Uss nimitz News

ચીનને ઘેરવાનો પ્લાન, ભારતીય નેવીની જબરદસ્ત તૈયારી, અમેરિકા પણ આપશે સાથ
ચીન  (China-India border Dispute) સાથે તણાવ વચ્ચે અમેરિકી નેવી ભારતીય નેવી સાથે મળીને યુદ્ધાભ્યાસ કરી શકે છે. મળતી માહિતી મુજબ અમેરિકી એરક્રાફ્ટ કેરિયર USS નિમિત્ઝ (USS Nimitz) તેમાં સામેલ થઈ શકે છે. નિમિત્ઝ હાલ હિન્દ મહાસાગરમાં તૈનાત છે. અને નેવી આંદમાન અને નિકોબાર ટાપુ તટે યુદ્ધાભ્યાસ કરી રહી છે. એરક્રાફ્ટ કેરિયર નિમિત્ઝ યુએએસએસ થિયોડોર રૂઝવેલ્ડ સાથે સાઉથ ચાઈના સીમાં વોરગેમ્સમાં સામેલ હતું. નિમિત્ઝ પહેલેથી મલક્કા સ્ટ્રેટના રસ્તે હિન્દ મહાસાગરમાં તૈનાત છે. તે સ્ટ્રેટ મલેશિયા અને ઈન્ડોનેશિયા વચ્ચેનો ખુબ જ સાંકડો રસ્તો છે જે ખુબ મહત્વનો છે કારણ કે આ રસ્તે ચીન સહિત સમગ્ર એશિયા માટે તેલ સપ્લાય થાય છે. 
Jul 20,2020, 12:07 PM IST
'સાઉથ ચાઇના સી' માં સંઘર્ષ વધ્યો, અમેરિકાએ 2 એરક્રાફ્ટ કેરિયર રવાના કર્યા
ચીનને સાઉથ ચાઇના સી વિસ્તારમાં ચેતવણી આપ્યા બાદ અમેરિકાએ મોટુ પગલું ઉઠાવ્યું છે. સમાચારો અનુસાર અમેરિકી નૌસેનાએ પોતાનાં બે એરક્રાફ્ટ કેરિયરને સાઉથ ચાઇના સી તરફ રવાના કર્યા છે. એક સ્થાનિક અખબાર અનુસાર આ બંન્ને એરક્રાફ્ટ હાલના વર્ષોમાં અમેરિકી નૌસેનાના સૌથી મોટા અભ્યાસનો હિસ્સો છે. USS રિગન અને USS નિમિત્ઝ નામનાં એરક્રાફ્ટ સાઉથ ચાઇના સીનાં વિવાદિત હિસ્સામાં પહોંચી ચુક્યા છે. આ બંન્ને અમેરિકી નૌસેના અભ્યાસનો હિસ્સો હશે. અમેરિકી નૌસેનાએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, સાઉથ ચાઇના સીમાં તેના અભ્યાસનો ઇાદો દોસ્તો અને સહયોગીઓને સંદેશ આપવાનો છે કે, અમેરિકા આ વિસ્તારમાં સુરક્ષા અને સ્થાયિત્વ માટે પ્રતિબદ્ધ છે. 
Jul 4,2020, 14:36 PM IST

Trending news