ખેલાડી News

IPL 2024: અભિષેક શર્માથી લઈને મયંક યાદવ સુધી, IPL એ આપ્યાં આ 5 Future Stars
5 future stars from IPL: ઘણા ખેલાડીઓએ IPL 2024માં પોતાના પ્રદર્શનથી ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા. તેમાંથી કેટલાક પહેલાથી જ સ્ટાર છે અને કેટલાક સ્ટાર બનવાના માર્ગ પર છે. વિરાટ કોહલી, રૂતુરાજ ગાયકવાડ, હર્ષલ પટેલ, જસપ્રિત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓએ બેટ અને બોલથી તોફાન ઉભું કર્યું હતું. તે જ સમયે, કેટલાક ઓછા પ્રખ્યાત ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી ઘણા રેકોર્ડ બનાવ્યા. અમે તમને એવા 5 ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જે ભવિષ્યના સ્ટાર બની શકે છે. અહીં ભલે પાંચ ખેલાડીઓની વાત કરવામાં આવી હોય પણ આ યાદીમાં હજુ એક નામનો સમાવેશ કરીએ તો એ નામ છે રિયાન પરાગનું. રિયાન પરાગે જે પ્રકારે પ્રદર્શન કર્યું છે તે જોતા એવું લાગે છેકે, આવનાર સમયમાં તે જલદી ભારત માટે રમતો દેખાશે.
May 28,2024, 14:54 PM IST

Trending news