wasim jaffer

IND vs NZ: ટીમ ઇન્ડિયામાં જગ્યા ડિઝર્વ નથી કરતો આ ખેલાડી, વસીમ જાફરે લીધું ચોંકાવનારૂં નામ

IND vs NZ: ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ડ્રો થઈ છે. હવે આ કારણથી આગામી ટેસ્ટ મેચમાં કેટલાક ફરેફાર જરૂરથી કરવામાં આવશે.

Dec 1, 2021, 04:39 PM IST

ઘરેલુ ક્રિકેટના બાદશાહ કહેવાતા આ ઈન્ડિયન ક્રિકેટરે જાહેર કરી પોતાની રિટાયરમેન્ટ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન વસીમ ઝાફરે (Wasim Jaffer) શનિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 42 વર્ષીય જાફરે 31 ટેસ્ટ મેચમાં 34.11ના અંદાજથી કુલ 1944 રન બનાવ્યા, જેમાં 5 સદી અને 11 અર્ધસદી ફટકારી હતી. તેમનો સર્વોચ્ચ સ્કોર 212 રન રહ્યો છે. આ રીતે 2 દાયકાથી સતત રમી રહેલ જાફરના શાનદાર કરિયરનો અંત થઈ ગયો છે.

Mar 7, 2020, 04:53 PM IST

INDvsWI: વસીમ જાફરે ટીમ ઇન્ડીયાને ફેંક્યો પડકાર, કોઇ મારા એંટિગાના રેકોર્ડની બરાબરી કરીને બતાવે

વસીમ જાફરે સેંટ જોંસમાં 2006માં રમાયેલી ટેસ્ટ મેચમાં પહેલીવાર ફક્ત એક રન બનાવીને આઉટ થઇ ગયા હતા. ત્યારબાદ તેમણે બીજી ઇનિંગમાં 399 બોલમાં 212 રન બનાવ્યા હતા. વસીમ જાફરે પોતાની ઇનિંગમાં 24 ચોગ્ગા તથા એક સિક્સર ફટકારી હતી. 

Aug 23, 2019, 10:13 AM IST

પૂર્વ ભારતીય બેટ્સમેનની ભવિષ્યવાણી, વિરાટ કોહલી વનડે મેચોમાં ફટકારશે આટલી સદી

11 વનડે ઈનિંગ બાદ વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી વનડે મેચમાં વિરાટ કોહલીએ 1255 બોલમાં 120 રન બનાવ્યા હતા.

Aug 12, 2019, 08:19 PM IST

હાર બાદ કેપ્ટન બદલવાની માગ, આ દિગ્ગજે કહ્યું- રોહિત શર્માને આપો કમાન

વિશ્વ કપ-2019ની સેમિફાઇલમાં ન્યૂઝીલેન્ડના હાથે 18 રનથી થયેલા પરાજય બાદ ભારતીય ટીમ વિશ્વ કપ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. 

Jul 13, 2019, 07:20 PM IST

10 રણજી ફાઇનલ, 10 ટાઇટલ, જાફરનો રેકોર્ડ શાનદાર

વસીમ જાફરે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 10 વખત રણજી ટ્રોફીની ફાઇનલ જીતી છે. તેણે મુંબઈ માટે 8 અને વિદર્ભ માટે બે ફાઇનલ રમી અને તમામમાં તેની ટીમ વિજયી બની છે. 

Feb 8, 2019, 11:39 AM IST

EXCLUSIVE: યુવાનોએ ગ્લેમર-પૈસાની ચિંતા છોડી, ગેમ એન્જોય કરવી જોઈએ - વસીમ જાફર

મારા ક્રિકેટની ઇસ્પિરેશન સચિન તેંડુલકર છે. જ્યારે મે ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું તો તે સમયે સચિન શાળા ક્રિકેટ રમી રહ્યા હતા અને શાનદાર કરી રહ્યા હતા. ત્યાર બાદ તેઓ ભારતીય ટીમ માટે સિલેક્ટ થયા. સચિન અને હું બંન્ને મુંબઇનાં છીએ. મે સચિનની રમતને ખુબ જ નજીકથી ફોલો કરી છે.

Mar 18, 2018, 09:16 PM IST

VIDEO : ઈરાની કપમાં ચેમ્પિયન બન્યું વિદર્ભ, વસીમ જાફર અને ગુરબાની બન્યા મેચના હીરો

નાગપુરઃ રણજી ચેમ્પિયન વિદર્ભે અહીં રેસ્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ નીરસ ડ્રો રહેલી મેચમાં પ્રથમ દાવની ઈનિંગને આધારે ટાઇટલ જીત્યું. અનુભવી વસીમ જાફર મેન ઓફ ધ મેચ રહ્યો જેની 286 રનની ઈનિંગને કારણે વિદર્ભે પ્રથમ દાવમાં રેકોર્ડ 800 રન બનાવીને ડિક્લેર કર્યો હતો. મેચના પાંચમા દિવસે રેસ્ટ ઓફ ઈન્ડિયાએ 6 વિકેટે 236 રનથી આગળ રમવાનું શરૂ કર્યું.

Mar 18, 2018, 08:08 PM IST

VIDEO : 40 વર્ષની ઉંમરમાં રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે આ ભારતીય ક્રિકેટર

નાગપુરઃ સ્થાનિક ક્રિકેટમાં રનોનો પહાડ બનાવનાર વસીમ જાફર ગુરૂવારે ઈરાની ટ્રોફીની મેચ દરમિયાન પ્રથમ શ્રેણીની મેચમાં 18 હજાર રન પુરા કર્યા. તે આ વિશિષ્ટ ક્લબમાં સામેલ થનારો છઠ્ઠો ભારતીય બેટ્સમેન છે. આ સિવાય જાફર પાંચમો બેટ્સમેન બની ગયો છે જેણા 40 વર્ષની ઉંમરે બેવડી સદી ફટકારી છે. વિદર્ભની તરફથી રેસ્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ જાફરે 176 પુરા કરવાની સાથે આ વિશિષ્ટ ઉપલબ્ધિ હાસિલ કરી. 

Mar 15, 2018, 06:07 PM IST

રણજી ટ્રોફીમાં દિલ્હીને હરાવીને વિદર્ભની ટીમે રચ્યો ઇતિહાસ

વિદર્ભે વર્ષનાં પહેલા જ દિવસે ઇતિહાસ રચતા રણજી ટ્રોફીનો ખિતાબ પોતાને નામ કર્યો હતો. ફાઇનલમાં સાત વખત ચેમ્પિયન દિલ્હીનો 9 વિકેટથી પરાજય થયો હતો. જેનાં પગલે વિદર્ભે પહેલીવાર આ ખિતાબ પોતાને નામે નોંધાવ્યો હતો. વિદર્ભ સામે માતર 29 રનનું લક્ષ્ય હતું અને તેણે 1 વિકેટનાં નુકસાને 32 રન બનાવીને સરળ જીત પ્રાપ્ત કરી હતી. નવમી વાર રણજી ફાઇનલમાં રમી રહેલ મુંબઇનાં પુર્વ કેપ્ટન વસીમ જાફરે ચોગ્ગો ફટકારીને પોતાનો ખિતાબી મેચમાં વિજયી રન બનાવ્યો હતો. વિદર્ભ આ પ્રકારે રણજી ચેમ્પિયન બનનારી 17મી ટીમ બની ગઇ હતી.

Jan 1, 2018, 08:39 PM IST