આ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું, IPLથી આ દેશને ફાયદો નહિં પણ નુકશાન થઇ રહ્યું છે
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિકેટર કાર્લ હૂપરે આપેલા નિવેદન મુજબ આઇપીએલથી વેસ્ટઇન્ડિઝ ક્રિકેટને મોટુ નકશાન થઇ રહ્યુ છે.
Trending Photos
રાજકોટ: IPLએ ભારતની ટીમને કેટલાય પ્રતિભાશાળી ખેલાડીઓ આપ્યા છે. સાથે જ લોકોનું માનવું છે,કે આઇપીએલથી ટીમ ઇન્ડિયાને કેટલાય સારા ખેલાડીઓ મળ્યા છે. જેનાથી સ્થાનિક ક્રિકેટરોને ફાયદો થયો છે. પરંતુ બધા દેશોને આઇપીએલથી ફાયદો થાયએ વાત જરૂરી નથી. વેસ્ટઇન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર કાર્લ હુપરનેતો એવું જ લાગે છે, કે આઇપીએલની આકર્ષકતાને કારણે વેસ્ટઇન્ડિઝ ક્રિકેટને ટેસ્ટમાં મોટુ નુકશાન થઇ રહ્યું છે. કારણ કે ટીમના સૌથી પ્રતિભાશાળી ક્રિકેટરોનો એક માત્ર લક્ષ્યાંક આ ધનાઢ્ય ટી-20 લીગમાં રમવુ છે.
ખેલાડી અને વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે અગાઉ થયેલો વિવાદ જગ જાહેર છે. અને હુપરનું માનવુ છે,કે આઇપીએલએ લાંબા સમયની લીગ હોવાથી ટીમમાં અનેક મુશ્કેલીઓ વધી જાય છે. વેસ્ટઇન્ડિઝ તરફથી 102 ટેસ્ટ મેચ રમનાર હુપર ભારત-વેસ્ટઇન્ડિઝ વચ્ચે ચાલી રહેલી મેચમાં કોમેન્ટ્રી કરવા માટે 16 વર્ષ બાદ ભારત આવ્યા છે. કેમણે કહ્યું કે. ‘અમને આનાથી(વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ પર આઇપીએલનો પ્રભાવ) જાગૃત થવું જોઇએ. ટી20 ક્રિકેટ બની રહેવું જોઇએ. તમને પાંચ વર્ષ પહેલાની તુલનાએ અત્યારે વધારે મેચ રમવાની તક મળી રહી છે. જેનાથી આપણે પ્રભાવીત થવું જોઇએ કારણ કે, વેસ્ટઇન્ડિઝના યુવા ક્રિકેટરોનું લક્ષ્ય આઇપીએલ જેવી લીંગમાં રમવાનું છે.’
ખેલાડીઓ નાના ખેલાડીઓને આપી રહ્યા છે પ્રાથમિકતા
પોતાના નવા ઘર એડિલેન્ડમાં મોટી સંખ્યામાં રેસ્ટોરન્ટ ચલાવનાર હુપરે કહ્યું કે, ‘તેનાથી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટમાં તેની ઉપલબ્ધતાને અસર થાય છે અને તેમાં ટેસ્ટ ક્રિકેટનો પણ સમાવેશ થાય છે.’વધારે મળતી રકમ અને વિશ્વ ભરમાં ટી-20 ક્રિકેટના વિકલ્પને કારણે ક્રિસ ગેલ, બ્રાવો, કિરોન પોલાર્ડ, અને સુનીલ નારયણ જેવા ખેલાડીઓ ટી-20 ક્રિકેટને પ્રાથમિકતા આપી રહ્યા છે.
આવી રીતે ગયા સારા ખેલાડીઓ
હુપરે કહ્યું કે‘આઇરપીએલ માત્ર 6 સપ્તાહ માટે જ હોય છે, પરંતુ અત્યારે અમારી સ્થિતિ એવી છે, કે સુનીલ નારાણય જેવો બોલર જેણે તેની અંતિમ ટેસ્ટ મેચ(2013માં) 6 વિકેટ લીધી હતી, ત્યાર બાદ તે ટેસ્ટમાં રમ્યો જ નથી. આજ વાત પોલાર્ડ અને ગેલ પર પણ લાગુ પડે છે.’વધુમાં તેમણે કહ્યું કે, ‘પોલાર્ડ જો 26-27ની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટ રમ્યો હોત તો, તે એક સારો ટેસ્ટ ક્રિકેટર બની શક્યો હોત પરંતું તેણે ટી-20 ક્રિકેટમાં રમવું વધારે યોગ્ય સમજ્યું હતું. આવી રીતે અમે એક સારો ક્રિકેટર ગુમાવ્યો હતો. ઇવીન લુઇસ પણ ટેસ્ટ ક્રિકેટ રમી શકે તેવો હતો. પરંતુ તેણે પણ તે યોગ્ય સમજ્યું નહિ. આવી રીતે ટી-20 રમત અમારી પ્રગતિમાં અવરોધ ઉભા કરી રહ્યું છે.
શિમરોન હેટમાયરનું પણ આવતા વર્ષે આઇપીએલ સાથે જોડાવાનો ખતરો
હુપર અન્ય એક ઉદાહરણ આપતા કહ્યું જેનાથી ટેસ્ટ ટીમમાં નુકશાન થઇ શકે છે. તેમણે કહ્યું કે ‘શિમરોન હેટમાયર જેના ખિલાડીએ સીપીએલમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. જેથી તેને આગામી આઇપીએલમાં સીલેક્ટ કરવામાં આવી શકે છે. અને મને તેને આપીએલના કારણે ગુમાવવો પસંદ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે