Unveiled News

AHMEDABD: વરરાજા બનવા ન મળે તો કંઇ નહી પરંતુ જાનૈયા તો બનવું જ છે, અલ્પેશ ઠાકોરનો મો
અલ્પેશ ઠાકોરે આજે ZEE 24 Kalak સાથે ખાસ મુલાકાત કરી હતી. જેમાં તેમણે પોતાનું મન ખોલીને ચર્ચા કરી હતી. જેમાં મુખ્યમંત્રી અંગે સવાલ પુછવામાં આવતા તેમણે કહ્યું કે, બધાય પોતપોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે. જો કે હાલ તો દરેક સમાજ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. મારી વાત છે કે, વર્ષોથી પ્રશ્નો છે દલિત અને આદિવાસી અને છેડાવાના માણસને સમાનતાના ધારામાં આવે. કોઇ સવર્ણ સમાજ કોઇ પછાતનું વિરોધ નથી કરતું. કોઇ પછાત સવર્ણનો વિરોધ નથી કરી રહ્યા. ઓબીસી સમાજનો મુખ્યમંત્રી હોવો જરૂરી છે કે તમામ સમાજનો પ્રતિનિધિત્વ કરે તેવો મુખ્યમંત્રી હોવો જોઇએ, જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીએવો હોવો જોઇએ જે તમામ સમાજની ચિંતા કરે. કોઇ એવો મુખ્યમંત્રી જાતીવાદથી કામ કરે તેવો વ્યક્તિ હોવો જોઇએ.આપણે અનેક નેતાઓ એવા જોયા કે , જે ગુજરાતની ચિંતા કરે ગુજરાતના દરેક વર્ગની વાત કરે અને ચિંતા કરે.
Jul 6,2021, 0:07 AM IST

Trending news