87 દિવસ બાદ ખૂલ્યા સાળંગપુર મંદિરના દ્વાર, પણ આરતીનો લ્હાવો નહિ મળે ભક્તોને

કોરોના વાયરસને પગલે કરાયેલા લોકડાઉન બાદ મંદિરમાં ભગવાનના દર્શન કરવા દુર્લભ થઈ ગયા હતા. 8 જૂનથી મંદિરોના દરવાજા ખૂલ્યા હતા. ત્યારે બોટાદમાં 87 દિવસ બાદ સાળંગપુર હનુમાનજી મંદિર (salangpur hanuman temple) ના દ્વાર ખૂલ્યા છે. આજે મંદિરમાં આવનાર તમામ દર્શનાર્થીઓ માટે માત્ર દર્શનનો જ લ્હાવો લઈ શકશે. દર્શનાર્થીઓને આરતીનો લાભ નહિ મળી શકે. આરતી સમયે મંદિરના દરવાજા બંધ રાખવામાં આવશે. 
87 દિવસ બાદ ખૂલ્યા સાળંગપુર મંદિરના દ્વાર, પણ આરતીનો લ્હાવો નહિ મળે ભક્તોને

રઘુવીર મકવાણા/બોટાદ :કોરોના વાયરસને પગલે કરાયેલા લોકડાઉન બાદ મંદિરમાં ભગવાનના દર્શન કરવા દુર્લભ થઈ ગયા હતા. 8 જૂનથી મંદિરોના દરવાજા ખૂલ્યા હતા. ત્યારે બોટાદમાં 87 દિવસ બાદ સાળંગપુર હનુમાનજી મંદિર (salangpur hanuman temple) ના દ્વાર ખૂલ્યા છે. આજે મંદિરમાં આવનાર તમામ દર્શનાર્થીઓ માટે માત્ર દર્શનનો જ લ્હાવો લઈ શકશે. દર્શનાર્થીઓને આરતીનો લાભ નહિ મળી શકે. આરતી સમયે મંદિરના દરવાજા બંધ રાખવામાં આવશે. 

અફઘાનિસ્તાનના વિદ્યાર્થીએ ગુજરાત યુનિવર્સિટીમાં સ્યૂસાઈડ કરતા ચકચાર, વૃક્ષ પર લટકતો મળ્યો મૃતદેહ

આજે સાળંગપુરમાં મંદિરમાં દર્શન કરવાની પરવાનગી મળતા જ ભક્તોએ દાદાના દર્શન કર્યા હતા. સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ ફરજિયાત માસ્ક સાથે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 87 દિવસ બાદ દાદાના દર્શન કરવા મળતા હરિભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે. 

8મી અનલોક 1માં ગુજરાતભરના મંદિરો ખોલવાના આદેશ અપાયા હતા. ત્યારે ભક્તો પણ મંદિરોમાં દર્શન કરવા માટે આતુર છે. પરંતુ તકેદારીના ભાગરૂપે ગુજરાતના કેટલાક મંદિરોના દ્વાર 8મીએ ખૂલ્યા ન હતા.  એવા અનેક મંદિરો છે, જેઓએ 8મી જૂને મંદિર ન ખોલવાનો નિર્ણય કર્યો હતો. સાળંગપુરનું સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરના ભક્તોએ હજુ દર્શન માટે જોવી રાહ જોવી પડી હતી. સરકારની સૂચના મુજબ 8 તારીખે મંદિરો ખોલવાની પરવાનગી મળી હતી, પરંતુ વડતાલ મંદિરના આદેશ મુજબ 17 જૂનથી તમામ મંદિર ખોલવાનો નિર્ણય કરાયો હતો. તેમજ અન્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી ભક્તોએ દર્શનની જોવી પડશે રાહ જોવી પડશે તેવું કહેવાયું હતું. ત્યાં સુધી ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે. મંદિર ખૂલ્યા બાદ દર્શન માટે સરકારના નિયમ મુજબ 20 વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે. માસ્ક વગરના કોઈપણ વ્યક્તિને પ્રવેશ તેમજ મંદિરમાં દર્શન નહિ કરી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news