્લાઓ
Jun 13,2020, 14:19 PM IST
અમદાવાદ : મેયરના કાર્યક્રમમાં હાજર રહેનાર મહિલા કોર્પોરેટરને કોરાના, AMC શાસકોમાં ફફ
અમદાવાદમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ગઈકાલે અમદાવાદમાં 327 નવા કેસ નોંધાયા છે. આવામાં વધુને વધુ લોકો સંક્રમણમાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં વધુ એક ભાજપ કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નારણપુરાના કોર્પોરેટર સાધનાબેન જોશીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું ખૂલ્યું છે. સાધનાબેન અને તેમના પરિવારના બીજા સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ત્યારે સાધનાબેન તાજેતરમાં જ અમદાવાદના મેયર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ કન્ટેઈનમેન્ટ ઝોનમાં હોવાથી તેનો વિવાદ થયો હતો. તુલસી રોપાના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર હાજર રહ્યા હતા. 
Jun 13,2020, 12:25 PM IST
75 દિવસ બાદ ખૂલેલા શક્તિપીઠ અંબાજીમાં પ્રવેશવુ હશે તો આ નિયમ પાળવો પડશે
અનલોક 1 (Unlock1) માં 8 જૂનથી રાજ્યના અનેક મંદિરોના દ્વાર ખૂલી ગયા છે. પરંતુ આજે 75 દિવસના લાંબા લોકડાઉન બાદ અંબાજી મંદિર (Ambaji temple) ના દરવાજા ખૂલ્યા છે. શક્તિપીઠ અંબાજીમાં દર્શન કરવા માટે ભક્તો ઉતાવળા છે. પહેલા દિવસે દરવાજા ખૂલતા જ ભક્તોએ મંદિરમાં દર્શન કર્યાં હતા. ત્યારે અંબાજી મંદિરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) નું ખાસ ધ્યાનમાં રાખવામાં આવનાર છે. આજથી અંબાજી મંદિર ખોલવાનું હોઈ ગઈકાલે જિલ્લા કલેક્ટરે મુલાકાત લઇ સુરક્ષા અને યાત્રાળુઓની વ્યવસ્થાનુ નિરીક્ષણ કર્યુ હતું. તંત્ર દ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમા લઇ યોગ્ય આયોજન કરવામા આવ્યું છે. તો સાથે જ  વ્યવસ્થામા તમામ યાત્રાળુઓએ સહકાર આપવા વિનંતી કરી હતી. આ ઉપરાંત ભક્તોને જે સમય આપવામાં આવ્યો છે, તે સમયમાં જ ભક્તો શક્તિપીઠમાં દર્શન કરી શકશે. 
Jun 12,2020, 16:04 PM IST
જોઈ લો, કેવી રીતે ભાજપી નેતા અલ્પેશ ઠાકોરે સભા યોજીને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ
Jun 12,2020, 14:35 PM IST

Trending news