ખેડૂતો માટે પેકેજ News

ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત, કિસાન સહાયમાં પ્રીમિયમ ભર્યા વગર નુકસાનીનું વળતર
કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 1 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. ત્યારે આ પેકેજ અંતર્ગત રાજ્યના ખેડૂતો પણ સરકાર સામે મીટ માંડીને બેસ્યા હતા.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે, આ યોજનામાં પાક વીમામાં ફેરફાર છે. પાક વીમામાં જે પ્રીમિયમ ભરે તેને જ લાગુ પડતી હતી. પરંતુ કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે. પ્રીમિયમ ભરવાનું છે જ નહિ. ખરીફ પાકમાં તકલીફ પડશે તેને યોજનાનો લોભ મળશે. ભૂતકાળમાં આદિવાસી ખેડૂતનો લાભ મળતો ન હતો. પણ આ યોજનામાં તેને પણ લાભ મળશે. ખેડૂતોને ઝીરો પ્રીમિયમ હશે. યોજનામાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને માવઠાની નુકસાનીને આવરી લેવામાં આવ્યું છે. નાના મોટા તમામ ખેડૂતોને યોજનામાં આવરી લેવાયા છે. મહત્તમ 4 હેક્ટર સુધીની સહાય ચૂકવાશે. 33 ટકાથી 60 ટકા સુધીનું નુકસાન હશે તો હેક્ટરે 20 હજાર રૂપિયા ચૂકવાશે. 60 હાજર ઉપર હશે તો 25 હજારની રકમ મળશે. ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા બધા રૂપિયા ચૂકવાશે. આમ, પાક વીમો એકદમ સરળ કરી દેવાયો છે. હવે ખેડૂતને ફોર્મ ભરવાથી લઈને બાકીના બાબતોની ઝંઝટમાંથી મુક્તિ મળશે, હવે વીમા કંપની સાથે પણ માથાકૂટ નહિ કરવી પડે.
Aug 10,2020, 11:59 AM IST

Trending news