ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટ કરી ફરી કર્યો જીતનો દાવો, ટ્વિટર યૂઝર્સનું આવું રહ્યું રિએક્શન

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી (US Presidential Election)માં ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન (Joe Biden)ને જીત મળી છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)પોતાની હાર માનવા માટે તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટ કરી ફરી એકવાર પોતાની જીતનો દાવો કર્યો છે. 

Updated By: Nov 16, 2020, 02:54 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટ કરી ફરી કર્યો જીતનો દાવો, ટ્વિટર યૂઝર્સનું આવું રહ્યું રિએક્શન

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી (US Presidential Election)માં ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન (Joe Biden)ને જીત મળી છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)પોતાની હાર માનવા માટે તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટ કરી ફરી એકવાર પોતાની જીતનો દાવો કર્યો છે. 

ચૂંટણીમાં ધાંધલીનો આરોપ
તમને જણાવી દઇએ કે ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવી રહ્યા છે. જોકે તેમણે હજુ સુધી તેને લઇને કોઇ પુરાવા આપ્યા નથી. રવિવારે પણ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું હતું  કે બૈડેન જીતી ગયા, કારણ કે ચૂંટણીમાં ધાંધલી થઇ. આ સાથે જ તેમણે મીડિયા પર પણ ફર્જી અને મૂક હોવાનો આરોપ લગાવ્યો હતો. 

હું ચૂંટણી જીતી ગયો: ટ્રમ્પ 
ડોનાલ્ડ ટ્રમ્પએ સોમવારે ટ્વીટ કરીને કહ્યું 'હું ચૂંટણી જીતી ગયો! 'તેમણે આ વાતની જાણકારી આપી નથી કે તેમના દાવો આધાર શું છે. 

ટ્વિટરએ ફરી માન્યતાને આપ્યો પડકાર
ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટની વૈધતાને ફરી એકવાર ટ્વિટરને પડકાર ફેંક્યો અને ટ્વીટ નીચે એક નોટીસ લગાવી દીધી. ટ્વિટરે પોતાના નિવેદનમાં કહ્યું 'સત્તાવાર સૂત્રોએ આ ચૂંટણીને અલગ ગણાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટ બાદ લોકોને તેમને ટ્રોલ કરી દીધા અને તેમાં ઘણા એવા યૂઝર્સ પણ હતા, જેમને બ્લૂ ટીક મળ્યું છે. 

આવું રહ્યું લોકોનું રિએક્શન

બાઇડેન-ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા કેટલા વોટ
તાજા આંકડા અનુસાર ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન (Joe Biden)ને કુલ 306 ઇલેક્ટોરલ વોટ મળ્યા છે. જ્યારે રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને 232 ઇલેક્ટોરલ વોટ પ્રાપ્ત થયા. તમને જણાવી દઇએ કે વર્ષ 2016માં યોજાયેલી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને 306 વોટ મળ્યા હતા અને તે રાષ્ટ્રપતિ બન્યા હતા. જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિંટનને 232 વોટ મળ્યા હતા. 

બાઇડેન 20 જાન્યુઆરીના રોજ લેશે રાષ્ટ્રપતિ પદની શપથ
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 306 વોટ પ્રાપ્ત કર્યા બાદ જો બાઇડેન 20 જાન્યુઆરી 2021ના રોજ રાષ્ટ્રપતિ પદની શપથ લેશે અને અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બનશે. જો બાઇડેન અમેરિકીની ઇતિહાસમાં સૌથી નાની ઉંમરમાં રાષ્ટ્રપતિ બનનાર પહેલાં વ્યક્તિ છે.