પાદરાનું શાક માર્કેટ બન્યું કોરોનાનું એપિ સેન્ટર, 9 વેપારી બાદ APMC ના ચેરમેન કોરોનાની ઝપેટ

વડોદરા પાસેના પાદરાનું શાક માર્કેટ કોરોનાનું એપિ સેન્ટર બની ગયું છે. 9 વેપારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે APMC ના ચેરમેન કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પાદરામાં કોરોનાનો કહેર વરસ્યો છે. પાદરામાં હવે APMC ના ચેરમેન ભાસ્કર પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માર્કેટમાં શાકભાજીના વેપારીઓનું સંક્રમણ વધ્યું છે. આ કારણે પાદરામાં દિવસેને દિવસે સતત કોરોનાનો આંકડો વધી રહ્યો છે. આ કારણે પાદરા શાક માર્કેટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 
પાદરાનું શાક માર્કેટ બન્યું કોરોનાનું એપિ સેન્ટર, 9 વેપારી બાદ APMC ના ચેરમેન કોરોનાની ઝપેટ

મિતેશ માળી/પાદરા :વડોદરા પાસેના પાદરાનું શાક માર્કેટ કોરોનાનું એપિ સેન્ટર બની ગયું છે. 9 વેપારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે APMC ના ચેરમેન કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પાદરામાં કોરોનાનો કહેર વરસ્યો છે. પાદરામાં હવે APMC ના ચેરમેન ભાસ્કર પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માર્કેટમાં શાકભાજીના વેપારીઓનું સંક્રમણ વધ્યું છે. આ કારણે પાદરામાં દિવસેને દિવસે સતત કોરોનાનો આંકડો વધી રહ્યો છે. આ કારણે પાદરા શાક માર્કેટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 

આજથી 5 દિવસ પાદરા બંધ કરાયું છે. પાદરામાં વધુ પડતા કેસો વધતા આ નિર્ણય લેવાયો છે. પાદરાના વેપારી એસોસિયેશન દ્વારા સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે. પાદરામાં વધુ શાકભાજીના વેપારીઓમાં સંક્રમણ વધ્યું છે. પાદરા શાક માર્કેટના વેપારીઓ વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. વડોદરા જિલ્લામાં સૌથી વધુ કોરોનાના કેસ પાદરા તાલુકામાં નોંધાયા છે. 

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પાદરા શાકમાર્કેટ રોડ પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. લોકોની ભારે ભીડ જામતા માર્કેટમાં લોકો એકઠા થયા હતા. પાદરા શાક માર્કેટમાંથી 9 વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેથી પાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news