US Elections: જો બિડેને ટ્રમ્પને પછાડી નિર્ણાયક સ્ટેટ પેન્સિલ્વેનિયામાં આગળ
Trending Photos
ન્યૂયોર્ક: વ્હાઇટ હાઉસ રેસ માટે નિર્ણાયક એવા પેન્સિલવેનિયા રાજ્યમાં નવ વાગ્યે (ઇએસટી) જો બિડેને (Joe Biden) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને પછાડ્યા છે. બિડેન હવે 5,587 મતો સાથે આગળ છે અને મતપત્રોની ગણતરી હજી બાકી છે. જો બિડેન પેન્સિલ્વેનિયા જીતે છે, તો તેમના માટે વ્હાઇટ હાઉસનો માર્ગ સ્પષ્ટ થઈ જશે અને તે રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election)માં વિજય મેળવશે. તે જ સમયે, ચૂંટણીની રેસમાં ટકી રહેવા માટે ટ્રમ્પે આ રાજ્ય જીતવું પડશે. વિજેતાને રાજ્યમાં 20 ઇલેક્ટોરલ મત મળશે.
આ પણ વાંચો:- US Elections: ટ્રમ્પના રાજમાં દુ:ખી PAK બિડેનના રાષ્ટ્રપતિ બનતા થશે ખુશ, જાણો શું છે કારણ
અમેરિકા (America)ની રાષ્ટ્રપતિ ચૂંટણી પર સમગ્ર દુનિયાની નજર છે. જો કે, શુક્રવાર, 6 નવેમ્બરના પણ આ નિર્ણય થઈ શક્યો નથી કે વ્હાઇટ હાઉસની રેસમાં રિપબ્લિકન ઉમેદવાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાજી મારી શકશે કે ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન રાષ્ટ્રપતિ બનશે. અમેરિકાના રાષ્ટ્રપતિનો તાજ હવે પેન્સિલ્વેનિયા રાજ્ય પર ઘણી હદ સુધી નિર્ભર કરી રહ્યો છે અને અહીં પર બિડન અને ઉપરાષ્ટ્રપતિ પદની ડેમોક્રેટિક ઉમેદવાર ભારતીય મૂળની અમેરિકન નાગરિક કમલા હૈરિસના પક્ષમાં વધારે રૂઝાન જોવા મળી રહ્યું છે.
ફિલાડેલ્ફિયા પર ઘણું નિર્ભર
રાજ્યનું સૌથી મોટું શહેર ફિલાડેલ્ફિયા પર ઘણું નિર્ભર કરે છે. ફિલાડેલ્ફિયામાં બિડન મોટી જીત મેળવી રહ્યાં છે. આ શહેરમાં લગભગ 54,000 મેલ-ઇન બેલેટ છે, જેમનું શુક્રવારના લગભગ 8 વાગ્યા સુધી ગણતરી ચાલુ છે. રાજ્યમાંથી જે પણ પરિણામ આવશે, તે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આ જોવા મળ્યું છે કે, ડેમોક્રેટિક મતદાતાઓએ મેલ વોટનો ખૂબ ઉપયોગ કર્યો છે. શુક્રવારના સામે આવેલા આંકડાઓથી પણ આ સાબિત થઈ રહ્યું છે કે, પેન્સિલ્વેનિયામાં મતદાન માટે માત્ર બે રીત હતી. મેલ અથવા વ્યક્તિગત રીતે. અહીં લોકોએ મેલ વોટનો ઉપયોગ વધારે કર્યો છે. તેની ગણતરીથી જાણવા મળી રહ્યું છે કે, મોટાભાગના વોટ બિડેનના પક્ષમાં છે અને તેમણે ટ્રમ્પની સરખામણીએ પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે.
લગભગ 1,60,000 મતનો રાહ છે. હાલ કુલ મળીને અનિશ્ચિતતાની સ્થિતિ છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ માનવામાં આવતા અમેરિકાના ચૂંટણી પરિણામનો માત્ર અમેરિકાના લોકોને જ નહીં, પરંતુ સમગ્ર દુનિયાને ઇન્તેજાર છે.
(ઇનપુટ-એજન્સી IANS)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે